________________
૩૮૪ ]
શ્રી ભગવતી સત્ર-૫
વિવેચન :
સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધસયત સાત અથવા આઠ કર્મો બાંધે છે. આયુષ્ય બંધના સમયે આઠ અને તે સિવાયના સમયે સાત કર્મો બાંધે છે. આયુષ્ય કર્મનો બંધ સાતમા અપ્રમત્ત ગુણસ્થાન પર્યત થાય છે, સુક્ષ્મ સંપરાય સંયત દશમા ગુણસ્થાને હોવાથી તેને આયુષ્ય કર્મનો બંધ થતો નથી અને સૂક્ષ્મ લોભનો જ ઉદય હોવાથી મોહનીય કર્મનો બંધ પણ થતો નથી. તેથી શેષ છ કર્મોનો બંધ કરે છે. યથાખ્યાત સંયત અગિયારમા, બારમા અને તેરમા ગુણસ્થાને એક શાતા વેદનીય કર્મનો બંધ કરે છે અથવા ચૌદમા ગુણસ્થાને અયોગી કેવળીની અપેક્ષાએ તે અબંધક હોય છે. (રર) વેદન દ્વાર:
५८ सामाइयसंजएणं भंते !कइ कम्मप्पगडीओ वेदेइ ? गोयमा !णियम अट्ट कम्म प्पगडीओ वेदेइ । एवं जावसुहुमसंपराए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત, કેટલી કર્મ પ્રકૃતિઓનું વેદન કરે છે? ઉત્તર- હે ગૌતમ ! નિયમા આઠ કર્મ પ્રકૃતિઓનું વેદન કરે છે, આ રીતે વાવત સૂક્ષ્મ સંપરાય સંયત સુધી જાણવું. ५९ अहक्खाएणं भंते! पुच्छा? गोयमा! सत्तविहवेयए वा, चउबिहवेयए वा । सत्त वेदेमाणे मोहणिज्जवज्जाओ सत्त कम्मप्पगडीओ वेदेइ । चत्तारि वेदेमाणे वेयणिज्जाउय णामगोयाओ चत्तारिकम्मप्पगडीओ वेदेइ । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવનું ! યથાખ્યાત સંયત કેટલી કર્મ પ્રવૃતિઓનું વેદન કરે છે ? ઉત્તર- હે ગૌતમ! સાત અથવા ચાર કર્મ પ્રવૃતિઓનું વેદન કરે છે. જો સાતનું વેદન કરે, તો મોહનીયને છોડીને સાત કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે, જો ચારનું વેદન કરે, તો વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર, આ ચાર કર્મ પ્રકૃતિઓનું વેદન કરે છે. (૨૩) ઉદીરણા દ્વાર :६० सामाइयसंजए णं भते! कइ कम्मप्पगडीओ उदीरेइ ? गोयमा!सत्तविह उदीरए वा, अट्ठविहउदीरएवा,छविहउदीरएवा एवंजहा बउसो। एवं जावपरिहारविसुद्धिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત કેટલી કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે? ઉત્તર- હે ગૌતમ ! સાત, આઠ અથવા છ કર્મ પ્રવૃતિઓની ઉદીરણા કરે છે, ઇત્યાદિ બકુશની સમાન છે. આ રીતે પરિહાર વિશુદ્ધ સંયત પર્યત જાણવું.
६१ सुहुमसंपराए णं भंते ! पुच्छा?गोयमा ! छव्विहउदीरए वा,पंचविहउदीरए वा । छ उदीरेमाणे आउय वेयणिज्जवज्जाओ छ कम्मप्पगडीओ उदीरेइ, पंच उदीरेमाणे आउय वेयणिज्जमोहणिज्जवज्जाओ पंचकम्मप्पगडीओउदी। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ સંપરાય સંયત કેટલી કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે? ઉત્તર- હે ગૌતમ! છ અથવા પાંચ કર્મ પ્રવૃતિઓની ઉદીરણા કરે છે, છની ઉદીરણા કરે, તો આયુષ્ય અને વેદનીયને છોડીને શેષ છ કર્મ પ્રવૃતિઓની ઉદીરણા કરે છે, પાંચની ઉદીરણા કરે તો આયુષ્ય, વેદનીય