________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
૩૮૩
શ્રેણીથી પાછો ફરે ત્યારે હીયમાન પરિણામ હોય છે. યથાખ્યાત સંયતમાં વર્ધમાન અને અવસ્થિત બે પ્રકારના પરિણામ જ હોય છે. તે વીતરાગી હોવાથી હીયમાન પરિણામ નથી. સ્થિતિ - છાસ્થોને વધુમાં વધુ ચઢતા-ઉતરતા પરિણામોની સ્થિતિ અંતર્મુહૂર્તની અને અવસ્થિત પરિણામોની સ્થિતિ સકષાયી છદ્મસ્થોને સાત સમયની હોય છે. ત્યાર પછી તેના પરિણામોમાં અવશ્ય પરિવર્તન થાય છે. ૧૧મા ઉપશાંત વીતરાગ ગુણસ્થાને અવસ્થિત પરિણામ હોય છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે. જઘન્યથી સર્વ પરિણામો એક સમયમાં બદલાઈ જાય છે તેમજ આયુષ્ય પૂર્ણ થવાની અપેક્ષાએ પણ એક સમયની સ્થિતિ ઘટિત થઈ શકે છે કારણ કે આયુષ્ય પૂર્ણ થયા પછી સંયત ભાવ રહેતો નથી.
યથાખ્યાત સંયતમાં વર્ધમાન પરિણામની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. યથાખ્યાત સંયતમાં બારમા અને ચૌદમા ગુણસ્થાને વર્ધમાન પરિણામ હોય છે. બારમા ગુણસ્થાને જીવ વર્ધમાન પરિણામમાં ત્રણ ઘાતી કર્મોનો ક્ષય કરી તેરમા ગુણસ્થાનમાં અવસ્થિત પરિણામને પ્રાપ્ત કરે છે. ચૌદમાં ગુણસ્થાને વર્ધમાન પરિણામમાં ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી સિદ્ધદશામાં સ્થિત થઈ જાય છે. બારમા ગુણસ્થાનની સ્થિતિ અંતર્મુહૂર્તની હોવાથી તેના વર્ધમાન પરિણામની સ્થિતિ અંતર્મુહૂર્તની થાય છે. યથાખ્યાત સંયતના અવસ્થિત પરિણામની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષની છે. તેમાં એક સમયની સ્થિતિ અગિયારમા ગુણસ્થાને માત્ર મરણની અપેક્ષાએ ઘટિત થાય છે અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિની સ્થિતિ ઉત્કૃષ્ટ આયુષ્યની અપેક્ષાએ તેરમા સ્થાને ઘટિત થાય છે. અર્થાતુ કેવળજ્ઞાન થયા પછી દેશોન પૂર્વકોટિ વર્ષ પર્યત તેરમા ગુણસ્થાનમાં અવસ્થિત પરિણામ હોય છે. સંયતોમાં પરિણામ અને સ્થિતિ:સંયત
વર્ધમાન ઉત્કૃષ્ટ | હીયમાન ઉત્કૃષ્ટ | અવસ્થિત ઉત્કૃષ્ટ | સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ | અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત
૭ સમય સૂક્ષ્મ સંપરાય
અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત | યથાખ્યાત
અંતર્મુહૂર્ત
દેશોન પૂર્વક્રોડ * કોષ્ટકમાં પરિમાણની ઉત્કૃષ્ટ સ્થિતિ દર્શાવેલ છે. જઘન્ય સ્થિતિ સર્વત્ર એક સમય સમજવી. (ર૧) બંધ દ્વાર ५६ सामाइयसंजए णं भंते ! कइ कम्मप्पगडीओ बंधइ? गोयमा !सत्तविहबंधए वा, अट्ठविहबंधए वा एवं जहा बउसे । एवं जाव परिहारविसुद्धिए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! સામાયિક સંયત કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! સાત અથવા આઠ કર્મ પ્રકૃતિઓ બાંધે છે, ઈત્યાદિ બકુશવત્ છે. આ રીતે પરિહાર વિશુદ્ધ સંયત પર્યત જાણવું ५७ सुहुमसंपरायसंजमेणं भंते ! पुच्छा? गोयमा ! आउयमोहणिज्जवज्जाओ छ कम्मप्पगडीओ बंधइ । अहक्खायसंजए जहा सिणाए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! સુક્ષ્મ સંપરાય સંયત કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! આયુષ્ય અને મોહનીય કર્મને છોડીને શેષ છ કર્મપ્રકૃતિઓ બાંધે છે. યથાખ્યાત સંયતનો બંધ સ્નાતકની સમાન છે.