________________
[ ૩૮૨ ]
| શ્રી ભગવતી સૂત્ર-૫
अवट्ठियपरिणामे होज्जा?गोयमा !वड्डमाणपरिणामेवा होज्जा, एवं जहा पुलाए । एवं जावपरिहारविसुद्धिए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત શું વર્ધમાન પરિણામી હોય છે, હીયમાન પરિણામી હોય છે કે અવસ્થિત પરિણામી હોય છે? ઉત્તર- હે ગૌતમ ! વર્ધમાન પરિણામી હોય છે ઇત્યાદિ સર્વ કથન પુલાકની સમાન છે. આ જ રીતે પરિહાર વિશુદ્ધ સંયત પર્યત જાણવું. ५२ सुहमसंपराए णं भंते ! पुच्छा?गोयमा ! वड्डमाणपरिणामेवा होज्जा,हीयमाणपरिणामेवा होज्जा,णो अवट्ठियपरिणामे होज्जा । अहक्खाए जहा णियंठे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ સંપરાય સંયત શું વર્ધમાન પરિણામી હોય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! વર્ધમાન પરિણામી અથવા હીયમાન પરિણામી હોય છે, અવસ્થિત પરિણામી નથી. યથાખ્યાત સંયત નિગ્રંથ નિયંઠાની સમાન છે. ५३ सामाइयसंजएणंभंते! केवइयंकालंवड्डमाणपरिणामहोज्जा? गोयमा !जहण्णेणं एक्कं समय, एवं जहा पुलाए । एवं जावपरिहारविसुद्धिए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત કેટલા કાલ સુધી વર્ધમાન પરિણામી હોય છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય એક સમય ઇત્યાદિ પુલાકની સમાન જાણવું. આ જ રીતે છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધ સંયતના વિષયમાં જાણવું.
५४ सुहुमसंपरायसंजए णं भंते ! केवइयंकालं वड्डमाणपरिणामे होज्जा? गोयमा ! जहण्णेण एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं । सेणं भंते ! केवइयं कालं हीयमाण परिणामे होज्जा? गोयमा ! एवं चेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ સંપરાય સંયત કેટલા કાલ સુધી વર્ધમાન પરિણામી હોય છે ? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી વર્ધમાન પરિણામી હોય છે. પ્રશ્નહે ભગવન્! તે કેટલા કાલ સુધી હીયમાન પરિણામી હોય છે. ઉત્તર- હે ગૌતમ! તે જ રીતે જાણવું. ५५ अहक्खायसंजए णं भंते ! केवइयं कालं वड्डमाणपरिणामे होज्जा? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं । सेणं भंते ! केवइयं कालं अवट्ठिय परिणामे होज्जा? गोयमा !जहण्णेणं एक्क समयं, उक्कोसेणं देसूणा पुव्वकोडी। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! યથાખ્યાત સંયત કેટલા કાલ સુધી વર્ધમાન પરિણામી હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત સુધી વર્ધમાન પરિણામી હોય છે. પ્રશ્નહે ભગવન્! યથાખ્યાત સંયત કેટલા કાલ સુધી અવસ્થિત પરિણામી હોય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષ સુધી અવસ્થિત પરિણામી હોય છે. વિવેચન :
સૂક્ષ્મ સંપરાય સંયત જ્યારે શ્રેણી પર ચઢે છે ત્યારે વર્ધમાન પરિણામ હોય છે અને જ્યારે