SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૫ઃ ઉદ્દેશક-૭, ૩૭૯ | ઉત્કૃષ્ટ પર્યવો અનંતગુણા અધિક છે. (૭) તેનાથી યથાખ્યાત ચારિત્રના અજઘન્યોત્કૃષ્ટ સંયમપર્યવો અનંત- ગુણા છે. યથાખ્યાત સંયત વીતરાગી હોય છે. તેનું સંયમસ્થાન એક જ હોવાથી દરેક યથાખ્યાત સંયતોના પર્યવો એક સમાન હોય છે. વીતરાગીના સંયમ પર્યવો સરાગીથી અનંતગુણા અધિક જ હોય છે. સયતોના પર્યવોનું અલ્પબદુત્વ : સામાયિક-છેદોપસ્થાપનીય | પરિહાર વિશ૮ | સુકમ સપરાય યથાખ્યાત જઘન્ય ૧ સર્વથી થોડા ૨ અનંતગુણા અધિક | પ અનંતગુણા ઉત્કૃષ્ટ | ૪ અનંત ગુણા ૩ અનંતગુણા અધિક | અનંતગુણા | ૭ અનંતગુણા (૧૬) યોગ દ્વાર : ४५ सामाइयसंजएणं भंते ! किं सजोगी होज्जा, अजोगी होज्जा? गोयमा !सजोगी होज्जा, एवं जहा पुलाए । एवं जावसुहुमसंपरायसंजए। अहक्खाए जहा सिणाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત શું સયોગી હોય છે કે અયોગી? ઉત્તર- હે ગૌતમ! સયોગી હોય છે, ઇત્યાદિ પુલાકવતુ જાણવું. આ રીતે યાવતુ સૂક્ષ્મ સંપરાય સંયત સયોગી હોય છે. યથાખ્યાત સંયત, સ્નાતકની સમાન સયોગી અને અયોગી બંને હોય છે. વિવેચન :સંયતોમાં યોગ :સયત સયોગી અયોગી મનયોગી | વચનયોગી | કાયયોગી પ્રથમના ચાર સંયત યથાખ્યાત X | VT (૧૦) ઉપયોગ દ્વાર :४६ सामाइयसंजए णं भंते! किं सागारोवउत्ते होज्जा, अणागारोवउत्ते होज्जा? गोयमा! सागारोवउत्ते वा होज्जा, एवं जहा पुलाए । एवं जाव अहक्खाए । णवरसुहुमसंपराए सागारोवउत्ते होज्जा,णो अणागारोवउत्ते होज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત શું સાકારોપયોગ યુક્ત હોય છે કે અનાકારોપયોગ યુક્ત ? ઉત્તર- હે ગૌતમ ! સાકારોપયોગ યુક્ત હોય છે અથવા અનાકારોપયુક્ત હોય છે ઇત્યાદિ પુલાવત્ જાણવું. આ જ રીતે યથાખ્યાત સંયત પર્યત જાણવું પરંતુ સૂક્ષ્મ સંપરાય સંયત સાકારોપયોગ યુક્ત જ હોય છે, અનાકારોપયોગયુક્ત હોતા નથી. વિવેચન : સૂક્ષ્મસંપરાય સંયતને છોડીને શેષ ચાર સંયતોમાં બંને ઉપયોગ હોય છે, પરંતુ સૂક્ષ્મ સંપરાય સંયતમાં એક સાકારોપયોગ જ હોય છે. કારણ કે કોઈપણ લબ્ધિની પ્રાપ્તિ સાકારોપયોગમાં થાય છે.
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy