________________
૩૭૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
વિવેચનઃ
પાંચે ચારિત્રના અસંખ્ય-અસંખ્ય સંયમ સ્થાનો અને એક-એક સંયમસ્થાનના અનંત-અનંત પર્યવો હોય છે. સંયમ સ્થાનોમાં હીનાધિકતાની જેમ ચારિત્ર પર્યવોમાં પણ ન્યૂનાધિકતા હોય છે. એક જ ચારિત્રના ધારક બે સંયતોના ચારિત્ર પર્યવોમાં પણ ન્યૂનાધિકતા હોય છે. તેની તુલનાને સ્વસ્થાન સન્નિકર્ષ અને ભિન્ન-ભિન્ન ચારિત્રના ધારક સંતોના ચારિત્ર પર્યવોમાં ચૂનાધિકતા હોય તેની તુલનાને પરસ્થાન સત્રિકર્ષ કહે છે. પ્રસ્તુત સૂત્રોમાં સન્નિકર્ષ દ્વારના માધ્યમે પાંચે ય સંતોના ચારિત્ર પર્યવોની પરસ્પર તુલના દર્શાવી છે. તે તુલનામાં કોઈ તુલ્ય, હીન કે અધિક હોય છે. તેમાં પણ હીનાધિકતા છ પ્રકારે(ષટ્રસ્થાનપતિત) હોય અથવા એક પ્રકારે અનંતગુણ હીનાધિક હોય છે. તે સર્વનું વિવરણ પૂર્વે નિગ્રંથ પ્રકરણથી જાણવું. સંયતોના પર્યવોની તુલના :– સંયત | સામાયિકથી | છંદોપસ્થા- | પરિહાર સૂક્ષ્મ સં૫- | યથાખ્યાતથી
પનીયથી | વિશુદ્ધથી રાયથી સામાયિક | છઠ્ઠાણ વડિયા |છઠ્ઠાણ વડિયા | છઠ્ઠાણ વડિયા | અનંત ગુણ હીન | અનંતગુણ હીન છેદોપસ્થાપનીય છઠ્ઠાણ વડિયા | છઠ્ઠાણ વડિયા | છાણ વડિયા |અનંત ગુણ હીન | અનંતગુણ હીન પરિહાર વિશુદ્ધ | છઠ્ઠાણ વડિયા |છઠ્ઠાણ વડિયા |છઠ્ઠાણ વડિયા | અનંત ગુણ હીન | અનંતગુણ હીન સૂક્ષ્મ સંપરાય | અનંતગુણ અધિક/અનંતગુણ અધિક| અનંતગુણ અધિક| અનંતગુણ હીનાધિક અનંતગુણ હીન યથાખ્યાત અનંતગુણ અધિક/અનંતગુણ અધિક અનંતગુણ અધિક અનંતગુણ અધિક | તુલ્ય નોંધઃ (૧) છઠ્ઠાણવડયા = છ સ્થાન હીન હોય કે છ સ્થાન અધિક હોય અથવા તુલ્ય હોય. (૨) સૂક્ષ્મ સંપરાય, સૂક્ષ્મ સંપરાથી માત્ર અનંતગુણહીન કે અનંતગુણ અધિક હોય અર્થાત્ એક સ્થાન હીન કે એક સ્થાન અધિક હોય છે અથવા તુલ્ય પણ હોય છે. ચારિત્ર પર્યવોનું અલ્પ બહત્વ :- સંયમપર્યવોના અલ્પબદુત્વનું મુખ્ય કારણ આત્મગુણોનો વિકાસ અને ઉપર-ઉપરના ગુણસ્થાનો છે. સાધક જેમ-જેમ ઉપર-ઉપરના ગુણસ્થાનોને પ્રાપ્ત કરે તેમ-તેમ તેના સંયમ પર્યવો વધતા જાય છે.
(૧) સર્વથી થોડા સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્રના જઘન્ય પર્યવો છે(તે પરસ્પર તુલ્ય છે, કારણ કે ચારિત્ર પર્યવોનો પ્રારંભ આ બંને ચારિત્રથી થાય છે. ત્યાં આત્મગુણોનો વિકાસ અલ્પતમ હોય છે. (૨) તેનાથી પરિહાર વિશુદ્ધ ચારિત્રના જઘન્ય પર્યવો અનંતગુણા અધિક છે કારણ કે વીસ વર્ષની દીક્ષા પર્યાય પછી જ પરિહાર વિશુદ્ધ ચારિત્રનો સ્વીકાર થાય છે. દીર્ઘકાલની સંયમ સાધનાથી તેનો આત્મવિકાસ અને સંયમ પર્યવો અનંતણા અધિક હોય છે. (૩) તેનાથી પરિહાર વિશુદ્ધ ચારિત્રના ઉત્કૃષ્ટ પર્યવો અનંતગુણા અધિક છે કારણ કે જઘન્ય પર્યવોથી ઉત્કૃષ્ટ પર્યવો અનંતગુણા હોય છે. (૪) તેનાથી સામાયિક અને છેદાપસ્થાપનીય ચારિત્રના ઉત્કૃષ્ટ પર્યવો અનંતગુણ અધિક છે કારણ કે તેમાં ૬ થી ૯ ગુણસ્થાનવર્તી સાધકોનો સમાવેશ થાય છે તેમજ કેટલા ય ચૌદ પૂર્વધર, આચાર્યો, ઉપાધ્યાયો આદિ તથા ઉપશમ કે ક્ષપક શ્રેણીને પ્રાપ્ત થયેલા વિશિષ્ટ કોટિના સાધકો હોય છે. તેના સંયમ પર્યવો પરિહાર વિશુદ્ધ સંયતના ઉત્કૃષ્ટ પર્યવોથી અનંતગુણ અધિક થઈ જાય છે. (૫) તેનાથી સૂક્ષ્મ સંપરાય ચારિત્રના જઘન્ય પર્યવો અનંતગુણા અધિક છે. કારણ કે તેમાં દશમું ગુણસ્થાન હોય છે, મોહનીય કર્મની પ્રકૃતિઓમાં માત્ર સૂક્ષ્મ લોભનો જ ઉદય છે તેથી તેના પર્યવો અનંતગુણા થાય છે. (૬) તેનાથી સૂક્ષ્મ સંપરાય ચારિત્રના