________________
શતક–૨૫ : ઉદ્દેશક-૭
૩૭૭
ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! સૂક્ષ્મ સંપરાય સંયતના ચારિત્ર પર્યવો, સામાયિક સંયતરૂપ પરસ્થાન ચારિત્ર પર્યવોની તુલનામાં શું હીન, તુલ્ય કે અધિક છે ? ઉત્તર– હે ગૌતમ ! હીન અને તુલ્ય નથી, અધિક કે છે અને તે અનંતગુણ અધિક છે. આ જ રીતે છેદોપસ્થાપનીય સંયત અને પરિહાર વિશુદ્ધ સંયત સાથે પણ જાણવું જોઈએ. સૂક્ષ્મ સંપરાય સંયતના ચારિત્ર પર્યવો, બીજા સૂક્ષ્મ સંપરાય સંયતના ચારિત્ર પર્યવોરૂપ સ્વસ્થાનની તુલનામાં કદાચિત્ હીન, કદાચિત્ તુલ્ય અને કદાચિત્ અધિક હોય છે, જો હીન હોય તો અનંતગુણહીન હોય છે અને અધિક હોય તો અનંતગુણ અધિક હોય છે.(અન્ય વિકલ્પ નથી.)
४३ सुहुमसंपरायसंजयस्स अहक्खायसंजयस्स परद्वाण सण्णिगासेणं, पुच्छा ? गोयमा ! हीणे, णोतुल्ले, णो अब्भहिए, अणंतगुणहीणे। अहक्खाए हेट्ठिल्लाणं चउण्ह वि णोहीणे, णो તુજો, અમહિ, અનંત મુળમહિમ્ । સટ્ટાને ખો હીને, તુì, ખો અહિ ।
ભાવાર્થ::- પ્રશ્ન− હે ભગવન્ ! સૂક્ષ્મ સંપરાય સંયતના ચારિત્ર પર્યવો, યથાખ્યાત સંયતરૂપ પરસ્થાન ચારિત્ર પર્યવોની તુલનામાં શું હીન, તુલ્ય કે અધિક હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! હીન હોય છે પરંતુ તુલ્ય અને અધિક નથી. તે અનંત ગુણ હીન હોય છે. યથાખ્યાત સંયત નીચેના(પ્રથમના) ચાર સંયતોની અપેક્ષાએ હીન નથી, તુલ્ય પણ નથી પરંતુ અધિક છે અને અનંતગુણ અધિક છે. યથાખ્યાત સંયતરૂપ સ્વસ્થાન ચારિત્ર પર્યવોની તુલનામાં હીન નથી, અધિક પણ નથી, પરંતુ તુલ્ય છે.
४४ एएसि णं भंते ! सामाइय-छेओवट्ठावणिय परिहारविसुद्धिय- सुहुमसंपराय अहक्खायसंजयाणं जहण्णुक्कोसगाणं चरित्तपज्जवाणं कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहियावा ?
गोयमा ! सामाइयसंजयस्स छेओवट्ठावणियसंजयस्स य एएसि णं जहण्णगा चरित्तपज्जवा दोण्ह वि तुल्ला सव्वत्थोवा, परिहारविसुद्धियसंजयस्स जहण्णगा चरित्तपज्जवा अनंतगुणा । तस्स चेव उक्कोसगा चरित्तपज्जवा अणतगुणा । सामाइयसंजयस्स छेओवट्ठावणियसंजयस्स य एएसि णं उक्कोसगा चरित्तपज्जवा दोण्ह वि तुल्ला अनंतगुणा । सुहुमसंपरायसंजयस्स जहण्णगा चरित्तपज्जवा अणंतगुणा । तस्स चेव उक्कोसगा चरितपज्जवा अणंतगुणा । अहक्खायसंजयस्स अजहण्णमणुक्कोसगा चरितपज्जवा अणंतगुणा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સામાયિક સંયત, છેદોપસ્થાપનીય સંયત, પરિહાર વિશુદ્ધ સંયત, સૂક્ષ્મ સંપરાય સંયત અને યથાખ્યાત સંયત, આ પાંચે ય સંયતોના જઘન્ય અને ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવોમાં કોણ કોનાથી અલ્પ યાવત્ વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) સામાયિક સંયત અને છેદોપસ્થાપનીય સંયત, આ બંનેના જઘન્ય ચારિત્ર પર્યાવો પરસ્પર તુલ્ય છે અને સર્વથી થોડા છે. (૨) તેનાથી પરિહાર વિશુદ્ધ સંયતના જઘન્ય ચારિત્ર પર્યવો અનંતગુણા છે (૩) તેનાથી પરિહાર વિશુદ્ધ સંયતના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવો અનંતગુણા છે (૪) તેનાથી સામાયિક સંયત અને છેદોપસ્થાપનીય સંયતના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવો અનંતગુણા છે અને પરસ્પર તુલ્ય છે (૫) તેનાથી સૂક્ષ્મ સંપરાય સંયતના જઘન્ય ચારિત્ર પર્યવો અનંતગુણા છે (૬) તેનાથી સૂક્ષ્મ સંપરાય સંયતના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવો અનંત ગુણા છે. (૭) તેનાથી યથાખ્યાત સંયતના અજઘન્યાનુત્કૃષ્ટ ચારિત્ર પર્યવો અનંતગુણા છે.