________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
૩૭૫ |
અંતર્મુહૂર્તના સમય જેટલા અસંખ્ય સંયમ સ્થાન છે. ३६ अहक्खायसंजयस्स णं भंते ! पुच्छा? गोयमा ! एगे अजहण्णमणुक्कोसए सजमट्ठाणे पण्णत्ते। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! યથાખ્યાત સંયતના કેટલા સંયમ સ્થાન છે? ઉત્તર- હે ગૌતમ ! અજઘન્યાનુત્કૃષ્ટ એક જ સંયમ સ્થાન હોય છે. ३७ एएसिणं भंते !सामाइयछेओवट्ठावणियपरिहारविसुद्धियसुहमसंपरायअहक्खाय संजयाणं संजमट्ठाणाणं कयरे कयरेहितो अप्पा वा जावविसेसाहिया वा?
गोयमा!सव्वत्थोवेअहक्खायसंजमस्सएगेअजहण्णमणुक्कोसएसंजमट्ठाणे, सुहम संपरायसंजयस्स अंतोमुहुत्तियासंजमट्ठाणा असंखेज्जगुणा,परिहारविसुद्धयसंजयस्ससंजमट्ठाणा असंखेज्जगुणा,सामाइयसंजयस्स छेओवट्ठावणियसंजयस्सय एएसिणंसंजमट्ठाणा दोण्ह वितुल्ला असंखेज्जगुणा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! સામાયિક સંયત, છેદોપસ્થાપનીય સંયત, પરિહાર વિશુદ્ધ સંયત, સૂક્ષ્મ સંપરાય સંયત અને યથાખ્યાત સંયતતેમના સંયમ સ્થાનોમાં કોણ કોનાથી અલ્પ યાવતુ વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! યથાખ્યાત સંયતનું અજઘન્યાનુકુષ્ટ એક સંયમ સ્થાન છે અને તે સર્વથી અલ્પ છે, તેનાથી સૂક્ષ્મ સંપરાય સંયતના અંતર્મુહૂર્તના સમય પ્રમાણ સંયમ સ્થાન અસંખ્યાતગુણા છે, તેનાથી પરિહાર વિશુદ્ધ સંયતના સંયમસ્થાન અસંખ્યાતગુણા છે, તેનાથી સામાયિક અને છેદોપસ્થાપનીય સંયતના સંયમ સ્થાન અસંખ્યાત ગુણા છે અને તે બંને પરસ્પર તુલ્ય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ સંયતોના સંયમ સ્થાનનું નિરૂપણ છે.
પ્રત્યેક કષાયયુક્ત ચારિત્રના અસંખ્યાત સંયમ સ્થાનો હોય છે. ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમમાં જૂનાધિકતાના કારણે સંયમ સ્થાનોમાં પણ ન્યૂનાધિકતા હોય છે. વીતરાગ ચારિત્ર(યથાખ્યાત ચારિત્ર)માં મોહનીયકર્મનો ઉપશમ અથવા ક્ષય થઈ ગયો હોય છે, તેથી તેનું સંયમ સ્થાન એક જ હોય છે. તેમાં સંયમ સ્થાનોની ન્યૂનાધિકતા નથી.
સૂત્રકારે સૂમ સંપરાય સંયતના અસંખ્યાત સંયમ સ્થાનોનું પરિમાણ પ્રદર્શિત કર્યું છે. તેની સ્થિતિ અંતર્મુહૂર્તની છે. પ્રતિ સમય તેના ચારિત્ર પરિણામ ક્રમશઃ વિશુદ્ધ થતાં જાય છે. તેથી અંતર્મુહૂર્તની સ્થિતિના અસંખ્યાત સમય તુલ્ય તેના સંયમ સ્થાનો હોય છે. પાંચે ય સંયતના સંયમ સ્થાનો સંબંધી અલ્પબદુત્વ ભાવાર્થથી સ્પષ્ટ છે. સંયતોના સંયમસ્થાનનું અલ્પબદુત્વ :| સામાયિક | છેદોપસ્થાપનીય | પરિહારવિશુદ્ધ | સૂકમ સંપરાય | યથાખ્યાત | ૪ અસંખ્યાતગુણા | ૪ અસંખ્યાતગુણા | ૩ અસંખ્યાતગુણા | ર અસંખ્યાતગુણા | ૧ સર્વથી થોડા
* ૪-૪ સમાન અંક પરસ્પર તુલ્ય સંયમસ્થાનના સૂચક છે.