________________
શતક-૨૫: ઉદ્દેશક-૭.
૩૭૧ |
સંયતોમાં ક્ષેત્ર :સયત
કર્મભૂમિ | અકર્મભૂમિ
| જન્મ સિદ્દભાવસિંહરણ| જન્મ સિદૂભાવસિંહરણ સામાયિક, છેદોપસ્થાપનીય, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત Y | પરિહાર વિશુદ્ધ (૧૨) કાલ દ્વાર :२७ सामाइयसंजए णं भंते ! किं ओसप्पिणीकाले होज्जा, उस्सप्पिणीकाले होज्जा, णोओसप्पिणीणोउस्सप्पिणीकाले होज्जा?गोयमा ! ओसप्पिणीकाले होज्जा, एवं जहा बउसे । एवं छेओवद्रावणिए वि। णवरं जम्मणं संतिभावं पडच्च चउस विपलिभागेस णत्थि, साहरणं पडुच्च अण्णयरे पलिभागे होज्जा । सेसतंचेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! સામાયિક સંયત શું અવસર્પિણી કાલમાં, ઉત્સર્પિણીકાલમાં કે નોઅવસર્પિણી-નોઉત્સર્પિણીકાલમાં હોય છે? ઉત્તર- હે ગૌતમ ! અવસર્પિણી કાલમાં હોય છે, ઇત્યાદિ સર્વ કથન બકુશની સમાન છે. આ જ રીતે છેદોષસ્થાનીય સંયત પણ જાણવા પરંતુ તે નોઉત્સર્પિણી નોઅવસર્પિણીકાલમાં જન્મ અને સભાવની અપેક્ષાએ ચારે પલિબાગ(સુષમસુષમા, સુષમાં, સુષમદુષમા અને દુષમસુષમાની સમાન કાલ)માં હોતા નથી. સંહરણની અપેક્ષાએ કોઈ પણ પલિભાગમાં હોય છે, શેષ પૂર્વવત્ છે. २८ परिहारविसुद्धिएणं भते!पुच्छा? गोयमा!ओसप्पिणीकालेवा होज्जा,उस्सप्पिणी काले वा होज्जा, णोओसप्पिणीणोउस्सप्पिणीकालेणो होज्जा । जइ ओसप्पिणीकाले होज्जा-जहा पुलाओ। उस्सप्पिणीकाले वि जहा पुलाओ। सुहमसंपराइओ जहा णियंठो। एवं अहक्खाओ वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરિહાર વિશુદ્ધ સંયત શું અવસર્પિણી કાલમાં હોય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! અવસર્પિણી કાલ અને ઉત્સર્પિણી કાલમાં હોય છે, પરંતુ નોઅવસર્પિણી-નોઉત્સર્પિણી કાલમાં હોતા નથી. જો અવસર્પિણી કાલમાં અથવા ઉત્સર્પિણી કાલમાં હોય તો તેનું કથન પુલાકની સમાન જાણવું. સૂકમ સપરાય સંયત અને યથાખ્યાત સંયતનો કાલ નિગ્રંથની સમાન છે. વિવેચન :સામાયિક ચારિત્ર:- જન્મની અપેક્ષાએ- (૧) અવસર્પિણી કાલના ત્રીજા, ચોથા અને પાંચમા આરામાં જન્મેલા મનુષ્યને હોય છે, (૨) ઉત્સર્પિણી કાલના બીજા, ત્રીજા અને ચોથા આરાના જન્મેલા મનુષ્યને હોય છે, (૩) નોઉત્સર્પિણી નોઅવસર્પિણીકાલની અપેક્ષાએ ચોથા આરાની સમાન કાલમાં (મહાવિદેહ ક્ષેત્રમાં) જન્મેલા મનુષ્યને હોય છે. સદ્દભાવની અપેક્ષાએ- (૧) અવસર્પિણી કાલના ત્રીજા, ચોથા અને પાંચમા આરામાં (૨) ઉત્સર્પિણી કાલના ત્રીજા, ચોથા આરામાં (૩) નોઉત્સર્પિણી નોઅવસર્પિણી કાલના ચોથા આરા જેવા કાલમાં સામાયિક ચારિત્રનો સભાવ હોય છે. સહરણની અપેક્ષાએ- (૧) સામાયિક