________________
૩૭૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
(૧૦) શરીર દ્વાર:
२५ सामाइयसंजए णं भंते! कइसु सरीरेसु होज्जा ? गोयमा ! तिसु वा चउसु वा पंचसु वा जहा कसायकुसीले । एवं छेओवट्ठावणिए वि । सेसा जहा पुलाए। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયતને કેટલા શરીર હોય છે? ઉત્તર-હે ગૌતમ! ત્રણ, ચાર અથવા પાંચ શરીર હોય છે, ઇત્યાદિ કષાયકુશીલવતુ જાણવું. આ જ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા. શેષ સંયતોનું કથન પુલાકની સમાન છે. વિવેચન :
સામાયિક અને છેદોપસ્થાપનીય સંયતને ત્રણ, ચાર કે પાંચ શરીર હોય છે. ત્રણ શરીર હોય તો ઔદારિક, તેજસ અને કાર્પણ શરીર હોય. જો વૈક્રિય કે આહારક શરીરમાંથી કોઈપણ એક શરીર હોય તો ચાર શરીર અને બંને હોય તો પાંચ શરીર હોય શકે છે. પરિહારવિશુદ્ધ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત સંયતને ત્રણ શરીર હોય છે. કારણ કે તે ત્રણે ચારિત્રમાં વૈક્રિય કે આહારકલબ્ધિનો પ્રયોગ થતો નથી. તેથી તે બંને શરીર હોતા નથી. સંયતોમાં શરીર ઃસંયત શરીર ઔદારિક | વૈકિય આહારક તૈજસ કાર્પણ શરીર | શરીર | શરીર
શરીર
શરીર પ્રથમ બે સંયત | ૫
| / ભજના | / ભજના | જ
અંતિમ ત્રણ સંયત
(૧૧) ક્ષેત્ર દ્વાર:२६ सामाइयसंजएणं भंते ! किं कम्मभूमीए होज्जा, अकम्मभूमीए होज्जा? गोयमा ! जम्मणंसतिभावंपडुच्च कम्मभूमीए होज्जा,णो अकम्मभूमीए होज्जा। एवं जहा बउसे। एवं छेओवट्ठावणिए वि । परिहारविसुद्धिए य जहा पुलाए, सेसा जहा सामाइयसंजए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત શું કર્મભૂમિમાં હોય છે કે અકર્મભૂમિમાં હોય છે? ઉત્તર-હે ગૌતમ! જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ તે કર્મભૂમિમાં જ હોય છે, અકર્મભૂમિમાં હોતા નથી ઇત્યાદિ બકુશની સમાન છે. આ જ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ છે. પરિહાર વિશુદ્ધ સંયત, પુલાકની સમાન જાણવા અને સૂક્ષ્મ સંપરાય સંયત તથા યથાખ્યાત સંયત, સામાયિક સંયતની સમાન છે. વિવેચન : -
સામાયિક, છેદોપસ્થાપનીય, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત સંયત જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ કર્મભૂમિમાં હોય છે કારણ કે કર્મભૂમિના મનુષ્યો જ ચારિત્રનો સ્વીકાર કરી શકે છે. સહરણની અપેક્ષાએ સર્વત્ર હોય, પરિહાર વિશુદ્ધ સંત જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ કર્મભૂમિમાં જ હોય, તેનું સંહરણ થતું નથી.