________________
શતક-૨૫: ઉદ્દેશક-૭.
૩૬૯
છેદોપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધ સંયત, પુલાકની સમાન છે તથા સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત સંયત સામાયિક સંયતની સમાન છે. વિવેચન -
પાંચે ય ચારિત્ર તીર્થમાં તો હોય જ છે. સામાયિક સયત, સૂમસપરાય સંયત અને યથાખ્યાત આ ત્રણ ચારિત્ર અતીર્થમાં પણ હોય છે. કારણ કે તીર્થની સ્થાપના થયા પૂર્વે તીર્થકરોને સામાયિક, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત ચારિત્રની સ્પર્શના થાય છે. તે ઉપરાંત કોઈ પ્રત્યેક બુદ્ધ આદિ પણ તીર્થની સ્થાપના પૂર્વે અથવા તીર્થ વિચ્છેદ થયા પછી ચારિત્રનો સ્વીકાર કરીને સિદ્ધ થાય તો તેને પણ પૂર્વોકત ત્રણ ચારિત્ર હોય છે.
છેદોપસ્થાપનીય અને પરિહારવિશદ્ધ ચારિત્ર તીર્થમાં જ હોય છે કારણ કે તે ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસન કાળમાં જ હોય છે. અતીર્થમાં થનાર પ્રત્યેક બુદ્ધ કે સ્વયંબુદ્ધને તે બંને ચારિત્રની આવશ્યકતા હોતી નથી. સંયતોમાં તીર્થ:સંયત
તીર્થમાં | અતીર્થમાં સામાયિક, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત
છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ (૯) લિંગ દ્વાર :२३ सामाइयसंजए णं भंते ! किं सलिंगे होज्जा, अण्णलिंगे होज्जा, गिहिलिंगे होज्जा? गोयमा ! जहा पुलाए । एवं छेओवट्ठावणिए वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત શું સ્વલિંગમાં, અન્યલિંગમાં કે ગૃહસ્થલિંગમાં હોય છે? ઉત્તર-હે ગૌતમ! સર્વવર્ણન પુલાકની સમાન જાણવું. આ જ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા. २४ परिहारविसुद्धियसंजए णं भंते ! पुच्छा? गोयमा !दव्वलिंग पि भावलिंग पि पडुच्च सलिंगे होज्जा, णो अण्णलिंगे होज्जा, णो गिहिलिंगे होज्जा । सेसा जहा सामाइयसजए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પરિહાર વિશુદ્ધ સંયત, સ્વલિંગમાં, અન્યલિંગમાં કે ગૃહસ્થલિંગમાં હોય છે? ઉત્તર- હે ગૌતમ ! દ્રવ્યલિંગ અને ભાવલિંગની અપેક્ષાએ સ્વલિંગમાં જ હોય છે, અન્યલિંગ કે ગૃહસ્થલિંગમાં હોતા નથી. સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત બંને સંયત સામાયિક સંયતની સમાન છે. સંયતોમાં લિંગ :સંયત
દ્રવ્યલિંગ
ભાવલિંગ
અન્યલિંગ ગૃહસ્થલિંગ| સ્વલિંગ | સ્વલિંગ સામાયિક, છેદોષસ્થાનપનીય, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત છે |
| પરિહાર વિશુદ્ધ