________________
૩૬૮
શ્રી ભગવતી સૂત્ર-૫
પ્રવચન માતાનું જ્ઞાન ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન કષાયકુશીલની સમાન જાણવું. આ જ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા.
२० परिहारविसुद्धियसंजए णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं णवमस्स पुव्वस्स तइयं आयारवत्थु, उक्कोसेणं असंपुण्णाइंदस पुव्वाइंअहिज्जेज्जा । सुहमसंपरायसंजए जहा सामाइयसजए। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! પરિવાર વિશુદ્ધ સંયત કેટલું શ્રુત ભણે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ અને ઉત્કૃષ્ટ દેશોન(કંઈક ઓછું) દશ પૂર્વ ભણે છે. સૂક્ષ્મ સંપરાય સંયત, સામાયિક સંયતની સમાન છે.
२१ अहक्खायसंजए णं भंते ! पुच्छा? गोयमा !जहण्णेणं अट्ठ पवयणमायाओ, उक्कोसेणं चोद्दस पुव्वाइं अहिज्जेज्जा,सुयवइरित्ते वा होज्जा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! યથાખ્યાત સંયત કેટલું કૃત ભણે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય આ પ્રવચન માતાનું જ્ઞાન અને ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વ ભણે છે અથવા શ્રુત વ્યતિરિક્ત (કેવળી) હોય છે. વિવેચન :
સંયમ પાલન માટે અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન અનિવાર્ય છે. તેથી કોઈપણ સંયતને જઘન્ય અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન હોય છે અને ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન ચૌદપૂર્વનું હોય છે. તેથી સામાયિક, છેદોપસ્થાપનીય અને સૂથમપરાય સંયત, આ ત્રણેયમાં જઘન્ય આઠ પ્રવચન માતા અને ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વનું જ્ઞાન હોય છે. પરિહાર વિશુદ્ધ સંયત જઘન્ય નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ અને ઉત્કૃષ્ટ અસંપૂર્ણ દશ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. યથાખ્યાત સયત જો નિગ્રંથ હોય, તો તેને જઘન્ય આઠ પ્રવચન માતાનું જ્ઞાન અને ઉત્કૃષ્ટ ૧૪ પૂર્વનું જ્ઞાન હોય છે અને જો તે સ્નાતક હોય તો તે શ્રુતવ્યતિરિક્ત અર્થાત્ શ્રુત રહિત હોય છે. કેવલીને શ્રુતજ્ઞાન હોતું નથી. તેને કેવલજ્ઞાન હોય છે. સંયતોમાં શ્રુતઃસયત
જઘન્યકૃત | ઉત્કૃષ્ટદ્ભુત સામાયિક, છેદોપસ્થાપનીય, સૂક્ષ્મ સંપરાય
પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ | ૧૪ પૂર્વ પરિહાર વિશુદ્ધ
૯ માં પૂર્વની ત્રીજી વસ્તુ | દેશોન ૧૦ પૂર્વ | યથાખ્યાત
પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ | ૧૪ પૂર્વી શ્રુત વ્યતિરિક્ત (૮) તીર્થ દ્વાર :
२२ सामाइयसंजए णं भंते ! किं तित्थे होज्जा, अतित्थे होज्जा? गोयमा !तित्थेवा होज्जा, अतित्थेवा होज्जा, एवं जहा कसाय कुसीले। छेओवट्ठावणिए परिहारविसुद्धिए य जहा पुलाए, सेसा जहा सामाइयसजए। ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત શું તીર્થમાં હોય કે અતીર્થમાં હોય? ઉત્તર- હે ગૌતમ! તીર્થમાં પણ હોય છે અને અતીર્થમાં પણ હોય છે. ઈત્યાદિ સર્વ કથન કષાયકુશીલની સમાન છે.