________________
૩ss
શ્રી ભગવતી સૂત્ર-૫
|
x T
|
X |
X | X | X |
|
X |
}]}| | = | x1
X |
|•| x | = | x1
X |
X |
X | X]
|
|
સંયતોમાં નિગ્રંથ :
સંયત | મુલાક બકુશ | પ્રતિસેવના | કષાયકુશીલ, નિગ્રંથ | નાતક સામાયિક | Y છેદોપસ્થા | પરિહાર વિ. | સૂક્ષ્મ સંપરાય | યથાખ્યાત (૬) પ્રતિસેવના દ્વાર:|१६ सामाइयसंजए णं भंते ! किं पडिसेवए होज्जा, अपडिसेवए होज्जा? गोयमा ! पडिसेवए वा होज्जा,अपडिसेवए वा होज्जा। जइ पडिसेवए होज्जा-किंमूलगुणपडिसेवए होज्जा? गोयमा !सेस जहा पुलागस्स । जहा सामाइयसंजए एवं छेओवट्ठावणिए वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! સામાયિક સંયત શું પ્રતિસેવી હોય છે કે અપ્રતિસેવી ? ઉત્તર- હે ગૌતમ! પ્રતિસવી પણ હોય છે અને અપ્રતિસેવી પણ હોય છે. પ્રશ્ન- હે ભગવન્! જો પ્રતિસેવી હોય છે, તો શું મુલગુણ પ્રતિસેવી હોય છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! શેષ કથન પુલાકની સમાન છે. સામાયિક સંયતની સમાન છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા. १७ परिहारविसुद्धियसंजएणं भंते !पुच्छा?गोयमा !णोपडिसेवए होज्जा,अपडिसेवए होज्जा । एवं जावअहक्खायसंजए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પરિહાર વિશુદ્ધ સંયત પ્રતિસેવી હોય છે કે અપ્રતિસવી? ઉત્તર- હે ગૌતમ!પરિહાર વિશુદ્ધ સંયત પ્રતિસેવી નથી, અપ્રતિસેવી હોય છે. આ રીતે સૂમ સંપરાય અને યથાખ્યાત સંયત પણ અપ્રતિસવી છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચે ચારિત્રમાં દોષ સેવન-અસેવનનું નિરુપણ છે.
સામાયિક અને છેદોષસ્થાપનીય ચારિત્ર દીર્ઘકાલીન છે. તેમાં સ્થવિરકલ્પી આબાલવૃદ્ધ બધા સાધકો હોય છે તેમજ તેમાં પુલાક, બકુશ અને પ્રતિસેવના ત્રણે પ્રતિસવી નિયંઠા છે તે કારણે આ બંને ચારિત્ર પ્રતિસેવી છે. તેમાં મૂલગુણ અને ઉત્તરણ બંનેમાં દોષનું સેવન થાય છે અને અપ્રતિસેવી કષાય કશીલ નિગ્રંથ પણ આ બંને ચારિત્રમાં હોય છે તેની અપેક્ષાએ તે અપ્રતિસેવી પણ હોય છે.
પરિહાર વિશદ્ધ ચારિત્રવાળા વિશિષ્ટ તપ સાધનામાં હોય છે તે કોઈ દોષ સેવન કરતા નથી. માટે અપ્રતિસવી છે.
સૂથમ સપરાય અને યથાખ્યાત સંયત પ્રમાદ અને કષાયના અભાવે કોઈ દોષ સેવન કરતા નથી, માટે માત્ર અપ્રતિસેવી હોય છે.