________________
શતક-૨૫: ઉશક-૭
૩૬૫]
(૫) નિગ્રંથ દ્વાર:१३ सामाइयसंजए णं भंते ! किं पुलाए होज्जा, बउसे जाव सिणाए होज्जा? गोयमा!पुलाए वा होज्जा, बउसे जावकसायकुसीलेवा होज्जा,णोणियंठे होज्जा, णो सिणाए होज्जा । एवं छेओवट्ठावणिए वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત શું પુલાક, બકુશ વાવ સ્નાતક હોય છે? ઉત્તરહે ગૌતમ! તે પુલાક, બકુશ યાવત્ કષાયકુશીલ હોય છે પરંતુ નિગ્રંથ અને સ્નાતક હોતા નથી. આ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા. १४ परिहारविसुद्धियसंजए णं भंते! पुच्छा? गोयमा!णोपुलाए, णोबउसे, णो पङिसेवणाकुसीले होज्जा, कसायकुसीले होज्जा, णो णियंठे होज्जा, णो सिणाए होज्जा। एवं सुहुमसंपराए वि। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પરિવાર વિશુદ્ધ સંયત, પુલાક યાવતુ સ્નાતક હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે પલાક, બકુશ, પ્રતિસેવનાશીલ, નિગ્રંથ અને સ્નાતક હોતા નથી પરંતુ કષાયકુશીલ હોય છે. આ રીતે સૂક્ષ્મ સંપરાય પણ જાણવા.
१५ अहक्खायसंजएणंभंते !पुच्छा?गोयमा !णोपुलाएहोज्जा जावणोकसायकुसीले હોન્ના,ણિયવાહોન્ના, સિગાવા હોન્ના / ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! યથાખ્યાત સંયત શું પુલાક યાવતું સ્નાતક હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે પુલાક યાવતુ કષાયકુશીલ હોતા નથી પરંતુ નિગ્રંથ અથવા સ્નાતક હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ ચારિત્રમાં મુલાકાદિષ્ટપ્રકારના નિગ્રંથોનું કથન કર્યું છે. પુલ પરિણામ વારિત્રત્વના પુલાકાદિ નિગ્રંથપણાના ભાવો પણ ચારિત્ર રૂપ જ છે. પાંચ ચારિત્ર અને છ પ્રકારના નિગ્રંથપણાના ભાવ પરસ્પર સાપેક્ષ છે. પાંચ ચારિત્રમાં ક્રમશઃ કયા કયા નિગ્રંથપણાના ભાવો હોય શકે છે? તેનું વિશ્લેષણ પ્રસ્તુત દ્વારમાં છે.
સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્રમાં પ્રથમના ચાર નિયંઠા હોય છે. આ બંને ચારિત્ર સરાગી હોય છે. તેથી નિગ્રંથ કે સ્નાતક બની શકતા નથી.
પરિહાર વિશદ્ધ અને સમસપરાય ચારિત્રમાં કષાયકુશીલનિગ્રંથ જ હોય છે કારણ કે પરિહાર વિશુદ્ધ ચારિત્ર એક વિશિષ્ટ પ્રકારની તપસાધના છે અને કમપરાય ચારિત્રમાં સૂક્ષ્મલોભનો ઉદય હોય છે, બાદર કષાયનો ઉદય નથી. આ બંને ચારિત્રોમાં દોષ સેવન થતું નથી. તેથી તેમાં અપ્રતિસવી એક માત્ર કષાયકુશીલપણું જ હોય છે. આ બંને ચારિત્ર સરાગી હોવાથી તેમાં નિગ્રંથ અને સ્નાતકપણું હોતું નથી.
યથાખ્યાત ચારિત્રમાં નિગ્રંથ અને સ્નાતક બંને નિયંઠા હોય છે, અગિયારમા, બારમા ગુણસ્થાને નિગ્રંથ અને તેરમા, ચૌદમા ગુણસ્થાને સ્નાતક હોય છે.