________________
૩૬૪ ]
શ્રી ભગવતી સત્ર-૫
होज्जा । एवं परिहास विसुद्धियसंजए वि । सेसा जहा सामाइयसंजए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! છેદોપસ્થાપનીય સંયત શું સ્થિત કલ્પમાં હોય છે કે અસ્થિત કલ્પમાં હોય છે? ઉત્તર- હે ગૌતમ!સ્થિત કલ્પમાં હોય છે, અસ્થિત કલ્પમાં નથી. આ રીતે પરિહારવિશુદ્ધ સંયત પણ જાણવા. સૂમ સંપરાય અને યથાખ્યાત સયતનું કથન સામાયિક સંયતની સમાન છે. १२ सामाइयसंजए णं भंते ! किं जिणकप्पेहोज्जा,थेरकप्पेहोज्जा,कप्पाईए होज्जा? गोयमा ! जिणकप्पेवा होज्जा, जहा कसायकुसीले तहेवणिरवसेस । छेओवट्ठावणिओ परिहारविसुद्धिओय जहा बउसो, सेसा जहा णियठे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! સામાયિક સંયત જિનકલ્પમાં હોય છે, સ્થવિર કલ્પમાં હોય છે કે કલ્પાતીત હોય છે? ઉત્તર- હે ગૌતમ! જિનકલ્પમાં હોય છે, ઇત્યાદિ સંપૂર્ણ કથન કષાય કુશીલની સમાન છે. છેદોપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધ સંયતનું કથન બકુશની સમાન છે. સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત સંયત નિગ્રંથની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સયતોમાં કલ્પનું નિરૂપણ છે. સ્થિત-અસ્થિત બે કલ્પમાંથી - સામાયિક ચારિત્ર, સુક્ષ્મ સંપરાય ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર સર્વ તીર્થકરોના શાસન કાળમાં હોય છે. તેથી તે ત્રણેય ચારિત્રમાં સ્થિતકલ્પ અને અસ્થિતકલ્પ બંને હોય છે. છેદોપસ્થાનીય અને પરિહાર વિશુદ્ધ ચારિત્ર પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં જ હોય છે અને ત્યારે સ્થિતકલ્પ જ હોય છે. તેથી તે બે ચારિત્રમાં એક સ્થિતકલ્પ હોય છે આ બે ચારિત્રમાં દશે ય કલ્પનું પાલન
અનિવાર્ય હોય છે. જિનકલ્પ આદિ ત્રણકલ્પમાંથી - સામાયિક ચારિત્રમાં જિનકલ્પ, વિરકલ્પ અને કલ્પાતીત, આ ત્રણે ય કલ્પ હોય છે. તીર્થકરોની અપેક્ષાએ તે કલ્પાતીત હોય છે.
છેદોષસ્થાનીય અને પરિહાર વિશદ્ધ સંયતમાં બે કલ્પ હોય છે. તે કલ્પાતીત હોતા નથી. કારણ કે તીર્થકરોને સામાયિક ચારિત્ર હોય છે. પરંતુ આ બંને ચારિત્રો હોતા નથી.
સૂમ સંપરાય અને યથાખ્યાત સંયત કલ્પાતીત જ હોય છે. કલ્પની મર્યાદા સરાગી સાધકોને માટે જ છે. સૂક્ષ્મ સંપરાય સંયતને પણ સૂક્ષ્મ લોભનો જ ઉદય હોય છે. તેમાં બાદર કષાયનો ઉદય નથી તેથી તેને કલ્પમર્યાદા હોતી નથી અને યથાખ્યાત ચારિત્ર તો વીતરાગાવસ્થામાં જ હોય છે. તેથી તેઓ પણ કલ્પાતીત હોય છે. સયતોમાં કલ્પ:
સંયત સ્થિત કહ૫ | અસ્થિત ક૫ જિન કલ્પ | સ્થવિર કહ૫ | કપાતીત સામાયિક છેદોપસ્થાપનીય પરિહાર વિશુદ્ધ | સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત 7 | 8 | X | x