________________
શતક-૨૫: ઉદ્દેશક-૬
[ ૩૫૫]
પણ વિષયમાં નિશ્ચિત સંખ્યાનું કથન શક્ય ન હોય ત્યારે શાસ્ત્રકાર પુત્ત શબ્દનો પ્રયોગ કરે છે. પુર શબ્દ બહુવાચી છે તેમાં બે કે બે થી આગળની અનેક સંખ્યાનો સમાવેશ થાય છે. દર શબ્દની છાયા કરીને તેનો અર્થ એ થી નવ કરવાની પ્રચલિત પરંપરા છે. ટીકાકારે પણ આવો અર્થ પ્રતિપાદિત કર્યો છે. કોઈક સ્થાનવિશેષ માટે તે અર્થ સંગત થતો હોય પરંતુ બધે તે અર્થ સંગત થતો નથી. માટે પુર શબ્દનો અર્થ “અનેક” કરવો ઉચિત છે. બકશ-પ્રતિસેવના કશીલ :- પ્રતિપદ્યમાન જીવો ક્યારેક હોય છે ક્યારેક હોતા નથી. જો હોય તો જઘન્ય ૧, ૨, ૩, ઉત્કૃષ્ટ અનેક સો હોય છે અર્થાત્ ભાવથી બકુશપણાને પ્રાપ્ત કરનારા એક સાથે ઉત્કૃષ્ટ અનેક સો થઈ શકે છે. પૂર્વ પ્રતિપન્ન શાશ્વત છે. તે જઘન્ય અને ઉત્કૃષ્ટ અનેક સો ક્રોડ હોય છે. પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ટની સંખ્યા મોટી હોય છે.
કષાય કુશીલ પ્રતિપદ્યમાન અશાશ્વત છે અને પૂર્વપ્રતિપન્ન શાશ્વત છે.નિગ્રંથ-પ્રતિપદ્યમાન અને પૂર્વપ્રતિપન્ન બંને પ્રકારના જીવો અશાશ્વત છે. સ્નાતક- તે પ્રતિપદ્યમાન અશાશ્વત છે. પૂર્વ પ્રતિપન્ન શાશ્વત હોય છે. નિગ્રંથોની સંખ્યા :| | પ્રતિપદ્યમાન
|
પૂર્વપ્રતિપન્ન 1 નામ | જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ | પુલાક | x ૧, ૨, ૩ | અનેક સો | x ૧,૨,૩ | અનેક હજાર બકુશ x/ ૧, ૨, ૩
અનેક સો | | અનેક સો ક્રોડ | અનેક સો ક્રોડ પ્રતિસેવનાકુશીલ | x/ ૧, ૨, ૩
અનેક સો | અનેક સો કોડ | અનેક સો કોડ કષાયકુશીલ x/ ૧, ૨, ૩ | અનેકહજાર | અનેક હજાર ક્રોડ | અનેક હજાર ક્રોડ નિગ્રંથ x/ ૧, ૨, ૩ |
x/ ૧,૨,૩ અનેક સો સ્નાતક | x ૧, ૨, ૩ | ૧૦૮ | અનેક ક્રોડ | અનેક ક્રોડ
* x = કદાચિત્ ન થાય, કદાચિત્ થાય તો.
પ્રતિપદ્યમાન સર્વ નિગ્રંથો તેમજ પૂર્વ પ્રતિપન્ન પુલાક અને નિગ્રંથ કદાચિત્ હોય, કદાચિતું ન હોય; જો હોય તો ઉપરોક્ત રાશિ પ્રમાણ હોય છે.
છએ નિગ્રંથ મળીને તેનું પરિમાણ અનેક હજાર ક્રોડ હોય છે અને માત્ર કષાયકુશીલનું પરિમાણ પણ અનેક હજાર ક્રોડ છે. તેમ છતાં કોઈ વિરોધ નથી. કારણ કે અનેક હજાર ક્રોડ શબ્દ બહુ વ્યાપક છે. તેથી કષાય કુશીલના અનેક હજાર ક્રોડ પરિમાણમાં અન્ય નિગ્રંથોની રાશિને ઉમેરતાં પણ અનેક હજાર ક્રોડ જ રહે છે. (૩૬) અલ્પબદુત્વ:१६२ एएसिणं भंते ! पुलागबउसपडिसेवणाकुसील-कसायकुसील-णियंठसिणायाणं कयरे कयरहितो अप्पा वा जावविसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा णियंठा, पुलाया संखेज्जगुणा, सिणाया संखेज्जगुणा, बउसा संखेज्जगुणा, पडिसेवणाकुसीला संखेज्जगुणा, कसायकुसीला संखेज्जगुणा। ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતક,
૧૨