________________
૩૫૪]
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બકુશ એક સમયમાં કેટલા હોય છે? ઉત્તર-હે ગૌતમ! પ્રતિપદ્યમાન બકશ કદાચિત હોય છે અને કદાચિતુ હોતા નથી. જો હોય તો જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક સો હોય છે. પૂર્વપ્રતિપન્ન બકુશ જઘન્ય, ઉત્કૃષ્ટ અનેક સો કરોડ હોય છે. આ રીતે પ્રતિસેવના કુશીલ પણ જાણવા. १५९ कसायकुसीला णं भंते ! पुच्छा? गोयमा ! पडिवज्जमाणए पडुच्च सिय अत्थि, सिय णत्थि । जइ अत्थि जहण्णेणं एक्को वा दोवा तिण्णि वा, उक्कोसेणं सहस्सपहुत्त। पुव्वपडिवण्णए पडुच्च जहण्णेणं कोडिसहस्सहुत्तं, उक्कोसेणं वि कोडिसहस्सपहुत्तं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કષાયકુશીલ એક સમયમાં કેટલા હોય છે? ઉત્તર- હે ગૌતમ ! પ્રતિપદ્યમાન કષાયકુશીલ કદાચિતુ હોય છે અને કદાચિત હોતા નથી. જો હોય તો જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક હજાર હોય છે. પૂર્વપ્રતિપન્ન કષાયકુશીલ જઘન્ય અને ઉત્કૃષ્ટ અનેક હજાર ક્રોડા હોય છે. १६० णियंठाणंभंते !पुच्छा?गोयमा ! पडिवज्जमाणए पडुच्च सिय अस्थि,सियणत्थि, जइ अत्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं बावटुं सतं- अट्ठसयं खवगाणं, चउप्पण्णं उवसामगाणं। पुव्वपडिवण्णए पडुच्च सिय अत्थि, सिय णत्थि । जइ अत्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं सयपुहुत्तं।। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્!નિગ્રંથ એક સમયમાં કેટલા હોય છે? ઉત્તર-હે ગૌતમ! પ્રતિપદ્યમાન નિગ્રંથ કદાચિતું હોય છે અને કદાચિત્ હોતા નથી. જો હોય, તો જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ ૧૨ હોય છે. તેમાં ક્ષપક શ્રેણીવાળા ૧૦૮ અને ઉપશમ શ્રેણીવાળા ૫૪, બંને મળીને ૧૬૨ થાય છે. પૂર્વ પ્રતિપન્ન નિગ્રંથ કદાચિત્ હોય છે અને કદાચિત્ હોતા નથી, જો હોય તો જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક સો હોય છે. १६१ सिणाया णं भंते ! पुच्छा? गोयमा ! पडिवज्जमाणए पडुच्च सिय अत्थि, सिय पत्थि; जइ अत्थि जहण्णेणं एक्कोवा दोवा तिण्णि वा, उक्कोसेणं अट्ठसयं । पुव्वपडिवण्णए पडुच्च जहण्णेणं कोडिपुहुत्तं, उक्कोसेणं वि कोडिपुहुत्तं । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! સ્નાતક એક સમયમાં કેટલા હોય છે? ઉત્તર-હે ગૌતમ! પ્રતિપદ્યમાન સ્નાતક કદાચિતું હોય છે, કદાચિત્ હોતા નથી. જો હોય તો, જઘન્ય એક, બે, અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ ૧૦૮ હોય છે. પૂર્વપ્રતિપન્ન જઘન્ય અનેક ક્રોડ હોય છે અને ઉત્કૃષ્ટ પણ અનેક ક્રોડ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પુલાક આદિ નિગ્રંથપણાને પ્રાપ્ત કરનાર અને પૂર્વે પ્રાપ્ત થયેલા જીવોની સંખ્યાનું નિરૂપણ છે. પુલાક - અનેક જીવોની અપેક્ષાએ પણ પુલાક અવસ્થા શાશ્વત નથી. તેથી તેમાં પ્રતિપદ્યમાન અને પૂર્વપ્રતિપન્ન બંને પ્રકારના જીવો ક્યારેક હોય છે અને ક્યારેક હોતા નથી. તેની સંખ્યા ભાવાર્થથી સ્પષ્ટ છે. પુદત્ત :- આ જૈન પારિભાષિક શબ્દ છે. તેનો પ્રયોગ અનેક સંખ્યાવાચી શબ્દના અર્થમાં થાય છે. કોઈ