________________
૩૫૬ |
શ્રી ભગવતી સૂત્ર-૫
આ છ પ્રકારના નિગ્રંથોમાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડાનિગ્રંથ છે. તેનાથી પુલાક સંખ્યાતગુણા છે, તેનાથી સ્નાતક સંખ્યાતગુણા છે, તેનાથી બકુશ સંખ્યાતગુણા છે, તેનાથી પ્રતિસેવનાકુશીલ સંખ્યાતગુણા છે અને તેનાથી કષાયકુશીલ સંખ્યાતગુણા છે. llહે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે ! વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં છએ નિયંઠાઓની ઉત્કૃષ્ટ સંખ્યાની અપેક્ષાએ અલ્પબદુત્વનું કથન છે.
(૧) સર્વથી થોડા નિગ્રંથ છે. તે ઉત્કૃષ્ટ અનેક સો હોય છે. (૨) તેનાથી પુલાક સંખ્યાત ગુણા છે. તે અનેક હજાર હોય છે. (૩) તેનાથી સ્નાતક સંખ્યાત ગુણા છે. તે અનેક ક્રોડ હોય છે. (૪) તેનાથી બકુશ સંખ્યાત ગુણા છે. તે અનેક સો કોડ હોય છે. (૫) તેનાથી પ્રતિસેવનાકુશીલ સંખ્યાતગુણા છે. ઉત્કૃષ્ટમાં તે બંને અનેક સો ક્રોડ હોય છે. અનેક સો ની સંખ્યા અતિ વ્યાપક હોવાથી ઉત્કૃષ્ટ સંખ્યા સમયે બકુશથી પ્રતિસેવના કુશીલ સંખ્યાતગુણા હોય છે. (૬) પ્રતિસેવના કુશીલથી કષાયકુશીલ સંખ્યાત ગુણા છે કારણ કે તે અનેક હજાર ક્રોડ હોય છે. નિગ્રંથોનું અલ્પબદુત્વઃમુલાક બકુશ પ્રતિસેવના | કષાયકુશલ
નિગ્રંથ
નાતક
સુશીલ
સંખ્યાતગુણા સંખ્યાતગુણા | સંખ્યાતગુણા | સંખ્યાતગુણા |
સંખ્યાતગુણા અનેક હજાર | અનેક સો ક્રોડ | અનેક સો ક્રોડ | અનેક હજાર ક્રોડ | અનેક સો | અનેક કોડ છ નિયંઠામાં જ્ઞાતવ્ય નોંધ:
(૧) પલાક લબ્ધિ સ્ત્રીને પ્રાપ્ત થતી નથી (૨) પુલાક લબ્ધિપ્રયુક્ત શ્રમણનું સંહરણ થતું નથી. (૩) પુલાક લબ્ધિનો પ્રયોગ કર્મભૂમિના ક્ષેત્રમાં જ થાય છે (૪) પાંચમા આરાના જન્મેલા મનુષ્યોને પુલાક લબ્ધિ હોતી નથી (૫) પુલાક અવસ્થામાં આયુષ્યનો બંધ થતો નથી (૬) જુલાકમાં ત્રણ સમુદ્ધાત હોય છે. પુલાક, બકુશ, પ્રતિસેવના કુશીલમાં ત્રણ પ્રશસ્ત લેશ્યા જ હોય છે (૭) પુલાક, બકુશ કે પ્રતિસેવનાકુશીલ અહમેન્દ્રની પદવી પામી શકતા નથી (૮) પુલાક લબ્ધિના પ્રયોગ સમયે અન્ય કોઈ પણ લબ્ધિનો પ્રયોગ થતો નથી (૯) આહારક શરીરી અવશ્ય કષાયકુશીલ જ હોય છે (૧૦) મન:પર્યવજ્ઞાની કષાયકશીલ અથવા નિગ્રંથ હોય છે (૧૧) પુલાક અને નિગ્રંથ બે નિયંઠા અશાશ્વત છે (૧૨) સ્ત્રી નપુંસકને એક પણ નિયંઠા હોતા નથી (૧૩) નિગ્રંથ નિયંઠામાં એકે ય સમઘાત નથી.
|| શતક-રપ/૬ સંપૂર્ણ