________________
૩૫ર |
શ્રી ભગવતી સૂત્ર-૫
વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં પુલાક આદિ નિગ્રંથોના શરીર લોકના કેટલા ભાગને અવગાહિત કરે છે? તેનું સ્પષ્ટીકરણ કર્યું છે. પુલાક આદિ પ્રથમ પાંચ નિગ્રંથોના શરીર લોકના અસંખ્યાતમા ભાગને અવગાહિત કરે છે. કારણ કે કોઈપણ મનુષ્યનું શરીર લોકના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. સ્નાતક, કેવલી સમુદ્યાત કરે, ત્યારે દંડ, કપાટ અવસ્થામાં હોય ત્યારે લોકના અસંખ્યાતમા ભાગને અવગાહિત કરે છે, મંથાન અવસ્થામાં બહુ ભાગને વ્યાપ્ત કરે છે અને થોડો ભાગ અવ્યાપ્ત રહે છે, તેથી અસંખ્યાત ભાગોને વ્યાપ્ત કરે છે અને જ્યારે આંતરા પૂરીને સમગ્ર લોકને વ્યાપ્ત કરે છે ત્યારે સંપૂર્ણ લોકમાં હોય છે. નિગ્રંથોમાં ક્ષેત્રાવગાહના :નિગ્રંથ સંખ્યાતમો | સંખ્યાતમા | અસંખ્યાતમો | અસંખ્યાત સંપૂર્ણ
ભાગ | ભાગો | ભાગ | ભાગો
પ્રથમ પાંચ
સ્નાતક
(૩૩) ક્ષેત્ર-સ્પર્શના દ્વાર :१५३ पुलाएणं भंते !लोगस्स किं संखेज्जइभागंफुसइ, असंखेज्जइभागंफुसइ, पुच्छा? गोयमा !जहा ओगाहणा भणिया तहा फुसणा विभाणियव्वा जावसिणाए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પુલાક શું લોકના સંખ્યાતમા ભાગનો સ્પર્શ કરે છે કે અસંખ્યાતમાં ભાગનો સ્પર્શ કરે છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! અવગાહના અનુસાર સ્પર્શના પણ જાણવી જોઈએ. આ રીતે સ્નાતક પર્યત જાણવું. વિવેચન :
ક્ષેત્ર અનુસાર સ્પર્શના છે, તેમ છતાં તેમાં વિશેષતા છે, શરીર જેટલા પ્રદેશોને અવગાહિત કરીને રહે છે, તે ક્ષેત્રને ક્ષેત્રાવગાહના કહે છે, અવગાઢ ક્ષેત્ર અને તેનું પાર્શ્વવર્તી ક્ષેત્ર જેની સાથે શરીર પ્રદેશોનો સ્પર્શ થઈ રહ્યો છે, તે સંપૂર્ણ ક્ષેત્રને સ્પર્શના ક્ષેત્ર કહે છે. તેથી અવગાહના ક્ષેત્રથી સ્પર્શનાનું ક્ષેત્ર કંઈક અધિક થાય છે. (૩૪) ભાવ દ્વાર :१५४ पुलाए णं भंते ! कयरम्मि भावे होज्जा? गोयमा ! खओवसमिए भावे होज्जा । एवं जावकसायकुसीले। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાક કયા ભાવમાં હોય છે? ઉત્તર- હે ગૌતમ! ક્ષાયોપથમિક ભાવમાં હોય છે. આ રીતે કષાયકુશલ પર્યત જાણવું. १५५ णियंठे णं भंते ! पुच्छा ? गोयमा ! उवसमिए भावे वा होज्जा, खइए भावे वा હોના I