________________
શતક-૨૫: ઉદ્દેશક-૬
| ૩૫૧ |
નિગ્રંથ
પ્રથમ છ
મારણાંતિક, વૈક્રિય, તેજસ, આહારક અને કેવલી. પુલાકને પ્રથમ ત્રણ સમુદ્યાત હોય છે. પુલાકને સંજ્વલન કષાયનો ઉદયહોવાથી કષાય સમુઘાતની સંભાવના છે. પુલાક અવસ્થામાં મારણાંતિક સમુદ્ધાત પણ હોય છે અને વેદનીય કર્મનો વિશિષ્ટ ઉદય હોવાથી વેદના સમુદ્યાત પણ હોય શકે છે. આ રીતે તેમાં પ્રથમ ત્રણ સમુદ્યાત હોય છે. પુલાક અવસ્થામાં વૈક્રિય આદિ અન્ય લબ્ધિ પ્રયોગની સંભાવના ન હોવાથી અન્ય સમુદ્યાત નથી. બકુશ અને પ્રતિસેવના કુશીલને પ્રથમ પાંચ સમુદ્યાત હોય છે. તે બંને નિગ્રંથને આહારક લબ્ધિ કે કેવળજ્ઞાન ન હોવાથી અંતિમ બે સમુદ્યાત નથી. કષાય કુશીલને આહારક લબ્ધિ પણ હોય શકે છે તેથી તેને પ્રથમના છ સમુદ્યાત હોય છે.
નિગ્રંથને તથાપ્રકારના સ્વભાવથી જ એક પણ સમુદ્યાત નથી. સ્નાતક કેવળી હોવાથી તેમાં એક કેવળી સમુદ્દઘાત હોય છે. નિયંઠામાં સમદુઘાત :
સમુદુધાત પુલાક
પ્રથમ ત્રણ બકુશ, પ્રતિસેવના
પ્રથમ પાંચ કષાય કુશીલ નિગ્રંથ સ્નાતક
કેવળી સમુદ્રઘાત (૩ર) ક્ષેત્રાવગાહના દ્વાર:१५१ पुलाए णं भंते ! लोगस्स किं संखेज्जइभागे होज्जा, असंखेज्जइभागे होज्जा, संखेज्जेसु भागेसु होज्जा, असंखेज्जेसु भागेसुहोज्जा, सव्वलोए होज्जा? गोयमा !णो संखेज्जइभागे होज्जा, असंखेज्जइभागे होज्जा, णो संखेज्जेसु भागेसु होज्जा, णो असंखेज्जेसु भागेसु होज्जा, णो सव्वलोए होज्जा । एवं जावणियंठे। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પુલાક શું લોકના સંખ્યાતમા ભાગમાં હોય છે, અસંખ્યાતમા ભાગમાં હોય છે, સંખ્યાત ભાગોમાં હોય છે, અસંખ્યાતભાગોમાં હોય છે કે સંપૂર્ણ લોકમાં હોય છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાતમા ભાગમાં નથી, અસંખ્યાતમા ભાગમાં હોય છે, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં કે સંપૂર્ણ લોકમાં પણ નથી. આ રીતે નિગ્રંથ પર્યત જાણવું. १५२ सिणाए णं भंते ! पुच्छा? गोयमा !णो संखेज्जइभागे होज्जा, असंखेज्जइभागे होज्जा, णो संखेज्जेसु भागेसु होज्जा, असंखेज्जेसु भागेसु होज्जा, सव्वलोए वा होज्जा। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! સ્નાતક શું લોકના સંખ્યામાં ભાગમાં હોય છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તરહે ગૌતમ ! સંખ્યાતમા ભાગમાં અને સંખ્યાત ભાગોમાં નથી પરંતુ અસંખ્યાતમા ભાગમાં, અસંખ્યાત ભાગોમાં તથા સંપૂર્ણ લોકમાં હોય છે.