________________
શતક-૨૫: ઉદ્દેશક-૬
[ ૩૪૭ |
१३६ बउसे णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं देसूणा पुवकोडी। एवं पडिसेवणाकुसीले वि, कसायकुसीले वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બકુશપણે કેટલા કાલ પર્યત રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષ સુધી રહે છે. આ જ રીતે પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ પણ જાણવા. १३७ णियंठेणं भंते ! पुच्छा? गोयमा !जहण्णेणं एक्कंसमय, उक्कोसेणं अंतोमुहत्तं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નિગ્રંથપણે કેટલા કાલ પર્યત રહે છે? ઉત્તર-હે ગૌતમ!જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહે છે. १३८ सिणाए णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देसूणा પુષ્યવાહી ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સ્નાતકપણે કેટલા કાલ પર્યત રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષ સુધી રહે છે. વિવેચન :
પલાક લબ્ધિનો પ્રયોગ કરતાં મુનિને અંતર્મુહૂર્તનો સમય લાગે છે. અહીં અંતર્મુહૂર્તના કથનમાં બે મિનિટથી ૪૭ મિનિટ સુધીનો કોઈપણ સમય હોય શકે છે. તેથી જઘન્યમાં ઓછા સમયવાળું અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટમાં વધુ સમયવાળું અંતર્મુહૂર્ત હોય છે.
- બકુશ, પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલ આદિના ભાવોની પ્રાપ્તિ જીવનમાં સેંકડો વાર થાય તેમાં ક્યારેક એક સમય પછી પરિણામોનું પરિવર્તન થઈ જાય અથવા એક સમય પછી મૃત્યુ થઈ જાય તો જઘન્ય એક સમયની સ્થિતિ ઘટી શકે છે અને પૂર્વકોટિ વર્ષના આયુષ્યવાળા સાધિક આઠ વર્ષે સંયમ અંગીકાર કરે તો ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષ સુધી બકુશપણું આદિ રહે છે.
નિગ્રંથનો જઘન્યકાલ એક સમય છે. ઉપશાંતમોહ ગુણસ્થાનવર્સી નિગ્રંથ પ્રથમ સમયમાં જ મૃત્યુને પ્રાપ્ત થાય ત્યારે એક સમયની સ્થિતિ થાય છે. ઉત્કૃષ્ટકાલ અંતર્મુહૂર્તનો છે તે અગિયારમા, બારમા ગુણસ્થાનની અંતર્મુહૂર્ત સ્થિતિ જ છે.
સ્નાતકની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. કોઈને આયુષ્યના અંતિમ અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થાય અને મોક્ષે જાય, તો જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ થાય છે અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષની સ્થિતિ છે. અનેક જીવોની અપેક્ષાએ સ્થિતિ:१३९ पुलाया णं भंते ! कालओ केवचिरं होति ? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવોની અપેક્ષાએ પુલાક નિગ્રંથો કેટલા કાલ પર્યત રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પર્યત રહે છે.