________________
૩૪૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
१४० बउसा णं भंते ! पुच्छा? गोयमा ! सव्वद्धं । एवं जावकसायकुसीला । णियंठा जहा पुलाया,सिणाया जहा बउसा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવોની અપેક્ષાએ બકશો કેટલા કાલ પર્યત રહે છે? ઉત્તર-હે ગૌતમ! સર્વોદ્ધા (સર્વકાલ) રહે છે. આ રીતે કષાયકુશીલ પર્યત જાણવું. નિગ્રંથ, નિયંઠા પુલાકની સમાન અને સ્નાતક, બકુશની સમાન સદાકાલ રહે છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં બહુવચનની અપેક્ષાએ છએ નિયંઠાની સ્થિતિનું પ્રતિપાદન છે. પુલાક – જ્યારે એક પુલાકની અંતર્મુહૂર્તની સ્થિતિનો અંતિમ સમય હોય, ત્યારે અન્ય મુનિ પુલાકપણું પ્રાપ્ત કરે, તો બંને પુલાકનો સદ્ભાવ એક સમય પર્યત સાથે રહે છે, તેથી બહુવચનની અપેક્ષાએ એક સમયની જઘન્ય સ્થિતિ ઘટિત થાય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. એક સમયે એક સાથે ઉત્કૃષ્ટ અનેક હજાર પુલાકો હોય શકે છે, અનેક જીવોની અપેક્ષાએ પણ તેની સ્થિતિ અંતર્મુહૂર્તની જ છે પરંતુ એક પુલાકની સ્થિતિના અંતર્મુહૂર્તથી અનેક પુલાકની સ્થિતિનું અંતર્મુહૂર્ત મોટું હોય છે.
બકુશ, પ્રતિસેવના કુશીલ, કષાય કુશીલ અને સ્નાતકની સ્થિતિ અનેક જીવોની અપેક્ષાએ સર્વકાલની છે કારણ કે છઠું, સાતમું અને તેરમું ગુણસ્થાન શાશ્વત છે. તે નિયંઠા હંમેશાં પ્રાપ્ત થાય છે.
નિગ્રંથોની સ્થિતિ અનેક જીવોની અપેક્ષાએ પણ પુલાકની સમાન છે. કારણ કે અગિયારમું બારમું ગુણસ્થાન અશાશ્વત છે. તેથી નિગ્રંથો ક્યારેક હોય અને ક્યારેક હોતા નથી. જ્યારે હોય ત્યારે તેની સ્થિતિ પુલાકની જેમ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની જ છે. નિગ્રંથોની સ્થિતિ :નિગ્રંથ
એક જીવની અપેક્ષાએ | અનેક જીવોની અપેક્ષાએ
જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ પુલાક
અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત | એક સમય | અંતર્મુહૂર્ત બકુશ, પ્રતિસેવના, કષાયકુશીલ, એક સમય દેશોન પૂર્વકોટિ વર્ષનું શાશ્વત શાશ્વત નિગ્રંથ
એક સમય | અંતર્મુહૂર્ત | એકસમય | અંતર્મુહૂર્ત સ્નાતક
અંતર્મુહૂર્ત દિશીન પૂર્વકોટિ વર્ષનું શાશ્વત | શાશ્વત (૩૦) અંતર દ્વાર:१४१ पुलागस्स णं भंते ! केवइयं कालं अंतर होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेण अणतंकाल-अणंताओ ओसप्पिणिउस्सप्पिणीओकालओ,खेत्तओ अवल पोग्गलपरियट्ट देसूणं । एवं जावणियंठस्स । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાકનું અંતર કેટલા કાલનું છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય