________________
૩૪૬
શ્રી ભગવતી સૂત્ર-૫
મુલાક:- કોઈ પુલાક લબ્ધિવાન સાધુ એક ભવની અપેક્ષાએ જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ત્રણ વાર જ પુલાક લબ્ધિનો પ્રયોગ કરી શકે છે તેનાથી અધિક વાર તે લબ્ધિનો પ્રયોગ કરી શકતા નથી અને અનેક ભવની અપેક્ષાએ જઘન્ય બે અને ઉત્કૃષ્ટ સાત વાર આવે છે. તેમાં પ્રથમ ભવમાં એક આકર્ષ અને બીજા ભવમાં એક આકર્ષ એમ અનેક(બે) ભવમાં જઘન્ય બે આકર્ષ ઘટિત થાય છે અનેક ભવોમાં ઉત્કૃષ્ટ સાત આકર્ષ થાય છે. તે કોઈપણ વિકલ્પથી ત્રણ ભવમાં થઈ શકે છે. અર્થાત્ ત્રણ ભવમાં– ૧,૩,૩, વાર; ૨,૩,૧ વાર; ૩,૩,૧ વાર તેમ કુલ સાત વાર જ પુલાક લબ્ધિનો પ્રયોગ કરી શકે છે. બકશ, પ્રતિસેવનાકશીલ અને કષાયકશીલ :- આ ત્રણે ય નિગ્રંથ અવસ્થા પરિણામોના પરિવર્તનના આધારે પ્રત્યેક ભવમાં સેંકડો વારની અપેક્ષાએ આઠ ભવમાં ઉત્કૃષ્ટ હજારો વાર થાય છે. નિગ્રંથ :- એક ભવની અપેક્ષાએ જઘન્ય એક અને ઉત્કૃષ્ટ બે વાર ઉપશમ શ્રેણી કરવાની અપેક્ષાએ બે વાર પ્રાપ્ત થાય છે અને અનેક ભવોની અપેક્ષાએ જઘન્ય બે અને ઉત્કૃષ્ટ પાંચ વાર પ્રાપ્ત થાય છે. તેમાં પ્રથમ ભવમાં ઉપશમ નિગ્રંથપણું બે વાર, બીજા ભવમાં પણ ઉપશમ નિગ્રંથપણું બે વાર અને ત્રીજા ભવમાં ક્ષપક નિગ્રંથપણું એક વાર, આ રીતે કુલ પાંચ વાર પ્રાપ્ત થાય છે. તેમાં મુલાકની જેમ અન્ય વિકલ્પ સંભવિત નથી. સ્નાતક-એક ભવની અપેક્ષાએ એક આકર્ષ થાય. તે જ ભવમાં તે સિદ્ધ થાય છે. તેથી તે અવસ્થા અનેક ભવોની અપેક્ષાએ પ્રાપ્ત થતી નથી.
આ કથન ભાવની અપેક્ષાએ છે. દ્રવ્યની અપેક્ષાએ તો એક ભવમાં એક જ વાર જીવનપર્યતનું ચારિત્ર અંગીકાર કરાય છે. ત્યાર પછી તેના ભાવોની તરતમતાના અને ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમની વિચિત્રતાના કારણે તેના પરિણામોમાં પરિવર્તન થયા કરે છે તેથી એક ભવમાં બકુશપણુ આદિ ઉત્કૃષ્ટ સેંકડો વાર અને ઘણા ભવોની અપેક્ષાએ ઉત્કૃષ્ટ હજારો વાર આવી શકે છે. નિગ્રંથોમાં ભવ અને આકર્ષ :નિગ્રંથ - ભવ | એક ભવમાં આકર્ષ | અનેક ભવમાં આકર્ષ
જ. | ઉ. | જશે. | ઉ. | જશે. ઉ. | મુલાક
૭ વાર બકુશ, પ્રતિસેવના, કષાયકુશીલ | ૧ | ૮ | ૧ અનેક સો વાર| ૨ | અનેક હજાર નિગ્રંથ
૧ | ૩ | ૧ | બે વાર | ૨ | પાંચ વાર સ્નાતક
| ૧ ૧ વાર
| અનેક ભવ નથી (ર૯) કાલ દ્વાર :१३५ पुलाए णं भंते ! कालओ केवचिरं होई? गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પુલાકપણે કેટલા કાલ પર્યત રહે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત સુધી રહે છે.