________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
૩૪૫ |
१२८ बउसस्स णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं एक्को, उक्कोसेणं सयग्गसो। एवं पडिसेवणाकुसीले वि, एवं कसायकुसीले वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બકુશના એક ભવમાં કેટલા આકર્ષ થાય છે અર્થાત્ બકુશપણું એક ભવમાં કેટલી વાર આવે છે? ઉત્તર- હે ભગવન્! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ સેંકડો આકર્ષ થાય છે. આ જ રીતે પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ પણ જાણવા. १२९ णियंठस्स णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं एक्को, उक्कोसेणं दोण्णि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નિગ્રંથપણું એક ભવમાં કેટલી વાર આવે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ બે વાર આવે છે. १३० सिण्णायस्स णं भंते ! पुच्छा? गोयमा ! एक्को। ભાવાર્થ:- પ્રશ્ન-હે ભગવન્! સ્નાતકપણું એક ભવમાં કેટલી વાર આવે છે? ઉત્તર-હે ગૌતમ! એક વાર આવે છે. १३१ पुलागस्स णं भंते !णाणाभवग्गहणीया केवइया आगरिसा पण्णत्ता? गोयमा ! जहण्णेण दोण्णि, उक्कोसेणं सत्त । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પુલાકપણું અનેક ભવોમાં કેટલી વાર આવે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય બે અને ઉત્કૃષ્ટ સાત વાર આવે છે. १३२ बउसस्सणं भंते ! पुच्छा? गोयमा !जहण्णेणं दोण्णि, उक्कोसेणंसहस्सग्गसो। एव जावकसायकुसीलस्स। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બકુશપણું અનેક ભવોમાં કેટલી વાર આવે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય બે અને ઉત્કૃષ્ટ હજારો વાર આવે છે. આ જ રીતે કષાય કુશલ પર્યત જાણવું. १३३ णियंठस्स णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं दोण्णि, उक्कोसेणं पंच । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નિગ્રંથપણું અનેક ભવોમાં કેટલી વાર આવે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય બે અને ઉત્કૃષ્ટ પાંચ વાર આવે છે. १३४ सिणायस्स णं भंते ! पुच्छा? गोयमा ! णत्थि एक्को वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! સ્નાતકપણે અનેક ભવોમાં કેટલી વાર આવે છે ? ઉત્તર– હે ગૌતમ! એક પણ વાર આવતું નથી. વિવેચનઃઆકર્ષ-આકર્ષશબ્દ જૈન પારિભાષિક શબ્દ છે. તત્રાળના વાત્રિથાિિલિ આકર્ષ એટલે ચારિત્રની પ્રાપ્તિ. પ્રસ્તુત દ્વારમાં પુલાકાદિ સંયમ એક ભવમાં કે અનેક ભવોમાં કેટલી વાર આવે છે? તે વિષયને સ્પષ્ટ કર્યો છે.