________________
૩૪૨
શ્રી ભગવતી સૂત્ર-૫
ઉપરોકત કોઈપણ ગુણસ્થાને અથવા કોઈપણ સંયત-નિગ્રંથમાં આયુષ્ય પૂર્ણ થઈ જાય તો તે સાધક સીધા ચોથા ગુણસ્થાનને અર્થાત્ અસંયમને પ્રાપ્ત કરે છે. પરંતુ સંયમના ઉક્ત ગુણસ્થાનોમાં મૃત્યુ પામનારા નિગ્રંથો સીધા પ્રથમ ગુણસ્થાનને પ્રાપ્ત કરતા નથી. નિગ્રંથોમાં માર્ગણા :
નિગળ | નિગ્રંથાવસ્થાની પ્રાપ્તિ નિગ્રંથ રહિત અવસ્થાની પ્રાપ્તિ પુલાકને છોડે તો કષાયકુશીલને
| અસંયમ બકુશને છોડે તો
પ્રતિસેવનાશીલ અને કષાયકીલને સંયમસંયમ કે અસંયમને પ્રતિસેવના કુશીલને છોડે તો કષાયકુશીલ અને બકુશને
સંયમસંયમ, અસંયમ કષાયકુશીલને છોડે તો નિગ્રંથ, પુલાક, બકુશ, પ્રતિસેવના કુળ ને સંયમસંયમ, અસંયમ નિગ્રંથને છોડે તો સ્નાતક અને કષાયકુશીલને
અસંયમ | સ્નાતકને છોડે તો
મોક્ષ (૨૫) સંજ્ઞા દ્વાર:१२० पुलाए णं भंते ! किं सण्णोवउत्ते होज्जा, णोसण्णोवउत्ते होज्जा? गोयमा ! णोसण्णोवउत्तेहोज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! મુલાક, સંજ્ઞોપયુક્ત(આહારાદિ સંજ્ઞામાં ઉપયોગવાન) હોય છે કે નોસંજ્ઞોપયુક્ત(આહારાદિ સંજ્ઞામાં ઉપયોગ રહિત) હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તે સંજ્ઞોપયુક્ત નથી, નોસંજ્ઞોપયુક્ત હોય છે. १२१ बउसेणंभंते ! पुच्छा?गोयमा !सण्णोवउत्तेवाहोज्जा,णोसण्णोवउत्तेवाहोज्जा। एवं पडिसेवणाकुसीले वि, एवं कसायकुसीले वि । णियठे सिणाए य जहा पुलाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! બકુશ, સંજ્ઞોપયુક્ત હોય છે કે નોસંજ્ઞોપયુક્ત હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે સંજ્ઞોપયુક્ત પણ હોય છે અને નોસંજ્ઞોપયુક્ત પણ હોય છે. આ જ રીતે પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ પણ જાણવા. નિગ્રંથ અને સ્નાતક પુલાકની સમાન નોસંજ્ઞોપયુક્ત હોય છે. વિવેચન :સંશોપયુક્ત :- આહારાદિ સંજ્ઞાના ઉપયોગ સહિત હોય અથવા આહારાદિની આસકિત સહિત હોય તે જીવોને સંજ્ઞોપયુક્ત કહે છે. નોસંશોપયુક્ત - આહારનો ઉપયોગ કરવા છતાં પણ આહારાદિમાં આસક્તિ રહિત હોય અથવા આહારાદિ સંજ્ઞાના ઉપયોગ રહિત હોય, તે જીવોને નોસંજ્ઞોપયુક્ત કહે છે. પુલાક, નિગ્રંથ અને સ્નાતક નોસંજ્ઞોપયુક્ત છે, તેમાં પુલાકને લબ્ધિ પ્રયોગ સમયે લબ્ધિ પ્રયોગની જ તલ્લીનતા હોવાથી આહારાદિ સંજ્ઞામાં ઉપયોગ હોતો નથી; નિગ્રંથ અને સ્નાતક વીતરાગી હોવાથી સંજ્ઞા નથી. બકુશ, પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ પ્રમત્તદશામાં સંજ્ઞોપયુક્ત હોય છે તેમજ અપ્રમતદશામાં નોસંજ્ઞોપયુક્ત હોય છે. કારણ કે અપ્રમત્ત સાધક આત્મ સ્વરૂપાદિનાચિંતનમાં કે સંયમ યોગોમાં તલ્લીન હોવાથી તેમને સંજ્ઞાઓમાં ઉપયોગ હોતો નથી.