________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
|| ૩૪૧ ]
પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ! કષાયકુશીલપણાનો ત્યાગ કરે છે અને પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ, નિગ્રંથ, અસંયમ અથવા સંયમસંયમપણાને પ્રાપ્ત કરે છે. ११८ णियंठेणं भंते ! पुच्छा? गोयमा !णियंठत्तंजहइ, कसायकुसीलंवा सिणायंवा असजमवा उवसपज्जइ । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! નિગ્રંથ નિગ્રંથપણાનો ત્યાગ કરે, ત્યારે શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ! નિગ્રંથપણાનો ત્યાગ કરે છે અને કષાયકુશીલ, સ્નાતક અથવા અસંયમપણાને પ્રાપ્ત કરે છે. ११९ सिणाए णं भंते ! पुच्छा? गोयमा ! सिणायत्तं जहइ, सिद्धिगई उवसंपज्जइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સ્નાતક, સ્નાતકપણાનો ત્યાગ કરે, ત્યારે શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે? ઉત્તર– હે ગૌતમ! સ્નાતકપણાનો ત્યાગ કરે છે અને સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે. વિવેચન :
- સાધક જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી તેના પરિણામોમાં હાનિ-વૃદ્ધિ થયા જ કરે છે અને તદ્દનુસાર તેની અવસ્થા પણ પરિવર્તિત થાય છે. પ્રસ્તુત ઉપસંપદત્યાગ દ્વારમાં છ પ્રકારના નિયંઠામાં કોઈ પણ રીતે પરિણામોનું પરિવર્તન થાય ત્યારે તે તે અવસ્થા છોડીને અન્ય કઈ અવસ્થાને પ્રાપ્ત કરે છે? તેનું સ્પષ્ટીકરણ છે અર્થાત્ આ દ્વારથી નિગ્રંથોની માર્ગણાનું કથન કર્યું છે. પુલાક – પુલાકપણાને છોડીને કષાયકુશીલપણાને પ્રાપ્ત કરે છે કારણ કે તે બંનેના જઘન્ય સંયમસ્થાનો એક સમાન છે. જો કોઈપણ કારણે તે નિગ્રંથપણાથી ટ્યુત થાય તો અસંયમભાવને પ્રાપ્ત કરે છે.
બકુશ અન્ય નિગ્રંથપણાને પ્રાપ્ત કરે તો પ્રતિસેવનાકુશીલ અથવા કષાયકુશીલપણાને પ્રાપ્ત કરે છે. જો કોઈપણ કારણે તે નિગ્રંથપણાથી ટ્યુત થાય તો અસંયમ અથવા સંયમસંયમને પ્રાપ્ત કરે છે.
પ્રતિસેવના કશીલ અન્ય નિગ્રંથપણાને પ્રાપ્ત કરે તો બકુશ અથવા કષાયકુશીલપણાને પ્રાપ્ત કરે છે. જો કોઈપણ કારણે તે નિગ્રંથપણાથી ગ્રુત થાય તો અસંયમ અથવા સંયમસંયમ ભાવને પ્રાપ્ત કરે છે.
કષાયકુશીલ અન્ય નિગ્રંથપણાને પ્રાપ્ત કરતાં વર્ધમાન પરિણામ થાય, તો નિગ્રંથ નિયંઠાને પ્રાપ્ત કરે છે; દોષ સેવન કરે તો પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ, નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે અને કોઈપણ કારણે નિગ્રંથપણાથી ત થાય ત્યારે સંયમસંયમ અથવા અસંયમભાવને પ્રાપ્ત કરે છે.
નિગ્રથના બે પ્રકાર (૧) અગિયારમાગુણસ્થાનવાળા નિગ્રંથ, સ્થિતિ પૂર્ણ થતાં કષાયકુશીલપણાને પ્રાપ્ત કરે છે અને જો અગિયારમા ગુણસ્થાને કાળધર્મને પ્રાપ્ત કરે, તો દેવરૂપે ઉત્પન્ન થાય અને ત્યાં અસંયતભાવને પ્રાપ્ત કરે છે. (૨) ક્ષપક શ્રેણીવાળા નિગ્રંથ, નિગ્રંથભાવને છોડીને સ્નાતક ભાવને પ્રાપ્ત કરે છે. સ્નાતક, સ્નાતક ભાવને છોડીને મોક્ષમાં જાય છે.
અગિયારમા ગુણસ્થાન સુધીના નિગ્રંથો અનુક્રમથી નીચેના ગુણસ્થાનમાં જાય છે અર્થાત્ અગિયારમાથી દશમા, દશમાથી નવમા, નવમાથી આઠમા, આઠમાથી સાતમા કે સાતમા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે.