________________
વગેરેની સામગ્રીવાળા જીવના ઘરનું તથા શાશ્વતા ઘરનું સમ્યગ્દર્શન કરશો તો શ્રુતજ્ઞાન નિર્મળ બનશે અને આત્માની નિરંજન દશા ઉપર પ્રેમ પ્રગટ થશે અને તે પ્રેમ આ સર્વ સ્નેહ સંબંધોને વિચ્છેદ કરાવશે. ભગવતી મૈયાની વાત મુનિરાજોએ ખ્યાલમાં લઈલીધી, ચિત્તને એકાગ્ર કરવાની ખૂબીઓ જાણી લીધી અને તેની આદત પાડવા તપ-સંયમથી આત્માને ભાવિત કરવા લાગ્યા. ભગવતીમૈયાએ નૈસર્ગિક નિર્માણ નિધિનું બીજું ખાનું બતાવતા કહ્યું– જુઓ, આ બીજા ખાનામાં પચ્ચીસમાં શતકદલમાં ૧૨ ઉદ્દેશકોની બાર ખૂબીઓ ભરેલી છે અને તેની ખુશ્બો મહેંકી રહી છે. જીવો સમીપે રહેલા, કાર્મણ કાયરૂપ દુકાનમાંથી લેશ્યાનું દ્રાવણ, પરિણામરૂપી મૂડી ખર્ચીને ખરીદે છે. તેમાંથી સૂક્ષ્મ-બાદર, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, સંજ્ઞીઅસંશી પંચેન્દ્રિયના પર્યાપ્તા-અપર્યાપ્તારૂપ ચૌદ સ્થાન ઊભા કરી, તેમાં વસવાટ કરી ચેતન રાજા ફરતા રહે છે.
તેમાં અન્ય ખૂબીમાં જીવદ્રવ્ય-અજીવદ્રવ્યની સંખ્યા વિષયક સમીક્ષા દર્શાવી છે. જીવના પરિભોગમાં અજીવ આવે છે. અનંતાનંત જીવો અજીવનો પરિભોગ કરે છે, તે અજીવના ભોક્તા છે. પરિભોગની સામગ્રી પૂરી પાડનાર પૌદ્ગલિક અજીવ દ્રવ્યો પણ અનંતાનંત છે. આ પરિભોગ્ય સામગ્રીને શરીર, ઇન્દ્રિયાદિરૂપે ભોગવે છે, તેનું ગહન વર્ણન છે.
તેની એક ખૂબી આકાર-સંસ્થાનની છે. પરિમંડલાદિ વિવિધઆકારમાં પરિણત થઈ પુદ્ગલ દ્રવ્ય લોકના આકારે, નરકાદિ પૃથ્વીઓના આકારે નૈસર્ગિકરૂપે ગોઠવાયા કરે છે. ગૌતમસ્વામીએ ભગવાનને પૌદ્ગલિક ઈતિહાસ પૂછયો અને ભગવાને જવાબમાં પરમાણુ, એક પ્રદેશથી શરૂ કરી શ્રેણી-વિશ્રેણી, પરિમંડલથી આયતાદિ સંસ્થાનનું સ્વરૂપ પ્રગટ કર્યું છે. તેની સમીક્ષા કરશો તો ‘લોક સ્વરૂપ ભાવના’ બની જશે.
તેમાં ગણિત સંબંધી એક ખૂબી દર્શાવી છે. કૃતયુગ્મ, દ્વાપરયુગ્મ, વ્યોજ અને કલ્યોજરૂપે તે પ્રગટ કરી છે. હે મુનિરાજો ! તમે તેનું ચિંતન કરજો. જીવના અધ્યવસાયરૂપ પરિણામના પર્યવો અનુસાર દ્રવ્યના યોગે જીવ ક્ષેત્ર, કાળ, ભાવ નિશ્ચિત કરી તેમાં મુસાફરી કરતો રહે છે. તેનું પૂર્ણગણિત સમયથી લઈને પલ્યોપમ, સાગરોપમરૂપે પ્રદર્શિત કર્યું છે. ઔદયિકાદિ ભાવરૂપે થતું જીવનું ગમન પણ પ્રગટ કર્યું છે.
ચારે ગતિના ભ્રમણમાં શ્રેષ્ઠ એવા મનુષ્ય ભવને સાર્થક કરતી સર્વવિરતિ ગ્રહણ કર્યા પછી હે મુનિવરો ! આ જગત નિર્માણની વાતોનું ઘોલન કરતાં, તપ-સંયમ દ્વારા જીવને અનેકવિધ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેને સચ્ચાઈની કસોટી ઉપર ચઢાવવા જીવ ક્યારેક સાધુપણાને નિસ્સાર બનાવી દે છે, તે પુલાક નિગ્રંથ છે. ક્યારેક તે પૌદ્ગલિક સામગ્રીનો ઇચ્છુક બની બકુશ નિગ્રંથ બની જાય છે. ક્યારેક તે દોષસેવીને પ્રતિસેવના, તો ક્યારેક સ્વમાં સ્થિર બની કષાય કુશીલ નિગ્રંથમાં સ્થાપિત થાય છે, ક્યારેક સ્વરૂપના વિરલ ભાવમાં આવી સાચો નિગ્રંથ અને સ્નાતક
34