________________
થતાં અપૂર્વ ઉલ્લાસ પામી, પ્રશમભાવમાં ઝૂલતા બંને અણગારો પ્રયોગશાળામાં પાછા પધારી ગયા. ભગવતી મૈયાએ તેમનું અહો ! અહો ! ભાવે સ્વાગત કર્યું. પોતાની જ મૂળગી મૂડીરૂપ શ્રુતજ્ઞાનના મુકતાફલથી તેઓને વધાવ્યા. પોતાના નિર્દોષ સ્થાનકમાં તેઓને ઉતારો આપી, આશ્રયદાત્રી બની, મૃદુભાષાથી મુનિરાજને સંબોધન કરીને બોલ્યા
હે મુનિરાજો ! હવે તમારે ફક્ત ૧૮ ખંડના પ્રયોગની તાલિમ બાકી છે. હે મુનિવરો! જેમ કમળની અવગાહના વધે, તે મોટું થાય તેમ તે પાણીથી-કાદવથી ઉપર આવે છે તેમ તમો બંને ઉદાસીન ભાવે ઉપર ઊઠતા-ઊઠતા વિષયાદિના કીચડથી ઉપર ઊઠી ગયા છો. હવે તો તમારે ભાવનાના હીંડોળે ઝૂલી જ્ઞાનાદિ ગુણ ગગનને આંબવાનું છે. અપ્રમત્ત દશામાં ઝૂલાવે તેવો આ નૈસર્ગિક નિર્માણ નિધિ' નામનો હીંડોળો છે.
આ નૈસર્ગિક નિર્માણ નિધિમાં અઢાર ખાના છે. તે એક-એક ખાનામાં શતકદલરૂપી ૧૮ મંજૂષા છે અને તેમાં ઉદ્દેશકોરૂપ વિધ-વિધ પ્રકારની ખૂબીઓ ભરેલી પડી છે. ચાલો, ત્યારે હવે તમે અપ્રમત્ત દશામાં ઝૂલો અને આ ખૂબીઓનો ખજાનો તમારી સમક્ષ ખોલીને બતાવું.
જુઓ ! આ નૈસર્ગિક નિર્માણનિધિના પ્રથમ ખાનામાં ચોવીસમાં શતકદલમાં ૨૪ ઉદ્દેશકોની ૨૪ ખૂબીઓ ભરેલી છે. તે ખૂબીઓ ખુલે, ત્યારે તેમાંથી વિવિધ આકારના રહેવાના ચુંમાલીસ ઘર અને રહેનારા અડતાલીસ પ્રકારના જીવ(ઠામ) નીકળે છે. ઘરકાયમી છે અને જીવો(ઠામ) બદલ્યા કરે છે. ઘર ક્યારે ય જીવ વિનાનું રહેતું નથી. સ્થાનમાં રહેલા જીવો પુદ્ગલોના પરિચયથી જેવા ભાવ કરે તે પ્રમાણે તેના ભવનું નિર્માણ થાય છે. જીવ પાસે પુદ્ગલની જેવી અને જેટલી મૂડી હોય તે પ્રમાણે મૂડી ખર્ચીને વેશ્યા, ઇન્દ્રિય, દષ્ટિ, આહારાદિ ઋદ્ધિ વસાવી તેવા ઘરમાં રહેવા કાર્પણ યોગરૂપ વાહન દ્વારા નરક, દેવના વૈક્રિયરૂપ ચોત્રીસ અને ઔદારિકરૂપ દસ ઘરમાં ભાડે રહેવા ચાલ્યા જાય છે. સમય પૂરો થતાં પુનઃ કમાણી કરી હોય તે પ્રમાણેના બીજા ઘરમાં, સામગ્રી લઈ પાછો ચાલ્યો જાય છે. આ રીતે ગમના-ગમનની ક્રિયા કરાવે, તેને ગમ્મા કહેવાય છે. જીવ વસવાટ કરતા બહુ પાપની પંજી એકઠી કરે, તો તેને નરકરૂપી ઘર એક ભવ સુધી મળે અને પુણ્યની પુંજી એકઠી કરે, તો દેવરૂપી ઘર એક ભવ સુધી મળે, તેમાં પણ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય. તેના ઔધિકાદિ નવ ભંગ થાય છે. જેવા અધ્યવસાય તેવો ભવ અને સ્થિતિ. કયાંક બે તો કયાંક આઠ ભવ તો ક્યાંક સંખ્યાત, અસંખ્યાત કે અનંતભવ પણ થાય છે.
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના ભાવોમાં ભવભ્રમણ કરતા જે જીવને ભવભ્રમણનો કંટાળો આવે, જ્ઞાન શુદ્ધિ થતાં અજીવ પુદ્ગલોનો સંગ છોડી દે, તો પુદ્ગલની બનેલી કર્મ વર્ગણા દૂર થઈ જાય છે અને તે આત્મા શુદ્ધ, બુદ્ધ બની લોકાગ્રે શાશ્વતઘરમાં શાશ્વત કાલ માટે સ્થિર થઈ જાય છે. હે મુનિરાજો ! આપશ્રી ઉપપાત, પરિમાણ, સંઘયણાદિ ભૌતિક ઋદ્ધિ