________________
સંપાદકીય
અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની
બાં. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. અહો જિનવાણી ભગવતી ! તુજ શબ્દ ચરણપાદ કમલમાં સર્વાગ મારા નમી જાય છે. તું શત શત ધારાએ વરસતી, સમાધાન કટોરા ભરી ભરી પીવા મુજને ગમી જાય છે. ભગવંતોએ દર્શાવેલા ગમ્માથી, ભવનું ભાન કરતા, ભૌતિક શમણાઓ મારા શમી જાય છે. શ્રતધારક મુનિપુંગવોના, પરમ પ્રસાદથી પુનઃ વૃત્તિ મારી, નિજાનંદમાં રમી જાય છે.
પ્રિય પાઠક ગણ ! જિજ્ઞાસુ, મુમુક્ષુ સાધક વર્ગ !
આપની સમક્ષ પરમ-ચરમ લક્ષને સિદ્ધ કરાવનાર, ર્તિનું સ્પંદન, સિદ્ધિનું ચંદન, પરમોત્કૃષ્ટ પરમાત્માનું સંનિધાન પ્રાપ્ત કરાવનાર, સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવોને ઉજાગર કરનાર, અઢાર પાપનાશક, અઢાર દોષ પ્રણાશક, પરમ પ્રસિદ્ધિ પ્રાપક, રત્નત્રયારાધક, આનંદદાયી, કલ્યાણકારી, મંગલકારી “નૈસર્ગિક નિર્માણ નિધિ' અઢાર શતકદલ મંજૂષામાં ૧૪૮૨ ઉદ્દેશક રૂપ ખૂબીઓનો ખજાનો ભરી ચોવીસમાં શતકથી શરૂ કરી એકતાલીસ શતકમાં પૂર્ણ થઈને અનંત ચોવીસ તીર્થંકર પરમાત્માની, દિવ્યધ્વનિરૂપ, સર્વ જીવો પોત-પોતાની ભાષામાં સમજી જાય તેવી, અનન્ય શરણને પ્રાપ્ત કરાવનારી, જિનવાણીરૂપ દ્વાદશાંગીના પાંચમા અંગરૂપ, “શ્રી ભગવતી સૂત્ર” ગુરુપ્રાણ આગમ બત્રીસીના અમૂલ્ય આગમ રત્નનો અનુવાદ પ્રગટ કરી રહ્યા છીએ. જેમાં દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગની મુખ્યતા છે અને ગૌણતાએ ચારેય અનુયોગનું અનુસંધાન છે. પરમાત્માએ છ એ છ દ્રવ્યોનો ઇતિહાસ વર્ણવી, સ્વાભાવિક સ્વાદનું જ્ઞાનામૃત પીવડાવી, પામર જીવોને પરમાત્મા બનાવવા, વાગ્દાનની પુષ્ટિ અર્પણ કરી, સર્વની સ્વતંત્રતા સિદ્ધ કરાવી છે. એવા જિનેશ્વર, ત્રિલોકીનાથ તીર્થંકર પરમાત્માને મારા-તમારા સહુના પ્રણામ. ગણધર પરમાત્માને; ઉપકારી શાસન-અનુશાસન ચલાવનાર ગુરુ ભગવંતોને; પરમેષ્ઠિ પરમાત્માઓને નમસ્કાર કરવારૂપ મંગલાચરણ કરીને મંગલ ભાવના કરું છું કે જગતના સર્વ જીવો સ્વાભાવિક સુખના ભોક્તા બનો.
વાચક વર્ગ ! અનાદિ પરિણતિમાંથી પ્રગટ થયેલા, સાદિ અનંતના ભંગમાં સ્થિત થવા, સંસારનો અંત કરવા સાંતતા દેવીના સંતાન વિષયાનંદકુમાર અને કષાયાનંદકુમાર કર્મધારામાંથી નીકળી જ્ઞાનચેતન ધારામાં ભીંજાતા, મુનિવર બનીને ભગવતી મૈયાના પરમવિદ્યાર્થી બની ગયા. પ્રયોગો શીખતા-શીખતા સ્વમાંજ પ્રયોગ કરી, વિષય-કષાયથી અલગ
).