________________
બની મોક્ષે ચાલ્યો જાય છે. જીવની આ ખૂબી તો આશ્ચર્યકારી છે. આ નિગ્રંથોને સર્વવિરતિના સાધનરૂપ સામાયિક ચારિત્ર તો જોઈએ જ, દોષિત થાય તો તેને સાફ કરવા છેદોપસ્થાપનીય ચારિત્ર જોઈએ, વિષયનો વિનાશ કરવા પરિહાર વિશુદ્ધ ચારિત્ર, કષાયને કૃશ કરવા સૂક્ષ્મ સંપરાય ચારિત્ર અને દોષોનું સમૂળગું દહન કરવા યથાખ્યાત ચારિત્ર જોઈએ. આ વર્ણનની ખૂબીઓ આ પચીસમા શતકદલમાં ભરી પડી છે.
આ નિગ્રંથ-સંયમના ભાવોમાં સાધક-બાધક પરિણામવાળો બને તો ગમનાગમન વધારી ઓઘ- સંજ્ઞામાં ચાલ્યો જાય છે. મૃત્યુ પછી તીવ્ર-શીઘ્રગતિએ ઉત્પત્તિ સ્થાને કેવી રીતે પહોંચી જાય, તેનું રહસ્યમય વર્ણન દૃષ્ટાંત દ્વારા દર્શાવ્યું છે. ભવભ્રમણ કરતાં જીવોમાંથી અભવ્ય જીવો કયારે ય મોક્ષ પામતા નથી. ભવ્યજીવો-સમ્યગ્દષ્ટિ બની મોક્ષે જઈ શકે છે. મિથ્યાદષ્ટિમાં મોક્ષ પામી શકાતો નથી. આવી અનેક ખૂબીઓની સમજણ આ શતકદલમાં છે.
નૈસર્ગિક નિર્માણ નિધિના ત્રીજા ખાનાના છવ્વીસમા શતકદલમાં; ચોથા ખાનાના સત્યાવીસમા શતકદલમાં અને પાંચમા ખાનાના અયાવીસમા શતકદલમાં—–૧૧ ઉદ્દેશકોની ૧૧-૧૧ ખૂબીઓ છે. આ ખૂબીઓ જીવના સંસાર વિષયક અને કર્મબંધ સંબંધિત છે. પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે, આ ત્રૈકાલિક બંધ દષ્ટિએ તેના ચાર ભંગનું વર્ણન સમુચ્ચય જીવમાં; લેશ્યા, દૃષ્ટિ વગેરે વિશેષણ યુક્ત જીવોમાં ઘટિત થતાં ભંગોનું વર્ણન છે. અનંતર-પરંપરોત્પન્નક, અનંતર-પરંપરાવગાઢ, અનંતર- પરંપરાહારક, અનંતરપરંપરપર્યાપ્તક, જીવોમાં પાપકર્મ બંધનો કયો ભંગ લાગુ પડે છે ? તેની એક-એક ખૂબી વિચારણીય છે. છવ્વીસમા શતકમાં કર્મબંધ, સત્યાવીસમા શતકમાં કર્મ કરણ અને અયાવીસમા શતકમાં કર્મ એકત્રિત કરવા સંબંધિત ભંગોનું કથન છે.
નૈસર્ગિક નિર્માણ નિધિના છઠ્ઠા ખાનામાં ઓગણત્રીસમા શતકદલમાં અગિયાર ઉદ્દેશકોની અગિયાર ખૂબીઓ છે. તે બાંધેલા કર્મોના ઉપભોગવિષયક છે. જીવ પોતે જ ભોક્તા છે. કર્તા-ભોકતાનો અટલ સિદ્ધાંત સ્વનો છે, તે નિશ્ચયરૂપે સાબિત થાય છે. બધા જ જીવો એક સાથે ઉત્પન્ન થઈ કર્મ ભોગવવાની શરૂઆત સાથે કરે, ભિન્ન-ભિન્નકાળે ઉત્પન્ન થનાર જીવો કર્મભોગનો પ્રારંભ સાથે કરતા નથી, તેના ચાર ભંગોમાં લેશ્યાથી અનાકાર ઉપયોગ સુધીના બોલોનો વિચાર વિનિમય કરવા લાયક છે. ભિન્ન-ભિન્ન જીવોના કર્મબંધ, ઉદયાદિ દ્વારા જીવદ્રવ્યની ભિન્નતા સૂચવવામાં આવી છે.
નૈસર્ગિક નિર્માણ નિધિના સાતમા ખાનાના ત્રીસમા શતકદલમાં અગિયાર ઉદ્દેશકોની અગિયાર ખૂબીઓ છે. ૪૭ ભેદના માધ્યમે ચાર ગતિના ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી તે ચાર સમવસરણવાળા જીવોના બાંધેલા, કરેલા કર્મો કેમ છૂટે, કેમ તૂટે, તેની પદ્ધતિ દર્શાવી છે. હે મુનિરાજો ! આ પદ્ધતિને જે સાધકો સમજી—સ્વીકારે છે, તેઓ પ્રજ્ઞા છીણીથી
35