________________
શતક-૨૫: ઉદેશક-૬
.
| ૩૩૯ |
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પુલાક કેટલી કર્મ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે? ઉત્તર- હે ગૌતમ! આયુષ્ય અને વેદનીય છોડીને છ કર્મોની ઉદીરણા કરે છે. ११० बउसे णं भंते ! पुच्छा? गोयमा ! सत्तविहउदीरए वा, अट्ठविहउदीरए वा, छविहउदीरए वा । सत्त उदीरेमाणे आउयवज्जाओ सत्त कम्मपगडीओ उदीरेइ । अट्ठ उदीरेमाणेपडिपुण्णाओअट्ठकम्मप्पगडीओउदीइ । छ उदीरेमाणेआउयवेयणिज्जवज्जाओ छ कम्मप्पगडीओ उदीरेइ । पडिसेवणाकुसीले एवं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બકુશ કેટલા કર્મોની ઉદીરણા કરે છે? ઉત્તર- હે ગૌતમ! સાત, આઠ અથવા છ કર્મોની ઉદીરણા કરે છે. સાતની ઉદીરણા કરે, તો આયુષ્યને છોડીને સાત કર્મની ઉદીરણા કરે છે. આઠ કર્મની ઉદીરણા કરે તો પ્રતિપૂર્ણ આઠ કર્મની ઉદીરણા કરે છે. છ ની ઉદીરણા કરે, તો આયુષ્ય અને વેદનીયને છોડીને શેષ છ કર્મ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે, આ જ રીતે પ્રતિસેવનાકુશીલ પણ જાણવા. १११ कसायकुसीलेणं भंते !पुच्छा? गोयमा !सत्तविहउदीरए वा, अट्ठविहउदीरए वा, छविहउदीरए वा,पंचविहउदीरए वा। सत्तउदीरेमाणे आउयवज्जाओसत्तकम्मप्पगडीओ उदीरेइ। अट्ठ उदीरेमाणे पडिपुण्णाओ अट्ठ कम्मप्पगडीओ उदीरेइ । छ उदीरेमाणे आउय वेयणिज्जवज्जाओ छ कम्मप्पगडीओ उदीरेड् । पंच उदीरेमाणे आउयवेयणिज्जमोहणिज्जवज्जाओ पंच कम्मप्पगडीओ उदीरेइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કષાયકુશીલ કેટલા કર્મોની ઉદીરણા કરે છે? ઉત્તર- હે ગૌતમ ! સાત, આઠ, છ અથવા પાંચ કર્મોની ઉદીરણા કરે છે. સાતની ઉદીરણા કરે તો આયુષ્યને છોડીને સાતકર્મોની ઉદીરણા કરે છે, આઠની કરે ત્યારે પ્રતિપૂર્ણ આઠકની ઉદીરણા કરે છે, છની ઉદીરણા કરે ત્યારે આયુષ્ય અને વેદનીય કર્મને છોડીને છ કર્મોની ઉદીરણા કરે છે અને પાંચની ઉદીરણા કરે ત્યારે, આયુષ્ય, વેદનીય અને મોહનીયને છોડીને શેષ પાંચ કર્મોની ઉદીરણા કરે છે. ११२ णियंठे णं भंते ! पुच्छा? गोयमा ! पंचविहउदीरए वा, दुविहउदीरए वा । पंच उदीरेमाणे आउयवेयणिज्ज-मोहणिज्जवज्जाओ पंचकम्मप्पगडीओ उदीरेइ, दोउदीरेमाणे णामंच गोयं च उदीरेइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નિગ્રંથ કેટલા કર્મોની ઉદીરણા કરે છે? ઉત્તર- હે ગૌતમ ! પાંચ અથવા બે કર્મોની ઉદીરણા કરે છે. પાંચની ઉદીરણા કરે, ત્યારે આયુષ્ય, વેદનીય અને મોહનીય કર્મને છોડીને શેષ પાંચ કર્મોની ઉદીરણા કરે છે અને બે ની ઉદીરણા કરે, ત્યારે નામ અને ગોત્ર કર્મની ઉદીરણા કરે છે. ११३ सिणाए णं भंते ! पुच्छा ? गोयमा ! दुविहउदीरए वा अणुदीरए वा । दो उदीरेमाणे णामंच गोयं च उदीरेइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! સ્નાતક કેટલા કર્મોની ઉદીરણા કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! બે કર્મોની ઉદીરણા કરે છે અથવા અનુદીરક હોય છે અર્થાત્ ઉદીરણા કરતા નથી. બે ની ઉદીરણા કરે ત્યારે નામ અને ગોત્ર કર્મોની ઉદીરણા કરે છે.