________________
૩૩૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સ્નાતક કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે? ઉત્તર- હે ગૌતમ! એક કર્મપ્રકૃતિનો બંધ કરે અથવા અબંધક છે. એક કર્મપ્રકૃતિનો બંધ કરે, ત્યારે વેદનીય કર્મનો બંધ કરે છે. વિવેચન :
પુલાક સાત કર્મ બાંધે છે કારણ કે પુલાક અવસ્થામાં આયુષ્યનો બંધ થતો નથી.
બકુશ અને પ્રતિસેવના કુશીલમાં છઠું અને સાતમું બે ગુણસ્થાન હોય છે તેથી સાત અથવા આઠ કર્મ બાંધે છે.
કષાયકુશીલમાં ૬ થી ૧૦ ગુણસ્થાન હોય છે. તેથી આઠ, સાત અથવા છ કર્મ બાંધે છે. દશમા ગુણસ્થાને બાદ કષાયનો અભાવ હોવાથી મોહનીય કર્મનો બંધ પણ થતો નથી. તેથી આયુષ્ય અને મોહનીય કર્મને છોડીને શેષ છ કર્મ બાંધે છે.
નિગ્રંથ અને સ્નાતક યોગ નિમિત્તક એક વેદનીય કર્મ જ બાંધે છે. તે બંનેને અન્ય કર્મબંધના હેતુઓનો અભાવ છે. સ્નાતક ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનમાં અબંધક હોય છે. ત્યાં બંધ હેતુઓનો સર્વથા અભાવ છે. (રર) વેદન દ્વાર:१०६ पुलाए णं भते !कइ कम्मप्पगडीओ वेदेइ ? गोयमा !णियमंअट्ठ कम्मप्पगडीओ वेदेइ । एवं जावकसायकुसीले। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાક કેટલી કર્મ પ્રકૃતિઓનું વેદન કરે છે? ઉત્તર-હે ગૌતમ!નિયમા આઠ કર્મ પ્રકૃતિઓનું વેદન કરે છે, આ જ રીતે કષાય કુશીલ પર્યત જાણવું. १०७ णियंठेणं भंते !पुच्छा?गोयमा ! मोहणिज्जवज्जाओ सत्त कम्मप्पगडीओ वेदेइ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નિગ્રંથ કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! મોહનીય કર્મને છોડીને સાત કર્મ પ્રવૃતિઓનું વેદન કરે છે. १०८ सिणाए णं भंते ! पुच्छा?गोयमा ! वेयणिज्ज आउयणामगोयाओ चत्तारिकम्म प्पगडीओ वेदेइ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! સ્નાતક કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે? ઉત્તર- હે ગૌતમ ! વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર આ ચાર કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. વિવેચન :
પુલાકથી કષાયકુશીલ સુધીના પ્રથમ ચાર નિયંઠા આઠ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. નિગ્રંથે મોહનીયકર્મનો ક્ષય અથવા ઉપશાંત કર્યો હોવાથી મોહનીયકર્મને છોડીને સાતકર્મનું વેદન કરે છે. સ્નાતકે ચાર ઘાતકર્મ ક્ષય કર્યા હોવાથી શેષ ચાર અઘાતી કર્મોનું વેદન કરે છે. (૨૩) ઉદીરણા દ્વાર :१०९ पुलाए णं भंते !कइ कम्मप्पगडीओ उदीरेइ ? गोयमा ! आउयवेयणिज्जवज्जाओ छ कम्मप्पगडीओ उदीरेइ ।