________________
શતક-૨૫: શિક-
.
| ૩૩૭ |
X
x |
નિગ્રંથ હીયમાન વર્ધમાન
અવસ્થિત નિગ્રંથ
જઘ0 ઉ અંતર્મુહૂર્ત જઘ એક સમય
ઉ૦ અંતર્મુહૂર્ત સ્નાતક
જશે. ઉ. અંતર્મુહૂર્ત જઘટ અંતર્મુહૂર્ત
ઉ૦ દેશોન પૂર્વકોટિ (ર૧) બંધ દ્વાર :१०१ पुलाए णं भंते !कइ कम्मप्पगडीओ बंधइ ? गोयमा ! आउयवज्जाओसत्तकम्म प्पगडीओ बंधइ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પુલાક કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે? ઉત્તરહે ગૌતમ ! આયુષ્ય કર્મને છોડીને સાત કર્મ પ્રકૃતિઓનો બંધ કરે છે. १०२ बउसे णं भंते ! पुच्छा? गोयमा !सत्तविहबंधए वा, अट्ठविहबंधए वा । सत्त बंधमाणे आउयवज्जाओ सत्त कम्मप्पगडीओ बंधइ, अट्ठ बंधमाणे पडिपुण्णाओ अट्ठ कम्मप्पगडीओ बंधइ । एवं पडिसेवणाकुसीले वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! બકુશ કેટલી કર્મ પ્રવૃતિઓનો બંધ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! સાત અથવા આઠ કર્મ પ્રકૃતિઓનો બંધ કરે છે. જ્યારે સાત કર્મ પ્રકૃતિઓનો બંધ કરે, ત્યારે આયુષ્યકર્મને છોડીને શેષ સાત કર્મ પ્રકૃતિઓનો બંધ કરે છે. જ્યારે આયુષ્ય કર્મનો બંધ કરે છે, ત્યારે સંપૂર્ણ આઠ કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે. આ જ રીતે પ્રતિસેવનાકુશીલ પણ જાણવા. १०३ कसायकुसीले णं भंते ! पुच्छा? गोयमा ! सत्तविहबंधए वा, अट्ठविहबंधए वा, छबिहबंधए वा । सत्त बंधमाणे आउयवज्जाओ सत्त कम्मप्पगडीओ बंधइ । अट्ठबंधमाणे पडिपुण्णाओ अट्ठकम्मप्पगडीओबंधइ । छ बंधमाणे आउयमोहणिज्जवज्जाओछक्कम्म प्पगडीओ बंधइ। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! કષાયકશીલ કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે? ઉત્તર-હે ગૌતમ! સાત, આઠ અથવા છ કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે. જ્યારે સાત કર્મનો બંધ કરે, ત્યારે આયુષ્યકર્મને છોડીને સાત કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે, આઠ કર્મનો બંધ કરે, ત્યારે પ્રતિપૂર્ણ આઠ કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે અને જ્યારે છ કર્મનો બંધ કરે, ત્યારે આયુષ્ય અને મોહનીય કર્મને છોડીને છ કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે. १०४ णियंठे णं भंते ! पुच्छा? गोयमा ! एगंवेयणिज्जं कम्मं बंधइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નિગ્રંથ કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? ઉત્તર- હે ગૌતમ! એક માત્ર વેદનીય કર્મનો બંધ કરે છે. १०५ सिणाए णं भंते ! पुच्छा? गोयमा ! एगविहबंधए वा अबंधए वा। एगंबंधमाणे एगवेयणिज्ज कम्म बधइ ।