________________
339
અવસ્થિત પરિણામ– જેમાં સંયમ શુદ્ધિ સ્થિર રહે, ન્યુનાધિકતા ન થાય તે.
પુલાકથી કષાયકુશીલ પર્યંતના નિગ્રંથોમાં ત્રણે પ્રકારના પરિણામ હોય છે.નિગ્રંથ અને સ્નાતકમાં હીયમાન પરિણામ નથી. ઉપશાંત કપાયી નિગ્રંથની સ્થિતિપૂર્ણ થતાં તે કષાયકુશીલ નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે, ત્યારે હીયમાન પરિણામ થાય છે. સ્નાતકમાં ક્યારેય પરિણામોની હીનતા થતી નથી. કારણ કે ત્યાં રાગ, દ્વેષ, મોહ કે ઘાતીકર્મોનો ક્ષય થઈ ગયો હોય છે.
પરિણામોની સ્થિતિ :– સકષાય નિગ્રંથોમાં અર્થાત્ પુલાક, બકુશ, પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલમાં વર્ધમાન અને હીયમાન પરિણામની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહર્ત હોય છે.
શ્રી ભગવતી સૂત્ર-૫
તે નિગ્રંથોમાં વર્ધમાન પરિણામ થઈ રહ્યા હોય અને એક સમય પછી જ કષાયના ઉદયથી વર્ધમાન પરિણામ રોકાઈ જાય તો તે એક સમય માટે વર્ધમાન પરિણામનો અનુભવ કરે છે અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પર્યંત વર્ધમાન પરિણામ રહે છે. તે જ રીતે હીયમાનની સ્થિતિ જાણવી. તે બંને પરિણામમાં એક સમયની સ્થિતિ મરણની અપેક્ષાએ પણ ઘટી શકે છે. મરણ થતાં જ નિર્ગંધ અવસ્થા સમાપ્ત થઈ જાય છે. તેથી તે વર્ધમાન કે હીયમાન પરિણામ ત્યાં જ રોકાઈ જાય છે.
પુલાક આદિ ચારે ય નિગ્રંથોમાં અવસ્થિત પરિણામની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ સાત સમયની જ સ્વાભાવિક રીતે હોય છે. ત્યાર પછી અવશ્ય તેના પરિણામમાં પરિવર્તન થાય છે.
નિગ્રંથોમાં વર્ધમાન અને અવસ્થિત બે પ્રકારના જ પરિણામ હોય છે. તેમાં વર્ધમાન પરિણામ બારમા ગુણસ્થાનની અપેક્ષાએ છે. તે જીવ વર્ધમાન પરિણામમાં આગળ વધતો ચાર ઘાતીકર્મોનો ક્ષય કરીને, તેરમે ગુણસ્થાને પહોંચે છે, તેની સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની હોય છે.
નિગ્રંથના અવસ્થિત પરિણામની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે, તે અગિયારમા ગુણસ્થાનની અપેક્ષાએ છે. ત્યાં જીવ મરણ પામે તો તેની જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધીની કોઈપણ સ્થિતિ ઘટિત થાય છે. અગિયારમા ગુણસ્થાને હીયમાન પરિણામ નથી. તે ગુણસ્થાનની સ્થિતિ પૂર્ણ થાય ત્યારે તેમાં ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ ઘટિત થાય છે. સ્થિતિ પૂર્ણ થયા પછી તે દશમા ગુણસ્થાને કષાય કુશીલ નિગ્રંથમાં આવી જાય છે.
સ્નાતકના વર્ધમાન પરિણામ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પર્યંત રહે છે. શૈલેશી અવસ્થામાં વર્ધમાન પરિણામ હોય છે અને તે અંતર્મુહૂર્ત સુધી હોય છે. સ્નાતકના અવસ્થિત પરિણામનો કાલ પણ જઘન્ય અંતર્મુહૂર્ત છે અર્થાત્ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્ત સુધી અવસ્થિત પરિણામ રહે પછી જ તે શૈલેશી અવસ્થાનો સ્વીકાર કરે છે. ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકોટિ વર્ષ પર્યંત અવસ્થિત પરિણામ રહે છે. પૂર્વકોટિ વર્ષના આયુષ્યવાળા કોઈ પુરુષને નવ વર્ષે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય, તો તે કેવળી નવ વર્ષ ન્યૂન પૂર્વકોટિ વર્ષ પર્યંત અવસ્થિત પરિણામી રહે અને અંતે શૈલેશી અવસ્થામાં વર્ધમાન પરિણામી થાય છે. નિગ્રંથોમાં પરિણામો અને સ્થિતિ :–
હીયમાન
જઘ॰ એક સમય ઉ॰ અંતર્મુહૂર્ત
નિગ્રંથ
પ્રથમ ચાર
વર્ધમાન
જઘ॰ એક સમય ઉ॰ અંતર્મુહૂર્ત
અવસ્થિત
જઘ॰ એક સમય
ઉ॰ સાત સમય