________________
શતક–૨૫ : ઉદ્દેશક-૬
एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं ।
.
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પુલાક કેટલો સમય સુધી વર્ધમાન પરિણામી હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી વર્ધમાન પરિણામી હોય છે.
९५ वइयं कालं भंते ! हीयमाणपरिणामे होज्जा ? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं ।
૩૩૫
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પુલાક કેટલો સમય સુધી હીયમાન પરિણામી હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી હીયમાન પરિણામી હોય છે.
९६ वइयं कालं भंते! अवट्ठियपरिणामे होज्जा ? गोयमा ! जहण्णेणं एक्कं समय, उक्कोसेणं सत्त समया । एवं जाव कसायकुसीले ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પુલાક કેટલો સમય સુધી અવસ્થિત પરિણામી હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાત સમય સુધી અવસ્થિત પરિણામી હોય છે. આ જ રીતે કષાયકુશીલ પર્યંત જાણવું.
९७ नियंठे णं भंते! केवइयं कालं वड्ढमाणपरिणामे होज्जा ? गोयमा ! जहणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वि अंतोमुहुत्तं ।
.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નિગ્રંથ કેટલો સમય સુધી વર્ધમાન પરિણામી હોય છે ? ઉત્તર− હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત સુધી વર્ધમાન પરિણામી હોય છે.
९८ वयं काल भंते! अवट्ठियपरिणामे होज्जा ? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નિગ્રંથ કેટલો સમય સુધી અવસ્થિત પરિણામી હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી અવસ્થિત પરિણામી હોય છે.
| ९९ सिणाए णं भंते ! केवइयं कालं वड्ढमाणपरिणामे होज्जा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वि अंतोमुहुत्तं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સ્નાતક કેટલો સમય સુધી વર્ધમાન પરિણામી હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહુર્ત સુધી વર્ધમાન પરિણામી હોય છે.
| १०० वइयं कालं भंते! अवट्ठियपरिणामे होज्जा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देसूणा पुव्वकोडी ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સ્નાતક કેટલો સમય સુધી અવસ્થિત પરિણામી હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષ સુધી અવસ્થિત પરિણામી હોય છે. વિવેચનઃ
પરિણામ :– ચારિત્ર સંબંધી ભાવોને પરિણામ કહે છે. તેના ત્રણ પ્રકાર છે– (૧) વર્ધમાન પરિણામ– સંયમ શુદ્ધિની ઉત્કર્ષતા થાય તે. (૨) હીયમાન પરિણામ– સંયમ શુદ્ધિની અપકર્ષતા થાય તે. (૩)