________________
| ૩૩૪ |
શ્રી ભગવતી સૂત્ર-૫
X |
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સ્નાતક સલેશી હોય કે અલેશી હોય? ઉત્તર- હે ગૌતમ! સલેશી પણ હોય છે અને અલેશી પણ હોય છે. પ્રશ્ન- હે ભગવન્! જો સલેશી હોય, તો તેને કેટલી વેશ્યા હોય છે? ઉત્તર- હે ગૌતમ! એક પરમ શુક્લલેશ્યા હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નિગ્રંથોમાં વેશ્યાનું કથન છે.
છ એ પ્રકારની નિગ્રંથાવસ્થાની પ્રાપ્તિ ત્રણ શુભલેશ્યામાં જ થાય છે. પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ દોષનું સેવન કરનાર હોવા છતાં તેમાં ત્રણ શુભ લેશ્યા હોય છે, જો અશુભલેશ્યાના પરિણામો આવે, તો તેનું નિગ્રંથપણું રહેતું નથી.
કષાયકુશીલની પ્રાપ્તિ સમયે અવશ્ય શુભલેશ્યા હોય ત્યાર પછી તેમાં ક્યારેક અશુભ લેશ્યા આવી શકે છે. તેથી તેમાં છ લશ્યાનું કથન છે. - નિગ્રંથ વીતરાગી હોવાથી શુક્લલેશ્યા હોય છે. સ્નાતકને તેરમા ગુણસ્થાને પરમ શુક્લલેશ્યા હોય છે અને ચૌદમા ગુણસ્થાને તે અલેશી હોય છે. નિગ્રંથોમાં લેશ્યા:નિગ્રંથ
સલેશી | અલેશી પ્રથમ ત્રણ
ત્રણ શુભ લેશ્યા કષાય કુશીલ
છ લેશ્યા નિગ્રંથ
શુક્લ લેશ્યા સ્નાતક
પરમ શુક્લ લેશ્યા (૨૦) પરિણામ દ્વાર :९२ पुलाए णं भंते ! किंवड्डमाणपरिणामे होज्जा,हीयमाणपरिणामे होज्जा, अवट्ठिय परिणामे होज्जा?गोयमा ! वड्डमाणपरिणामेवा होज्जा,हीयमाणपरिणामेवा होज्जा, अवट्ठियपरिणामेवा होज्जा । एवं जावकसायकुसीले। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાક શું વર્ધમાન પરિણામી હોય છે, હીયમાન પરિણામી હોય છે કે અવસ્થિત પરિણામી હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તે વર્ધમાન પરિણામી, હીયમાન પરિણામી અથવા અવસ્થિત પરિણામી પણ હોય છે, આ જ રીતે કષાયકુશીલ પર્યત જાણવું. ९३ णियंठेणं भंते ! पुच्छा? गोयमा ! वड्डमाणपरिणामे होज्जा, णोहीयमाणपरिणामे होज्जा, अवट्ठियपरिणामेवा होज्जा । एवं सिणाए वि। ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવનું ! નિગ્રંથ વર્ધમાન પરિણામી હોય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! વર્ધમાન અથવા અવસ્થિત પરિણામી હોય છે, પરંતુ હીયમાન પરિણામી નથી. આ જ રીતે સ્નાતક પણ જાણવા. ९४ पुलाए णं भंते ! केवइयं कालं वड्डमाणपरिणाम होज्जा? गोयमा ! जहण्णेणं
X |
X |
|
|