________________
[ ૩૩ર |
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પુલાક સકષાયી હોય છે કે અકષાયી? ઉત્તર- હે ગૌતમ! સકષાયી હોય છે, અકષાયી હોતા નથી. પ્રશ્ન- હે ભગવન્! જો તે સકષાયી હોય, તો તેને કેટલા કષાયો હોય છે? ઉત્તર-હે ગૌતમ! ક્રોધ, માન, માયા અને લોભ, આ ચારે ય કષાયો હોય છે. આ રીતે બકુશ અને પ્રતિસેવના કુશીલમાં પણ જાણવું. ८६ कसायकुसीलेणंभंते!पुच्छा? गोयमा !सकसायी होज्जा,णो अकसायी होज्जा। जइ सकसायी होज्जा सेणं भंते ! कइसुकसाएसुहोज्जा? गोयमा ! चउसुवा तिसुवा दोसुवा एगम्मिवाहोज्जा । चउसुहोमाणे चउसुसंजलणकोहमाण-माया-लोभेसुहोज्जा, तिसुहोमाणे तिसुसंजलणमाणमाया-लोभेसुहोज्जा, दोसुहोमाणे संजलणमाया-लोभेसु होज्जा, एगम्मि होमाणे संजलणलोभेहोज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કષાયકશીલ સકષાયી હોય છે કે અકષાયી ? ઉત્તર- હે ગૌતમ ! સકષાયી હોય છે, અકષાયી હોતા નથી. પ્રશ્ન- હે ભગવન! જો તે સકષાયી હોય, તો તેને કેટલા કષાય હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેને ચાર, ત્રણ, બે અથવા એક કષાય હોય છે. ચાર કષાય હોય, તો સંજ્વલન ક્રોધ માન, માયા અને લોભ હોય છે. ત્રણ કષાય હોય તો સંજ્વલન માન, માયા અને લોભ. બે કષાય હોય, તો સંજ્વલન માયા અને લોભ અને એક કષાય હોય તો સંજ્વલન લોભ હોય છે. ८७ णियंठेणं भंते !पुच्छा? गोयमा !णो सकसायी होज्जा, अकसायी होज्जा । जइ णं भते !अकसायी होज्जा,सेणंभंते ! किंउवसंतकसायी होज्जा,खीणकसायी होज्जा? गोयमा ! उवसंतकसायी वा होज्जा,खीणकसायी वा होज्जा । सिणाए एवं चेव, णवरंणो उवसंतकसायी होज्जा,खीणकसायी होज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નિગ્રંથ શું સકષાયી હોય છે કે અકષાયી? ઉત્તર-હે ગૌતમ! સકષાયી હોતા નથી, અકષાયી હોય છે. પ્રશ્ન- હે ભગવન્! જો તે અકષાયી હોય, તો શું ઉપશાંત કષાયી હોય છે કે ક્ષીણકષાયી હોય છે? ઉત્તર- હે ગૌતમ! ઉપશાંતકષાયી હોય છે અથવા ક્ષીણકષાયી હોય છે. આ જ રીતે સ્નાતક પણ જાણવા પરંતુ તે ઉપશાંત કષાયી હોતા નથી, ક્ષીણ કષાયી હોય છે. વિવેચન : -
| મુલાકથી પ્રતિસેવના કુશીલ પર્વતમાં ક્રોધાદિ ચારે કષાયો હોય છે. પુલાકમાં છઠું અને બકુશ પ્રતિસેવના કુશીલમાં છઠું અને સાતમું ગુણસ્થાન હોય છે; તેથી તેને કષાયનો ઉપશમ કે ક્ષય હોતો નથી. કષાય કુશીલ નિગ્રંથને છઠ્ઠાથી દશમા સુધીના ગુણસ્થાન હોય છે. આઠમા ગુણસ્થાનથી ઉપશમ અથવા ક્ષપક શ્રેણીમાં સંજવલન ક્રોધ, માન, માયાનો ક્રમશઃ ઉપશમ અથવા ક્ષય થાય છે તેથી તેને ચાર, ત્રણ, બે અથવા એક કષાય હોય છે. જ્યારે ચાર કષાય હોય, ત્યારે સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભ હોય છે. ઉપશમ કે ક્ષપક શ્રેણીમાં જ્યારે ક્રોધનો ઉપશમ કે ક્ષય થઈ જાય ત્યારે ત્રણ કષાય, ક્રોધ અને માનનો ઉપશમ કે ક્ષય થઈ જાય ત્યારે બે કષાય અને સંજ્વલન ક્રોધ, માન અને માયાનો ઉપશમ કે ક્ષય થઈ જાય, ત્યારે સૂક્ષ્મ સંપરાય નામના દશમા ગુણસ્થાને સંજ્વલન લોભ એક જ કષાય હોય છે.નિગ્રંથ અગિયારમા ગુણસ્થાને હોય, તો ઉપશાંત કષાયી અને બારમાં ગુણસ્થાને હોય, તો ક્ષીણ કષાયી હોય છે. સ્નાતકમાં તેરમું અને ચૌદમું ગુણસ્થાન હોવાથી તે ક્ષીણકષાયી જ હોય છે.