________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૬
૩ર૭
જાણવી જોઈએ. યાવત પ્રશ્ન- હે ભગવન્! એક સ્નાતક, બીજા સ્નાતકના સ્વસ્થાન ચારિત્ર પર્યવોની તુલનામાં હીન, તુલ્ય કે અધિક હોય છે? ઉત્તર- હે ગૌતમ! હીન અને અધિક હોતા નથી પરંતુ તુલ્ય હોય છે. ८१ एएसिणं भंते ! पुलागबउसपडिसेवणाकुसीलकसायकुसील-णियंठसिणायाणं जहण्णुक्कोसगाणं चरित्तपज्जवाणं कयरे कयरेहितो अप्पा वा जावविसेसाहिया वा?
गोयमा !पुलागस्स कसायकुसीलस्स य एएसिणंजहण्णगा चरित्तपज्जवा दोण्ह वितुल्लासवत्थोवा। पुलागस्सउक्कोसगाचरित्तपज्जवाअणंतगुणा । बउसस्सपडिसेवणाकुसीलस्स य एएसिणंजहण्णगा चरित्तपज्जवा दोण्ह वितुल्ला अणंतगुणा । बउसस्स
कोसागाचरित्तपज्जगाअणंतगुणा । पडिसेवणाकुसीलस्सकोसगाचरित्तपज्जवाअणंतगुणा। कसायकुसीलस्सउक्कोसगा चरित्तपज्जवा अणतगुणा । णियंठस्ससिणायस्सय एएसि णं अजहण्णमणुक्कोसगा चरित्तपज्जवा दोण्ह वितुल्ला अणतगुणा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતકના જઘન્ય અને ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવોમાં કોણ કોનાથી અલ્પ યાવતું વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! (૧) પુલાક અને કષાયકુશીલના જઘન્ય ચારિત્ર પર્યવો પરસ્પર તુલ્ય છે અને સર્વથી અલ્પ છે. (૨) તેનાથી પુલાકના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવો અનંતગુણા છે. (૩) તેનાથી બકુશ અને પ્રતિસેવના કુશીલના જઘન્ય ચારિત્ર પર્યવો અનંતગુણા છે અને પરસ્પર તુલ્ય છે. (૪) તેનાથી બકુશના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવો અનંતગુણા છે. (૫) તેનાથી પ્રતિસેવના કુશીલના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવો અનંતગુણા છે. (૬) તેનાથી કષાયકુશીલના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવો અનંતગુણા છે. (૭) તેનાથી નિગ્રંથ અને સ્નાતક, આ બંનેના અજઘન્યાનુત્કૃષ્ટ ચારિત્ર પર્યવો અનંતગુણા છે અને પરસ્પર તુલ્ય છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં સ્વસ્થાન અને પરસ્થાનની અપેક્ષાએ ચારિત્ર પર્યવોની હીનાધિકતાનું પ્રતિપાદન કર્યું છે. ચારિત્ર પર્યવ - સંયમના પર્યવોનેનિકર્ષ કહે છે. તેથી આ દ્વારનું નામ સન્નિકર્ષ દ્વાર છે. વરિતપાવત્તિ चारित्रस्य-सर्वविरतिरूपपरिणामस्य पर्यवा भेदाश्चारित्रपर्यवास्तेच बुद्धिकृता अविभागपलिच्छेदा વિષયના વા . ચારિત્રના અર્થાત્ સર્વવિરતિરૂપ પરિણામના; પર્યવ અર્થાતુ અવિભાગી પરિચ્છેદઅંશ, તેને ચારિત્ર પર્યવ કહે છે. આ રીતે સંયમની વિભિન્ન અવસ્થાઓને સંયમ સ્થાન અને તે સંયમથી ઉપલબ્ધ આત્મવિકાસને, આત્મણોની ઉપલબ્ધિને સંયમ પર્યવ કહે છે. સંયમરૂપ ધનનો, સંયમરૂપ ગુણોનો, સંયમરૂપ ભાવોનો આત્મામાં જે સંચય થાય છે તે સંયમ પર્યવો છે. એક જ સંયમ સ્થાનના અનંતાનંત પર્યવ હોય છે. સર્વઆકાશપ્રદેશને સર્વ આકાશપ્રદેશોથી ગુણતાં જે રાશિ આવે તેટલા અનંતાનંત પર્યવો એક સંયમ સ્થાનના હોય છે. તેથી જ એક સ્થાનમાં રહેલા બે નિયંઠામાં પણ પરસ્પર હીનાધિકતા (તરતમતા) હોય શકે છે અને તે હીનાધિકતા ષસ્થાન પતિત(છ પ્રકારની)હોય છે.
પ્રત્યેક ચારિત્રના અનંત અનંત પર્યવો હોય છે. એક ચારિત્રનું પાલન કરનાર અનેક જીવો હોય છે. યથાખ્યાત ચારિત્ર સિવાય બીજા ચારિત્રનું પાલન કરનારના પરિણામોમાં સમાનતા અને અસમાનતા બંને