________________
૩૨૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
છે. જો હીન હોય, તો ષટુ સ્થાનપતિત હોય છે. જો અધિક હોય તો પણ જસ્થાન અધિક(છ પ્રકારે અધિક) હોય છે. ७६ बउसे णं भंते ! पडिसेवणाकुसीलस्स परट्ठाणसण्णिगासेणं चरित्तपज्जवेहिं किं हीणे तुल्ले, अब्भहिए? गोयमा !छट्ठाणवडिए, एवं कसायकुसीलस्स वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બકુશ નિગ્રંથ, પ્રતિસેવનાકુશીલરૂપ પરસ્થાનના ચારિત્ર પર્યાયોની તુલનામાં શું હીન, તુલ્ય કે અધિક છે? ઉત્તર-હે ગૌતમ!ષસ્થાનપતિત હોય છે. આ રીતે કષાયકુશીલની અપેક્ષાએ પણ જાણવું જોઈએ. ७७ बउसेणं भंते !णियंठस्स परद्धाणसण्णिगासेणं चरित्तपज्जवेहि, पुच्छा? गोयमा ! हीणे, णोतुल्ले,णो अब्भहिए, अणंतगुणहीणे, एवं सिणायस्स वि। पडिसेवणाकुसीलस्स एवं चेव बउसवत्तव्वया भाणियव्वा । कसायकुसीलस्स एसचेव बउसवत्तव्वया,णवरपुलाएण वि समंछट्ठाणवडिए। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! બકુશ નિગ્રંથ, નિગ્રંથ નિયંઠારૂપ પરસ્થાનના ચારિત્રપર્યવોની તુલનામાં શું હીન, તુલ્ય કે અધિક હોય છે? ઉત્તર- હે ગૌતમ ! હીન હોય છે, તુલ્ય અને અધિક હોતા નથી, તે અનંતગુણહીન હોય છે. આ રીતે સ્નાતકની અપેક્ષાએ પણ જાણવું જોઈએ. પ્રતિસેવનાકુશીલનું કથન બકુશની સમાન જાણવું જોઈએ. કષાયકુશીલને માટે પણ બકુશની સમાન કથન કરવું જોઈએ, પરંતુ તે પુલાકની અપેક્ષાએ ષ સ્થાન પતિત કહેવા જોઈએ. ७८ णियंठेणं भंते ! पुलागस्स परद्धाणसण्णिगासेणं चरित्तपज्जवेहि, पुच्छा? गोयमा! णो हीणे, णोतुल्ले, अब्भहिए; अणतगुणमब्भहिए । एवं जावकसायकुसीलस्स।। ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્!નિગ્રંથ નિયંઠા, પુલાકરૂપ પરસ્થાનનિગ્રંથના ચારિત્રપર્યવોની તુલનામાં શું હીન, તુલ્ય કે અધિક હોય છે? ઉત્તર- હે ગૌતમ! હીન અને તુલ્ય હોતા નથી, પરંતુ અધિક હોય છે; તે અનંતગુણ અધિક હોય છે. આ રીતે યાવતુ કષાયકુશીલની અપેક્ષાએ પણ જાણવું જોઈએ. ७९ णियंठेणं भंते!णियंठस्स सट्टाणसण्णिगासेणं, पुच्छा? गोयमा !णो हीणे, तुल्ले, णो अब्भहिए। एवं सिणायस्स वि। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! એક નિગ્રંથ નિયંઠા, બીજા નિગ્રંથ નિયંઠાના સ્વસ્થાન ચારિત્રપર્યવોની તુલનામાં શું હીન, તુલ્ય કે અધિક હોય છે? ઉત્તર- હે ગૌતમ ! હીન નથી અને અધિક પણ નથી, પરંતુ તુલ્ય હોય છે. આ જ રીતે સ્નાતકની સાથે પણ જાણવું જોઈએ. ८० सिणाएणं भंते ! पुलागस्स परद्धाणसण्णिगासेणं, पुच्छा? गोयमा !जहा णियंठस्स वत्तव्वया तहा सिणायस्स वि भाणियव्वा जावसिणाए णं भते! सिणायस्स सट्ठाणसण्णिगासेणं, पुच्छा? गोयमा !णो हीणे, तुल्ले, णो अब्भहिए । ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્! સ્નાતક, પુલાકરૂપ પરસ્થાન ચારિત્ર પર્યવોની તુલનામાં હીન, તુલ્ય કે અધિક હોય છે? ઉત્તર- હે ગૌતમ! જે રીતે નિગ્રંથ નિયંઠાની વક્તવ્યતા કહી, તે જ રીતે સ્નાતકની વક્તવ્યતા પણ