________________
૩૨૮ |
શ્રી ભગવતી સૂત્ર-૫
હોય છે. તેમાં રહેલી સમાનતા કે અસમાનતાને દર્શાવવા ષસ્થાન પતિત શબ્દનો પ્રયોગ થયો છે. અર્થાત્ તે સમાનતા અને અસમાનતા છ-છ પ્રકારની હોય છે. ષટ્રસ્થાન પતિત - ષટ્રસ્થાન હીન. આ પ્રમાણે છે, યથા– (૧) અનંતમો ભાગ હીન (૨) અસંખ્યાતમો ભાગ હીન (૩) સંખ્યાતમો ભાગ હીન (૪) સંખ્યાત ગુણ હીન (૫) અસંખ્યાત ગુણ હીન (દ) અનંત ગુણ હીન. આ રીતે અધિકના પણ છ સ્થાન છે, યથા– (૧) અનંતમો ભાગ અધિક (૨) અસંખ્યાતમો ભાગ અધિક (૩) સંખ્યાતમો ભાગ અધિક (૪) સંખ્યાત ગુણ અધિક (૫) અસંખ્યાત ગુણ અધિક (૬) અનંતગુણ અધિક. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે
ષસ્થાન પતિતના સ્વરૂપને સમજાવવા વૃત્તિકારે અસત્કલ્પના કરી છે. અસત્ કલ્પનાથી અનંતાનંત પર્યવો ૧૦,000 પ્રમાણ છે. અનંતમા ભાગને સમજાવવા માટે અનંત રાશિ ૧૦૦ પ્રમાણ છે. અસંખ્યાતમા ભાગને સમજાવવા માટે અસંખ્યાતની રાશિ ૫૦ પ્રમાણ છે. સંખ્યાતમા ભાગને સમજાવવા માટે ઉત્કૃષ્ટ સંખ્યાત રાશિ ૧૦ પ્રમાણ છે, તેમ ધારી લઈએ. (૧) અનમો ભાગ હીન-અધિક - અનંત ચારિત્ર પર્યવોને અનંતની રાશિથી ભાગતા જે ભાગ આવે તે અનંતમો ભાગ કહેવાય છે. ધારેલી સંખ્યા પ્રમાણે અનંત ચારિત્ર પર્યવો ૧૦,000 ને અનંત રાશિ પ્રમાણે ૧૦૦થી ભાગતા 100 સંખ્યા આવે છે. આ “સો’ દશ હજારનો અનંતમો ભાગ કહેવાય. તેને ૧૦,૦૦૦ માંથી ન્યુન કરીએ તો અનંતમો ભાગ હીન થાય. યથા- ૧૦,000–300 = ૯૯00. ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૯,૯૦૦ની સંખ્યા અનંતમો ભાગ હીન કહેવાય અને ૯,૯૦૦ની અપેક્ષાએ ૧૦,000ની સંખ્યા અનંતમો ભાગ અધિક કહેવાય છે. (ર) અસંખ્યાતમો ભાગ હીન-અધિક :- અનંત ચારિત્રપર્યવોને અસંખ્યાતની રાશિથી ભાગતા જે ભાગ આવે તે અસંખ્યાતમો ભાગ કહેવાય. યથા– ૧0,000 ચારિત્ર પર્યવોને અસંખ્યાત રાશિથી ભાગતા અર્થાતુ ૫૦થી ભાગતાં 10,000+૫૦ = ૨00 આવે. “બસો’ તે દશ હજારનો અસંખ્યાતમો ભાગ છે. તેને ૧૦,000માંથી ન્યૂન કરીએ તો અસંખ્યાતમો ભાગ હીન થયો કહેવાય. ૧૦,૦૦૦–૨૦૦ = ૯૮,૦૦. ૧૦,૦૦૦ની અપેક્ષાએ૯,૮૦૦ની સંખ્યા અસંખ્યાતમો ભાગહીન અને ૯,૮૦૦ની અપેક્ષાએ ૧૦,000ની સંખ્યા અસંખ્યાતમો ભાગ અધિક કહેવાય છે. (૩) સંખ્યાતમો ભાગ હીન-અધિક – અનંત ચારિત્ર પર્યવોને સંખ્યાતની રાશિથી ભાગતા જે ભાગ આવે તે સંખ્યાતમો ભાગ કહેવાય. યથા– ૧0,000 પર્યવોને સંખ્યાત રાશિ ૧૦થી ભાગતા 1000 આવે.
એક હજાર’ તે દશ હજારનો સંખ્યાતમો ભાગ છે. તેને ૧૦,૦૦૦માંથી ન્યૂન કરીએ તો સંખ્યાતમો ભાગ હીન થયો કહેવાય. ૧૦,૦૦૦–૧000 = ૯000 થાય. ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૯,૦૦૦ની સંખ્યા સંખ્યાતમો ભાગ હીન અને ૯,000ની અપેક્ષાએ ૧૦,000ની સંખ્યા સંખ્યાતમો ભાગ અધિક કહેવાય. (૪) સંખ્યાત ગુણ હીન-અધિક – અનંત પર્યવોને સંખ્યાતની રાશિથી ગુણતાં જે ગુણાકાર આવે તે સંખ્યાતગુણ કહેવાય. અનંત ચારિત્રપર્યવો જો ૧૦,૦૦હોય તેને ૧૦થી ગુણતાં ૧૦૦૦x૧૦ = ૧૦,000 આવે. ૧૦,૦૦ની અપેક્ષાએ ૧૦,000 ની સંખ્યા સંખ્યાત ગુણ અધિક છે અને ૧૦,000ની અપેક્ષાએ ૧,૦૦૦ની સંખ્યા સંખ્યાત ગુણ હીન છે. (૫) અસંખ્યાત ગણ હીન-અધિક - અનંત પર્યવોને અસંખ્યાતની રાશિથી ગુણતા જે ગુણાકાર આવે તે અસંખ્યાતગુણ કહેવાય. અનંતપર્યવો જો ૨00 પ્રમાણ હોય તેને અસંખ્યાતની રાશિ ૫૦ થી ગુણતાં ૨૦૦૪૫૦ = ૧૦,000 થાય. ૧૦,000ની અપેક્ષાએ ૨00ની સંખ્યા અસંખ્યાતગુણ હીન અને ૨૦૦ની