________________
૩૧૮
શ્રી ભગવતી સૂત્ર-૫
જાય તે ઉત્સર્પિણી કાલ છે. તે કાલ પણ દશ ક્રોડાકોડી સાગરોપમનો છે. તેના પણ છ આરા છે (૧) દુષમદુષમા (૨) દુષમા (૩) દુષમસુષમા (૪) સુષમદુષમા (૫) સુષમા (૬) સુષમસુષમાકાલ.
ભરત અને ઐરવત ક્ષેત્રમાં કાલનું પરિવર્તન થાય છે, જેમાં ક્રમશઃ અવસર્પિણી અને ઉત્સર્પિણીકાલ હોય છે. તેના છ આરામાંથી સુષમદુષમાકાલ, દુષમસુષમાકાલ અને દુષમાકાલ તે ત્રણ આરામાં જ સંયમીઓ હોય છે. નોઅવસર્પિણી-નોઉત્સર્પિણી કાલ:- જે કાલમાં ભાવોની હાનિ-વૃદ્ધિ ન થાય અને સદા સમાન પરિણામ રહે, તે કાલને નોઅવસર્પિણી-નોઉત્સર્પિણીકાલ કહે છે.
પાંચ મહાવિદેહ ક્ષેત્ર અને યુગલિક ક્ષેત્રોમાં આ કાલ હોય છે. તેના ચાર પ્રકાર છે– (૧) પ્રથમ આરાના પ્રારંભ જેવો કાલ, દેવકુરુ, ઉત્તરકુરુમાં હોય છે. (૨) બીજા આરાના પ્રારંભ જેવો કાલ હરિવાસ અને રમ્યવાસ ક્ષેત્રમાં હોય છે. (૩) ત્રીજા આરાના પ્રારંભ જેવો કાલ, હેમવંત અને હરણ્યવંત ક્ષેત્રમાં હોય છે.(૪) ચોથા આરાના પ્રારંભ જેવો કાલ મહાવિદેહ ક્ષેત્રમાં હોય છે. આ ચારે ય કાલ માટે સૂત્રમાં “પવિભાગ’ શબ્દનો પ્રયોગ છે. તેનો અર્થ છે તે-તે આરાના પ્રારંભ જેવો કાલ.
છપ્પન અંતર્લેપનો સમાવેશ ત્રીજા પલિભાગમાં થાય છે અર્થાત્ ત્રીજા આરામાં જ્યારે પલ્યોપમના આઠમા ભાગની સ્થિતિ હોય, તેવો કાલ છપ્પન અંતર્લીપમાં હોય છે.
આ રીતે સૂત્રકારે નોઉત્સર્પિણી-નોઅવસર્પિણીકાલના ચાર પ્રકારનું કથન કર્યું છે, તે ચાર પ્રકારમાંથી ચોથા આરાની સમાનકાલમાં સંયમીઓ હોય છે.
પ્રસ્તુત સુત્રોમાં ઉત્સર્પિણી આદિ ત્રણ કાલમાં જન્મ અને સદુભાવની અપેક્ષાએ તેમજ સંહરણની અપેક્ષાએ કયા નિયંઠા કયા કાલમાં હોય તવિષયક નિરૂપણ છે. પલાક-જન્મ-સદભાવની અપેક્ષાએ – અવસર્પિણીકાલમાં જન્મની અપેક્ષાએ ત્રીજા, ચોથા આરામાં અને સભાવની અપેક્ષાએ ત્રીજા, ચોથા અને પાંચમા આરામાં પુલાક હોય છે. પહેલો સુષમસુષમા અને બીજો સુષમાકાલ યુગલિકકાલ હોવાથી તેમાં કોઈ પણ પ્રકારના નિગ્રંથો હોતા નથી. ત્રીજા આરામાં પણ પ્રથમ તીર્થકર તીર્થની સ્થાપના કરે ત્યાર પછી જ પુલાક નિગ્રંથ થાય છે. ચોથા આરામાં તીર્થકરોના શાસનમાં હોય છે. ચોથા આરામાં કોઈ જીવને પુલાક લબ્ધિ ઉત્પન્ન થઈ હોય અને તે જીવ પાંચમા આરામાં હોય તેની અપેક્ષાએ પાંચમા આરામાં હોય છે. પાંચમા આરામાં જન્મેલાને પુલાક લબ્ધિ ઉત્પન્ન થતી નથી. છઠ્ઠા આરામાં ચારિત્ર ધર્મ જ ન હોવાથી સંયમીઓ હોતા નથી.
ઉત્સર્પિણીકાલમાં જન્મની અપેક્ષાએ બીજા, ત્રીજા અને ચોથા આરામાં અને સભાવની અપેક્ષાએ ત્રીજા અને ચોથા આરામાં પુલાક હોય છે.
ઉત્સર્પિણીકાળમાં પ્રથમ અને બીજા આરામાં ચારિત્રધર્મ હોતો નથી. ત્રીજા આરામાં તીર્થકર તીર્થની સ્થાપના કરે ત્યાર પછી પુલાક નિગ્રંથ હોય શકે છે. તેથી બીજા આરામાં જન્મેલાને ત્રીજા આરામાં પુલાક લબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. ત્રીજા અને ચોથા આરામાં અંતિમ તીર્થકરના શાસનકાલ પર્યત પુલાક હોય છે. ત્યાર પછી પાંચમા અને છઠ્ઠા આરામાં યુગલિક કાલ હોવાથી કોઈપણ પ્રકારના નિગ્રંથો હોતા નથી.