________________
શતક-૨૫: ઉદ્દેશક-૬
૩૧૭]
सुसमदुस्समाकालेवा होज्जा,दुस्समसुसमाकालेवा होज्जा,दुस्समाकालेवा होज्जा, णो दुस्समदुस्समाकाले होज्जा । साहरण पडुच्च अण्णयरे समाकाले होज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બકુશ, અવસર્પિણીકાલમાં હોય, તો શું સુષમસુષમાકાલમાં હોય છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ સુષમસુષમાકાલમાં અને સુષમાકાલમાં હોતા નથી; સુષમદુષમા કાલમાં, દુષમસુષમા કાલમાં અને દુષમા કાલમાં હોય છે પરંતુ દુષમદુષમા કાલમાં હોતા નથી. સંહરણની અપેક્ષાએ કોઈ પણ કાલમાં હોય છે. ५७ जइणं भंते ! उस्सप्पिणिकाले होज्जा किंदुस्समदुस्समाकाले होज्जा, पुच्छा? गोयमा !जम्मणं पडुच्च णो दुस्समदुस्समाकाले होज्जा जहेवपुलाए । संतिभावंपडुच्च णोदुस्समदुस्समाकाले होज्जा,णोदुस्समाकाले होज्जा, एवं सतिभावेण वि जहा पुलाए जावणो सुसमसुसमाकाले होज्जा । साहरणं पडुच्च अण्णयरे समाकाले होज्जा। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! બકુશ, જો ઉત્સર્પિણીકાલમાં હોય છે, તો શું દુષમદુષમા કાલમાં હોય છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! જન્મની અપેક્ષાએ દુષમદુષમા કાલમાં હોતા નથી, ઇત્યાદિ પુલાકની સમાન છે. સદ્ભાવની અપેક્ષાએ દુષમદુષમા કાલમાં અને દુષમાકાલમાં હોતા નથી ઇત્યાદિ મુલાકની સમાન યાવત સુષમસુષમા કાલમાં હોતા નથી. સંહરણની અપેક્ષાએ કોઈ પણ કાલમાં હોય છે. ५८ जइ णं भंते ! णोओस्सप्पिणि-णोउस्सप्पिणिकाले होज्जा, पुच्छा? गोयमा ! जम्मणं-सतिभावं पडुच्च णो सुसमसुसमापलिभागे होज्जा, एवं जहेव पुलाए जाव दुस्समसुसमापलिभागेहोज्जा । साहरणं पडुच्च अण्णयरे पलिभागेहोज्जा,जहा बउसे। एवं पडिसेवणाकुसीले वि । एवं कसायकुसीले वि । णियंठो सिणाओ यजहा पुलाओ, णवरं- एएसिं अब्भहिय-साहरणं भाणियव्वं, सेसतंचेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બકુશ, જો નોઅવસર્પિણી-નોઉત્સર્પિણી કાલમાં હોય તો તેના કયા પસિભાગમાં હોય છે? ઉત્તર- હે ગૌતમ! જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ સુષમસુષમા સમાન કાલમાં હોતા નથી. ઇત્યાદિ સર્વ કથન પુલાકની સમાન યાવતુ દુષમસુષમા સમાન કાલમાં હોય છે. સંહરણની અપેક્ષાએ કોઈ પણ કાલમાં હોય છે. બકુશની સમાન પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ પણ જાણવા. નિગ્રંથ અને સ્નાતકનું કથન પુલાકની સમાન છે પરંતુ તેમાં સંહરણ અધિક કહેવું જોઈએ અર્થાત્ સંહરણની અપેક્ષાએ સર્વકાલમાં હોય છે. શેષ પૂર્વવત્ છે. વિવેચન :
કાલના ત્રણ પ્રકાર છે. અવસર્પિણીકાલ, ઉત્સર્પિણીકાલ અને નોઅવસર્પિણી-નોઉત્સર્પિણીકાલ. અવસર્પિણી કાલઃ- જે કાલમાં જીવોના આયુષ્ય, બલ, શરીરની અવગાહના આદિ ભાવો ઉત્તરોત્તર ઘટતા જાય તે અવસર્પિણી કાલ છે. દશ ક્રોડાક્રોડી સાગરોપમનો એક અવસર્પિણી કાલ છે. તેના છ આરા છે (૧) સુષમસુષમા (૨) સુષમા (૩) સુષમદુષમા (૪) દુષમસુષમા (૫) દુષમા (૬) દુષમદુષમા કાલ. ઉત્સર્પિણી કાલઃ-જે કાલમાં જીવોના આયુષ્ય, બલ, શરીરની અવગાહના આદિ ભાવો ઉત્તરોત્તર વધતા