________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
૩૦૯ |
અપરંપત્તિના આ પાંચ આશ્રવનું સેવન કરવું તે મૂળગુણ પ્રતિસેવના છે, તે પ્રમાણે કથન કર્યું છે. પાંચ આશ્રવના કથનથી અહીં પ્રાણાતિપાત, મૃષાવાદ આદિ પાંચ પ્રકારના અવ્રતરૂપ આશ્રવનું ગ્રહણ થાય છે કારણ કે તે જ મૂળગુણ પ્રતિસેવના છે.
ઉત્તરગણ પ્રતિસેવના- સ્વાધ્યાય, તપ, પચ્ચકખાણ વગેરે તેમજ નિયમ-ઉપનિયમોની મર્યાદાનો ભંગ કરવો, તે ઉત્તરગુણ પ્રતિસેવના છે. અપ્રતિસેવના- કોઈ પણ પ્રકારના દોષનું સેવન ન કરવું તે અપ્રતિસેવના છે.
વિદત્ત પાસ:-દશવિધ પ્રત્યાખ્યાન બે પ્રકારના છે. પ્રથમ પ્રકારે–નવકારશી, પોરસી, દોઢ પોરસી, બે પોરસી, એકાસણુ, એકઠાણુ–ઠામ ચૌવિહાર સહિત એકાસણુ, આયંબિલ, નવી આયંબિલ, ઉપવાસ અને અભિગ્રહ; આ ૧૦ પચ્ચખાણ છે. બીજા પ્રકારે– શતક–૭/રમાં કથિત અનાગત પચ્ચખાણ આદિ દશ છે.
| મુલાક-મૂળગુણ અને ઉત્તરગુણ બંનેમાં દોષ સેવન કરે છે. પુલાક લબ્ધિના પ્રયોગ સમયે હિંસાદિનું આચરણ કરીને તે મૂળગુણની વિરાધના કરે છે તેમજ લબ્ધિ પ્રયોગથી સાધુ સમાચારીની વિરાધના થવાથી ઉત્તરગુણની વિરાધના થાય છે.
બકુશ– મહાવ્રતને દૂષિત બનાવતા નથી પરંતુ પ્રમાદ તેમજ આસક્તિ આદિના કારણે સુખશીલવૃત્તિથી ઉત્તરગુણમાં જ દોષસેવન કરે છે. પ્રતિસેવનાશીલ મૂળણ કે ઉત્તરગુણમાં દોષ સેવન કરે છે. કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતક અપ્રતિસેવી હોય છે, તે કોઈ પણ પ્રકારના દોષનું સેવન કરતા નથી. નિગ્રંથોમાં પ્રતિસેવના :
નિગ્રંથો | મૂળગુણ પ્રતિસેવના | ઉત્તરગુણ પ્રતિસેવના | અપ્રતિસેવી
X |
X |
પુલાક બકુશ, | પ્રતિસેવનાકુશીલ | અંતિમ ત્રણ
૪ |
Y
|
૪
|
|
() જ્ઞાન દ્વાર:३५ पुलाए णं भंते ! कइसुणाणेसु होज्जा? गोयमा ! दोसुवा तिसुवा होज्जा। दोसु होमाणे दोसु आभिणिबोहियणाणे सुयणाणे होज्जा; तिसु होमाणे तिसुआभिणिबोहियणाणे, सुयणाणे, ओहिणाणे होज्जा । एवं बउसे वि, एवंपडिसेवणाकुसीले वि। શબ્દાર્થ :- હોના હોય તો. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પલાક નિગ્રંથમાં કેટલા જ્ઞાન હોય છે? ઉત્તર- હે ગૌતમ! બે અથવા ત્રણ જ્ઞાન હોય છે. જો બે જ્ઞાન હોય તો, આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે અને ત્રણ જ્ઞાન હોય તો, આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે. આ રીતે બકુશ અને પ્રતિસેવનાકુશીલમાં પણ જાણવું.