________________
૩૦૮ |
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! મુલાક, શું પ્રતિસવી(દોષોનું સેવન કરનાર) હોય છે કે અપ્રતિસેવી હોય છે? ઉત્તર- હે ગૌતમ! પ્રતિસેવી હોય છે, અપ્રતિસવી નથી. ३१ जइणं भंते ! पडिसेवए होज्जा किं मूलगुणपडिसेवए होज्जा, उत्तरगुणपडिसेवए होज्जा? गोयमा !मूलगुणपडिसेवए वा होज्जा, उत्तरगुणपडिसेवए वा होज्जा । मूलगुणपडिसेवमाणे पंचण्हं आसवाणं अण्णयरंपडिसेवेज्जा, उत्तरगुणपडिसेवमाणे दसविहस्स पच्चक्खाणस्स अण्णयर पडिसेवेज्जा। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! જો પુલાક પ્રતિસેવી હોય, તો શું મૂળગુણોના પ્રતિસેવી હોય કે ઉત્તરગુણોના પ્રતિસેવી હોય? ઉત્તર- હે ગૌતમ! મૂળગુણોના પ્રતિસવી પણ હોય છે અને ઉત્તરગુણોના પ્રતિસવી પણ હોય છે. જો મૂળગુણોની પ્રતિસેવના કરે, તો પાંચ પ્રકારના આશ્રવમાંથી કોઈ પણ એક આશ્રવના પ્રતિસેવી હોય છે અને ઉત્તરગુણોની પ્રતિસેવના કરે, તો તે દશ પ્રકારના પ્રત્યાખ્યાનોમાંથી કોઈ એક પ્રત્યાખ્યાનના પ્રતિસેવી હોય છે. ३२ बउसेणं भंते ! पुच्छा? गोयमा ! पडिसेवए होज्जा,णो अपडिसेवए होज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બકુશ પ્રતિસેવી હોય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ!પ્રતિસેવી હોય છે, અપ્રતિસવી નથી. ३३ जइणं भंते ! पडिसेवए होज्जा किं मूलगुणपडिसेवए होज्जा, उत्तरगुणपडिसेवए होज्जा? गोयमा !णो मूलगुणपडिसेवए होज्जा, उत्तरगुणपडिसेवए होज्जा । उत्तरगुणपडिसेवमाणेदसविहस्स पच्चक्खाणस्स अण्णयरंपडिसेवेज्जा । पडिसेवणाकुसीले जहा પુના. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જો બકુશ પ્રતિસેવી હોય, તો શું મૂળગુણ પ્રતિસેવી હોય કે ઉત્તરગુણ પ્રતિસેવી હોય? ઉત્તર- હે ગૌતમ! તે મૂળગુણ પ્રતિસવી નથી, ઉત્તરગુણ પ્રતિસેવી હોય છે. ઉત્તરગુણનું પ્રતિસેવન કરે, તો તે દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાંથી કોઈ એક પ્રત્યાખ્યાનના પ્રતિસેવી હોય છે. પ્રતિસેવનાકુશીલનું કથન પુલાકની સમાન છે. |३४ कसायकुसीले णं भंते ! पुच्छा? गोयमा ! णो पडिसेवए होज्जा, अपडिसेवए होज्जा । एवं णिग्गंथेवि, एवं सिणाए वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કષાયકશીલ પ્રતિસેવી હોય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! તે પ્રતિસેવી નથી. પરંતુ અપ્રતિસેવી હોય છે. આ રીતે નિગ્રંથ અને સ્નાતક પણ અપ્રતિસેવી હોય છે. વિવેચન - પ્રતિસેવના:- સંજવલન કષાયના ઉદયે સંયમ મર્યાદાઓનું ઉલ્લંઘન કરવું, દોષોનું સેવન કરવું તેને પ્રતિસેવના કહે છે. તેના બે ભેદ છે– મૂળગણ પ્રતિસેવના- પાંચ મહાવ્રત કે રાત્રિભોજન વિરમણ વ્રતમાં દોષસેવન કરવું, દોષો લગાડવા, તે મૂળગુણ પ્રતિસેવના છે. સૂત્રકારેમૂનાગ પડિલેવાને પાછું આપવામાં