________________
૩૦૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
होज्जा? गोयमा ! उवसंतकसायवीयरागेवा होज्जा,खीणकसायवीयरागेवा होज्जा। सिणाएएवचेव,णवर-णोउवसतकसायवीयरागेहोज्जा,खीणकसायवीयरागेहोज्जा। ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન ! નિગ્રંથ વીતરાગી હોય, તે શું ઉપશાંત કષાય વીતરાગી હોય છે કે ક્ષીણકષાય વીતરાગી હોય છે? ઉત્તર-હે ગૌતમ! ઉપશાંત કષાય વીતરાગી પણ હોય છે અને ક્ષીણકષાય વીતરાગી પણ હોય છે. આ રીતે સ્નાતક પણ જાણવા પરંતુ સ્નાતક ઉપશાંત કષાય વીતરાગી નથી, કેવળ ક્ષીણ કષાય વીતરાગી જ હોય છે. વિવેચન :સરો :- સરાગ = સકષાયઅવસ્થા. સકષાય ભાવ દશમા ગુણસ્થાન સુધી રહે છે. નિગ્રંથોમાં સરાગી-વીતરાગી :નિગ્રંથ
વીતરાગી
ઉપશાંત પ્રથમ ચાર |
સરાગી
ક્ષીણ
નિગ્રંથ
- સ્નાતક
|
4 (૪) કલ્પહાર :
२२ पुलाएणं भंते ! किं ठियकप्पे होज्जा, अट्ठियकप्पेहोज्जा?गोयमा !ठियकप्पेवा होज्जा, अट्ठियकप्पेवा होज्जा । एवं जावसिणाए। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પુલાક સ્થિતકલ્પમાં હોય છે કે અસ્થિત કલ્પમાં હોય છે? ઉત્તર-હે ગૌતમ! તે સ્થિત કલ્પમાં પણ હોય છે અને અસ્થિત કલ્પમાં પણ હોય છે. આ રીતે યાવતુ સ્નાતક પર્યત જાણવું. २३ पुलाए णं भंते ! किं जिणकप्पे होज्जा, थेरकप्पे होज्जा, कप्पाईए होज्जा? गोयमा !णो जिणकप्पे होज्जा, थेरकप्पे होज्जा,णो कप्पाईए होज्जा। ભાવાર્થ - પ્રશ્ન – હે ભગવન્! પુલાક જિનકલ્પમાં હોય છે, સ્થવિરકલ્પમાં હોય છે કે કલ્પાતીત હોય છે? ઉત્તર- હે ગૌતમ! પુલાક જિનકલ્પમાં નથી, કલ્પાતીત પણ નથી પરંતુ સ્થવિર કલ્પમાં હોય છે. २४ बउसे णं भंते ! पुच्छा? गोयमा ! जिणकप्पेवा होज्जा,थेरकप्पेवा होज्जा, णो कप्पाईए होज्जा। एवं पडिसेवणाकुसीले वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બકુશ જિનકલ્પમાં હોય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! બકુશ જિનકલ્પમાં અને સ્થવિરકલ્પમાં હોય છે પરંતુ કલ્પાતીત નથી. આ રીતે પ્રતિસેવનાકુશીલ પણ જાણવા જોઈએ.