________________
શતક–૨૫ : ઉદ્દેશક-૬
२५ सायकुसीले णं भंते ! पुच्छा ? गोयमा ! जिणकप्पे वा होज्जा, थेरकप्पे वा હોબ્બા, બાપ વા હોખ્ખા |
૩૦૫
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! કષાયકુશીલ જિનકલ્પમાં હોય છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ! જિનકલ્પમાં પણ હોય છે, સ્થવિરકલ્પમાં પણ હોય છે અને કલ્પાતીત(તીર્થંકરની અપેક્ષાએ) પણ હોય છે. ૨૬ પિયઢેળ મતે ! પુચ્છા ? નોયમા ! ખોનિળબ્બે ોખ્ખા, ખો થેરપે હોના, कप्पाईए होज्जा । एवं सिणाए वि ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નિગ્રંથ જિનકલ્પમાં હોય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-નિગ્રંથ જિનકલ્પમાં કે સ્થવિર કલ્પમાં નથી, પરંતુ કલ્પાતીત હોય છે. આ રીતે સ્નાતક પણ જાણવા.
વિવેચન :
કલ્પ એટલે મર્યાદા. તેના દશ પ્રકાર આ પ્રમાણે છે–
(૧) અચેલ કલ્પ :— મર્યાદિત-સીમિત અને સફેદ વસ્ત્રો રાખવા તથા પાત્ર આદિ અન્ય ઉપકરણો પણ શાસ્ત્રાજ્ઞાનુસાર મર્યાદિત રાખવા, તે અચેલ કલ્પ છે.
(૨) ઔદ્દેશિક કલ્પ :– સમુચ્ચય સાધુ સમુદાયના નિમિત્તે બનેલા આહાર, પાણી, મકાન આદિ ઔદ્દેશિક કહેવાય છે. જે કલ્પમાં ઔદ્દેશિક વસ્તુનો ત્યાગ કરવો આવશ્યક હોય તે ઔદેશિક કલ્પ છે.
(૩) રાજપિંડ :– અન્ય રાજાઓ દ્વારા અભિષેક કરાયેલા મુકુટબંધી રાજાઓના ઘરનો આહાર રાજપિંડ કહેવાય છે. તેને ગ્રહણ ન કરવો, તે રાજપિંડ કલ્પ છે.
(૪) શય્યાતરપિંડ :– શય્યા-સ્થાન. સાધુ-સાધ્વીને રહેવા માટે જે વ્યક્તિ સ્થાન આપે છે, જેના મકાનમાં સાધુ-સાધ્વી રહે છે, તે મકાન માલિક શય્યાતર કહેવાય છે. તેના ઘરના આહાર, પાણી, વસ્ત્ર આદિને શય્યાતરપિંડ કહે છે. તેને ગ્રહણ ન કરવા, તે શય્યાતરપિંડ કલ્પ છે.
-=
(૫) માસકલ્પ :– સાધુને માટે એક ગામમાં ૨૯ દિવસ અને સાધ્વીને ૫૮ દિવસથી વધુ ન રહેવાની કાલમર્યાદાને માસકલ્પ કહે છે.
(૬) ચાતુર્માસિક કલ્પ :– અષાઢી પૂનમથી કારતકી પૂનમ સુધી આગમોક્ત કારણ વિના વિહાર ન કરવો, એક જ સ્થાને રહેવું, તે ચાતુર્માસિક કલ્પ છે.
(૭) વ્રતકલ્પ :– પાંચ મહાવ્રત અને છઠ્ઠું રાત્રિ ભોજન વિરમણ વ્રતનું પાલન કરવું અથવા ચાતુર્યામ ધર્મનું પાલન કરવું તે વ્રતકલ્પ છે.
(૮) પ્રતિક્રમણ :– ઉભયકાલ નિયમિત પ્રતિક્રમણ કરવું, તે પ્રતિક્રમણ કલ્પ છે.
(૯) કૃતિકર્મ [ :– રત્નાધિકો સાથેના વંદન વ્યવહારને કૃતિકર્મ કહે છે.
(૧૦) પુરુષ જ્યેષ્ઠ :– સાધુ-સાધ્વીઓના સમુદાયમાં પુરુષની-સાધુની જ્યેષ્ઠતાને સ્વીકારવી. નાના કે મોટા કોઈ પણ સાધુને સાધ્વીએ વંદનાદિ કરવા. આ પ્રકારની પ્રણાલિકાને પુરુષ જ્યેષ્ઠ કલ્પ કહે છે.
આ કલ્પના બે પ્રકાર– (૧) સ્થિતકલ્પ (૨) અસ્થિતકલ્પ.