________________
૩૦૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
१३ कसायकुसीलेणं भंते ! किं सवेयए, पुच्छा । गोयमा !सवेयए वा होज्जा, अवेयए वाहोज्जा। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! કષાયકશીલ સવેદી હોય છે કે અવેદી? ઉત્તર- હે ગૌતમ! કષાયકશીલ સવેદી પણ હોય છે અને અવેદી પણ હોય છે. १४ जइ भंते ! अवेयए किं उवसंतवेयए, खीणवेयए होज्जा? गोयमा !उवसंतवेयए વા, હવેચવા હોન્ડા | ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કષાયકશીલ જો અવેદી હોય, તો ઉપશાંતવેદી હોય કે ક્ષીણવેદી હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તે ઉપશાંતવેદી પણ હોય છે અને ક્ષીણવેદી પણ હોય છે. १५ जइ भंते ! सवेयए होज्जा किं इत्थिवेयए, पुच्छा । गोयमा !तिसुवि जहा बउसो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો કષાયકુશીલ સવેદી હોય, તો શું સ્ત્રીવેદી હોય, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! બકુશની સમાન ત્રણે વેદોમાં હોય છે.
१६ णियंठे णं भंते ! किं सवेयए, पुच्छा । गोयमा ! णो सवेयए होज्जा, अवेयए હોન્ના ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નિગ્રંથ સવેદી હોય છે કે અવેદી ? ઉત્તર- હે ગૌતમ ! નિગ્રંથ સવેદી નથી, અવેદી હોય છે. १७ जइ भंते ! अवेयए होज्जा किं उवसंतवेयए, पुच्छा । गोयमा ! उवसंतवेयए वा होज्जा,खीणवेयए वा होज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નિગ્રંથ અવેદી હોય, તો શું ઉપશાંતવેદી હોય કે ક્ષીણવેદી હોય? ઉત્તર- હે ગૌતમ ! ઉપશાંતવેદી હોય છે અને ક્ષીણવેદી પણ હોય છે. १८ सिणाएणं भंते ! किं सवेयए होज्जा, पुच्छा? गोयमा !जहा णियंठेतहा सिणाए वि,णवर- णो उवसंतवेयए होज्जा,खीणवेयए होज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સ્નાતક સવેદી હોય છે કે અવેદી? ઉત્તર- હે ગૌતમ! નિગ્રંથની સમાન સ્નાતક પણ અવેદી હોય છે પરંતુ તે ઉપશાંતવેદી નથી, તે ક્ષીણવેદી જ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં છ પ્રકારના નિગ્રંથોમાં વેદનું કથન છે. આઠ ગુણસ્થાન સુધી જીવો સવેદી હોય છે. ત્યાર પછી જો તે જીવ ઉપશમશ્રેણી પર હોય તો ઉપશાંતવેદી અને ક્ષપકશ્રેણી પર હોય તો ક્ષીણવેદી થાય છે.
પુલાક, બકુશ કે પ્રતિસેવનાકુશીલમાં છઠું અને સાતમું બે જ ગુણસ્થાન હોય છે. તેથી તેઓ સવેદી હોય છે. પુલાક લબ્ધિ સ્ત્રીને હોતી નથી. કારણ કે પુલાક લબ્ધિ પૂર્વધરને જ હોય છે અને સ્ત્રીને પૂર્વનું જ્ઞાન હોતું નથી, તેથી પુલાકમાં પુરુષ અને પુરુષ નપુંસક બે વેદ હોય છે.