________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
૩૦૧
જ્ઞાન અને કેવળદર્શનથી યુક્ત હોય છે. તેમાં તેરમું અને ચૌદમું બે ગુણસ્થાન હોય છે. આ પ્રકારના નિગ્રંથમાં પણ ભેદનું કોઈ કારણ નથી. તેમજ આ ગુણસ્થાન પણ શાશ્વત છે. તેના સંયમ સ્થાનો, આત્મગુણો-જ્ઞાન, દર્શન પણ સમાન છે. તેમ છતાં પાંચ પ્રકારના ભેદની શૈલીનું અનુકરણ કરીને સૂત્રકારે તેના પાંચ ભેદનું કથન કર્યું છે. સૂત્ર કથિત સ્તાનકના પાંચ ભેદો તેના પાંચ ગુણોને પ્રગટ કરે છે.
(૧) અચ્છવ- યોગનિરોધ અવસ્થામાં છવી અર્થાતુ શરીરભાવ ન હોય તે અચ્છવી. અક્ષTઘાતકર્મનો ક્ષય કર્યા પછી તેમાં કાંઈ પણ ખાસ ક્ષપણ શેષ નથી, તે અક્ષપી છે. (૨) અસવને સંપૂર્ણ દોષ રહિત અવસ્થા. (૩) એમ્પલે– ઘાતકર્મના અંશથી રહિત હોય તે અકર્માશ. (૪) સમુદ્ધ - સણ ધરે- વિશુદ્ધ જ્ઞાન-દર્શનના ધારક. (૫) અપરિક્ષાવ- કર્મબંધના આશ્રવથી રહિત હોય તે અપરિશ્રાવી છે. ચૌદમા ગુણસ્થાને સાધક અયોગી, નિષ્ક્રિય, બની જાય છે ત્યારે કર્મનો આશ્રવ અટકી જાય છે. આ રીતે આ પાંચે ય અવસ્થા, ભેદ રૂપ નથી પરંતુ “શુક્ર-પુરંદર આદિની જેમ શબ્દ નયની અપેક્ષા પાંચ ભેદ સમજવા. (૨) વેદદ્વાર:| ९ पुलाए णं भंते ! किं सवेयए होज्जा, अवेयए होज्जा?गोयमा ! सवेयए होज्जा, णो अवेयए होज्जा। ભાવાર્થ - પ્રગ્ન–હે ભગવન્! પુલાક સવેદી હોય છે કે અવેદી? ઉત્તર-હે ગૌતમ!તે સવેદી હોય છે, અવેદી નથી. १० जइणंभते!सक्यएहोज्जा किंइस्थिवेयएहोज्जा,पुरिसक्यएहोज्जा, पुरिसणपुंसगवेयए होज्जा? गोयमा ! णो इत्थिवेयए होज्जा, पुरिसवेयए होज्जा, पुरिसणपुंसगवेयए वा હોના ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાક સવેદી હોય છે, તો શું સ્ત્રીવેદી હોય છે, પુરુષવેદી હોય છે કે પુરુષ નપુંસકવેદી હોય છે? ઉત્તર-હે ગૌતમ! તે સ્ત્રીવેદી નથી પરંતુ પુરુષવેદી અથવા પુરુષ નપુંસકવેદી હોય છે. ११ बउसे णं भंते ! किं सवेयए होज्जा, अवेयए होज्जा? गोयमा !सवेयए होज्जा, णो अवेयए होज्जा। ભાવાર્થ:- પ્રશ્ન–હે ભગવન્! બકુશ સવેદી હોય છે કે અવેદી? ઉત્તર-હે ગૌતમ!બકુશ સવેદી હોય છે, અવેદી નથી. १२ जइणंभते!सक्यएहोज्जा किंइथिक्यएहोज्जा,पुरसवेयएहोज्जा, पुरिसणपुंसगवेयए होज्जा? गोयमा ! इत्थिवेयए वा होज्जा, पुरिसवेयए वा होज्जा, पुरिसणपुंसगवेयए वा होज्जा । एवं पडिसेवणाकुसीले वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! બકુશ સવેદી હોય છે, તો શું સ્ત્રીવેદી હોય છે, પુરુષવેદી હોય છે કે પુરુષ નપુંસકવેદી હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે સ્ત્રીવેદી, પુરુષવેદી અથવા પુરુષ નપુંસકવેદી હોય છે, આ જ રીતે પ્રતિસેવનાકુશીલ પણ જાણવા.