________________
| ૩૦૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
(૪) લિંગ કષાય કુશીલ:- શુદ્ધ લિંગ, વેષભૂષા, ઉપકરણાદિના નિમિત્તે પ્રમાદવશ સંજવલન કષાયનો પ્રગટ ઉદય થાય, તેને લિંગ કષાય કુશીલ કહે છે. (૫) યથાસૂકમ કષાય કુશીલઃ- પૂર્વોક્ત ચાર કારણ સિવાય અપ્રગટરૂપે અને ક્યારેક પ્રગટરૂપે કષાયનો ઉદય થઈ જાય. જેમ કે ઇચ્છા કે આજ્ઞા વિરુદ્ધ કાર્ય થવાથી, અનુકૂળ વાતાવરણ ન હોવાથી, કોઈની ક્ષતિ સહન ન થવાથી કષાય થઈ જાય, તેને યથાસૂક્ષ્મકષાય કુશીલ કહે છે.
આ નિગ્રંથનો કષાય જો સંજ્વલનની કોટિથી વધી જાય તો તે અન્યનિગ્રંથપણાને અથવા અસંયમભાવને પ્રાપ્ત કરે છે. નિગ્રંથ :- રાગદ્વેષની ગ્રંથિથી સર્વથા રહિત હોય તેને નિગ્રંથ કહે છે. અહીં ૧૧,૧૨માં ગુણસ્થાનવર્તી વીતરાગ સાધકને નિગ્રંથ કહ્યા છે. તેમાં કોઈ પણ પ્રકારના દોષસેવન કે કષાયના ઉદયની સંભાવના નથી. તે સાધક કષાયનો ઉદય ન હોવાથી વીતરાગ અને જ્ઞાનાવરણીયાદિ શેષ ઘાતકર્મનો ઉદય હોવાથી તે છદ્મસ્થ હોય છે અર્થાત્ છદ્મસ્થ વીતરાગને નિગ્રંથ કહે છે.
પૂર્વના ચાર નિગ્રંથોના પાંચ-પાંચ ભેદની શૈલીનું અનુકરણ કરીને સૂત્રકારે નિગ્રંથના પણ પાંચ ભેદ કર્યા છે. તેના ભેદનું કારણ દોષસેવન કે કષાયાદિ નથી. તેમ છતાં આ નિગ્રંથાવસ્થા અશાશ્વત છે. તેથી સર્વ નિગ્રંથોની અપેક્ષાએ તેના પાંચ પ્રકાર થાય છે. (૧) પ્રથમ સમયવર્તી નિગ્રંથ :- ક્યારેક આખા લોકમાં એક પણ નિગ્રંથ ન હોય અને નવા જે શ્રમણો નિગ્રંથ અવસ્થાને પ્રાપ્ત કરે તે સર્વ પ્રથમ સમયવર્તી નિગ્રંથો હોય છે. (૨) અપ્રથમ સમયવર્તી નિગ્રંથ:- ક્યારેક નવા કોઈ પણ સાધુ નિગ્રંથપણાને પ્રાપ્ત કરતા ન હોય તો, તે સર્વ નિગ્રંથો અપ્રથમવર્તી જ હોય છે. (૩) ચરમ સમયવર્તી નિગ્રંથ :- ક્યારેક સર્વ નિગ્રંથો ચરમ સમયવર્તી જ હોય છે, તે સર્વની છદ્મસ્થાવસ્થાનો ચરમ સમય હોય તે ચરમ સમયવર્તી નિગ્રંથ છે. (૪) અચરમસમયવર્તી નિગ્રંથ :- ક્યારેક સર્વ નિગ્રંથો અચરમ સમયવર્તી જ હોય છે. સર્વની છદ્મસ્થાવસ્થાને બે, ત્રણ, ચાર, પાંચાદિ સમય શેષ રહ્યા હોય, તે અચરમ સમયવર્તી નિગ્રંથ છે. પ્રથમ અને અપ્રથમનું કથન પૂર્વાનુપૂર્વીની અપેક્ષાએ છે અને ચરમ-અચરમનું કથન પશ્ચાનુપૂર્વાની અપેક્ષાએ છે. (૫) યથાસૂમ નિગ્રંથ - પ્રથમ-અપ્રથમ, ચરમ કે અચરમ સમયની અપેક્ષા રાખ્યા વિના સામાન્યરૂપે સર્વ સમયમાં વર્તતા નિગ્રંથોને યથાસૂક્ષ્મનિગ્રંથ કહે છે. તેમાં કેટલાક પ્રથમ સમયવર્તી હોય, કેટલાક અપ્રથમસમયવર્તી હોય. આ રીતે દ્વિસંયોગી આદિ ભંગ બની શકે છે.
બીજી રીતે નિગ્રંથના પાંચ પ્રકાર આ પ્રમાણે સમજવા- (૧) નિગ્રંથ અવસ્થાના પ્રથમ સમયવર્તી સર્વ નિગ્રંથોને પ્રથમ સમયવર્તી નિગ્રંથ (૨) બીજા આદિ સમયવર્તી નિગ્રંથોને અપ્રથમ સમયવર્તી નિગ્રંથ (૩) અંતિમ સમયવર્તી નિગ્રંથોને ચરમ સમયવર્તી નિગ્રંથ (૪) અંતિમ સમય સિવાયના નિગ્રંથોને અચરમ સમયવર્તી નિગ્રંથ અને (૫) નિગ્રંથ અવસ્થાના કોઈ પણ સમયવર્તી નિગ્રંથોને યથાસૂક્ષ્મ નિગ્રંથ કહે છે.
નિગ્રંથના બે પ્રકાર છે– ઉપશાંતકષાયનિગ્રંથ અને ક્ષીણકષાયનિગ્રંથ. અગિયારમા ગુણસ્થાનવર્તી નિગ્રંથ ઉપશાંત કષાય નિગ્રંથ છે અને બારમાં ગુણસ્થાનવર્સી નિગ્રંથ ક્ષીણ કષાય નિગ્રંથ છે. સ્નાતક – પૂર્ણતઃ શુદ્ધ, અખંડ ચારિત્રસંપન્ન નિગ્રંથને સ્નાતક કહે છે. તે ચાર ઘાતકર્મના નાશથી કેવળ