________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
| ૨૯૯ |
પ્રવૃત્તિ ચાલુ હોય અને તેની સાથે સંયમ આરાધનામાં તત્પર હોય, તો આ નિગ્રંથ જીવનપર્યત પણ રહી શકે છે પરંતુ જો દોષનું પ્રમાણ ક્રમશઃ વધતુ જાય અને તેની શુદ્ધિ ન કરે તો અસંયમભાવને પ્રાપ્ત કરે છે.
પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ આ ત્રણે નિયંઠામાં ત્રણ શુભ લેશ્યા જ હોય છે. તેમાં અશુભ લેશ્યાના પરિણામો ક્ષમ્ય નથી. દોષસેવન સાથે જો પરિણામો અશુભ થઈ જાય તો તે નિગ્રંથપણાના ભાવથી ચુત થઈ અસંયમભાવને પ્રાપ્ત કરે છે.
પ્રતિસેવનાકુશીલના પણ પાંચ પ્રકાર છે– (૧) જ્ઞાન પ્રતિસેવના કુશીલ– જ્ઞાન ભણતાં, ભણાવતાં કે પ્રચારાદિ કરવા માટે મૂળગુણમાં કે ઉત્તરગુણમાં દોષસેવન કરે, યથા- પુસ્તકો ખરીદવા, છપાવવા વગેરે. જ્ઞાનાદિથી આજીવિકા ચલાવે તે પણ જ્ઞાન પ્રતિસેવના કુશીલ કહેવાય છે. (૨) દર્શન પ્રતિસેવના કુશીલ- શુદ્ધ શ્રદ્ધાની પ્રાપ્તિ માટે, તેના પ્રચારાદિ માટે દોષસેવન કરે તે દર્શનપ્રતિસેવનાકુશીલ છે. (૩) ચારિત્ર પ્રતિસેવના કુશીલ- ચારિત્રની પ્રવૃત્તિઓનું પાલન કરવા કે કરાવવા માટે દોષસેવન કરે, યથાચારિત્રપાલનનું સાધન શરીર છે, શરીર સશક્ત હશે તો ચારિત્રપાલન વિશેષ થશે તે દષ્ટિકોણથી શરીર માટે દોષસેવન કરે તે ચારિત્ર પ્રતિસેવનાકુશીલ છે. (૪) લિંગ પ્રતિસેવના કુશીલ- લિંગના વિષયમાં અર્થાત્ સાધુની વેશભૂષાના નિમિત્તે તથા સાધુલિંગના આવશ્યક ઉપકરણ, વસ્ત્ર, પાત્ર, રજોહરણ આદિના નિમિત્તે દોષસેવન કરે તે લિંગ પ્રતિસેવના કુશીલ છે. (૫) યથાસૂમ પ્રતિસેવના કુશીલ- પૂર્વોક્ત ચાર કારણ સિવાય અન્ય કારણે અર્થાત્ પૌલિક સુખની લાલસાથી, કષ્ટ સહન ન થવાથી, ઇચ્છાપૂર્તિ માટે, માનાદિ કષાયોના પોષણ માટે અથવા કોઈના દબાણથી મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષસેવન કરે, તે યથાસૂક્ષ્મ પ્રતિસેવના કુશીલ છે.
આ રીતે પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ, તે ત્રણે નિયંઠા પ્રતિસેવી છે, દોષ સેવી છે, તેમાં છઠું અને સાતમું બે જ ગુણસ્થાન હોય છે, શેષ ત્રણ નિયંઠા અપ્રતિસવી છે. પુલાકમાં એક છઠ્ઠ ગુણસ્થાન જ હોય છે. કષાય કુશીલ:- સંજ્વલન કષાયના પ્રગટ કે અપ્રગટ ઉદયથી જેનું ચારિત્ર કંઈક અંશે મલિન બને છે તેને કષાય કુશીલ કહે છે. તે નિગ્રંથ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિમાં કિંચિત્ પણ અતિચાર કે અનાચાર રૂપ દોષ સેવન કરતા નથી. સંયમ પ્રાપ્તિના સમયે અવશ્ય કષાય કુશીલ નિગ્રંથપણું જ હોય છે. બીજા નિયંઠા ત્યાર પછી પ્રાપ્ત થાય છે. સાધક જીવનમાં ક્યારેક કોઈપણ નિમિત્તથી કષાયનો ઉદય થાય પરંતુ તે તુરંત જ ઉપશાંત થઈ જાય તો જ કષાય કશીલ નિગ્રંથપણું રહે છે. જો કષાયની કાલમર્યાદા વધી જાય તો કષાય કુશીલપણુ રહેતું નથી. આ નિગ્રંથમાં ૬,૭,૮,૯,૧૦આ પાંચ ગુણસ્થાન હોય છે. છઠ્ઠા ગુણસ્થાનમાં કષાયનો ઉદય પ્રગટ જણાય છે. પરંતુ સાતમાથી દશમા ગુણસ્થાન સુધી અપ્રગટપણે કષાયનો ઉદય હોય છે. આ નિગ્રંથના પણ પાંચ પ્રકાર છે. (૧) જ્ઞાન કષાય કુશીલ – જ્ઞાન ભણતા કે જ્ઞાન પ્રેરણા, પ્રચારાદિ કાર્ય કરતાં પ્રમત્ત દશાના કારણે સંજ્વલન કષાયની પ્રગટ અવસ્થા આવી જાય તો તેને જ્ઞાનકષાય કુશીલ કહે છે. ૨) દર્શન કષાય કશીલ - દર્શન-શ્રદ્ધાગમ્ય વિષયોને સમજવા, સમજાવવામાં ક્યારેક પ્રગટ કષાયનો ઉદય થઈ જાય તેને દર્શન કષાય કુશીલ કહે છે. (૩) ચારિત્ર કષાય કુશીલઃ- ચારિત્રનું પાલન કરતા, કરાવતા અથવા વૈયાવચ્ચ આદિ કરતાં પ્રમાદવશ પ્રગટ કષાયનો ઉદય થઇ જાય તો તેને ચારિત્રકષાય કુશીલ કહે છે.