________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૫
[ ૨૮૯ ] २४ तीयद्धा णं भंते ! किं संखेज्जा, असंखेज्जा, अणंता पोग्गलपरियट्टा? गोयमा ! णो संखेज्जा,णो असंखेज्जा,अणता पोग्गलपरियट्टा । एवं अणागयद्धा विएवं सव्वद्धा વિા શબ્દાર્થ :- બ્રહ= સર્વકાલ, સર્વોદ્ધા. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ભૂતકાળમાં શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત પુદ્ગલ પરાવર્તનો છે? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત અને અસંખ્યાત પુગલ પરાવર્તનો નથી, અનંત પુદ્ગલ પરાવર્તનો છે. આ રીતે ભવિષ્યકાલ અને સર્વકાલ માટે જાણવું. २५ अणागयद्धा णं भंते ! किं संखेज्जाओ, असंखेज्जाओ, अणंताओतीयद्धाओ? गोयमा !णो संखेज्जाओ,णो असंखेज्जाओ, णो अणताओतीयद्धाओ। अणागयद्धाणं तीयद्धाओ समयाहिया,तीयद्धाण अणागयद्धाओ समयूणा। ભાવાર્થ - પ્રશ્ન – ભવિષ્યકાલમાં શું સંખ્યાત ભૂતકાલ, અસંખ્યાત ભૂતકાલ છે, કે અનંત ભૂતકાલ છે? ઉત્તર-હે ગૌતમ! ભવિષ્યકાલમાં સંખ્યાત ભૂતકાલ અસંખ્યાત ભૂતકાલ અને અનંત ભૂતકાલ નથી, પરંતુ ભૂતકાલથી ભવિષ્યકાલ એક સમય અધિક છે અને ભવિષ્યકાલથી ભૂતકાલ એક સમય ન્યૂન છે. २६ सव्वद्धाणंभंते ! किं संखेज्जाओ, असंखेज्जाओ, अणंताओतीयद्धाओ?गोयमा! णो संखेज्जाओ, णो असंखेज्जाओ, णो अणंताओतीयद्धाओ । सव्वद्धाणंतीयद्धाओ साइरेगदुगुणा,तीयद्धा णं सव्वद्धाओ थोवूणए अद्धे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સર્વોદ્ધામાં સંખ્યાત, અસંખ્યાત કે અનંત ભૂતકાલ છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત, અસંખ્યાત અને અનંત ભૂતકાલ નથી, પરંતુ સર્વકાલ ભૂતકાલથી કંઈક અધિક દ્વિગુણો છે અને અતીતકાલ, સર્વકાલથી કંઈક ન્યૂન અદ્ધભાગ પ્રમાણ છે. २७ सव्वद्धाणं भंते !किं संखेज्जाओ, असंखेज्जाओ, अणंताओ अणागयद्धाओ? गोयमा !णो संखेज्जाओ,णो असंखेज्जाओ, णो अणंताओ अणागयद्धाओ। सव्वद्धाणं अणागयद्धाओ थोवूणगदुगुणा, अणागयद्धाणसव्वद्धाओ साइरेगेअद्धे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સર્વોદ્ધામાં સંખ્યાત, અસંખ્યાત કે અનંત ભવિષ્યકાલ છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત, અસંખ્યાત કે અનંત ભવિષ્યકાલ નથી, પરંતુ સર્વકાલ, ભવિષ્યકાલથી કંઈક ન્યૂન દ્વિગુણો છે અને ભવિષ્યકાલ, સર્વકાલથી કંઈક અધિક અર્ધ ભાગ પ્રમાણ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમયથી લઈને પુદ્ગલ પરાવર્તન સુધીના કાલનું માપ વિવિધ રીતે સમજાવ્યું છે. સમયથી શીર્ષપ્રહેલિકા સુધી ૪૬ ભેદ છે. ત્યાં સુધીનો કાલ ગણિતનો વિષય બને છે. તેથી તેને ગણનાકાલ કહે છે. શીર્ષપ્રહેલિકામાં ૧૯૪ અંકની સંખ્યા આવે છે. ત્યાર પછીનું કાલપરિમાણ ગણિતનો વિષય નથી. શાસ્ત્રમાં તેને પલ્ય આદિની ઉપમાથી સમજાવવામાં આવે છે. તેથી પલ્યોપમ, સાગરોપમ આદિ ઉપમાકાલ છે, તેનું વિસ્તૃત વિવેચન શતક-૬૬ અનુસાર જાણવું.